Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Nitin Naveen: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી, સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિન નવીનને આપ્યું સમર્થન

ભારતીય જનતા પાર્ટીની કમાન નવા અધ્યક્ષ સંભાળશે. અધ્યક્ષની રેસમાં નીતિન નવીન એકમાત્ર ઉમેદવાર છે. તેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. ત્યારે ગુજરાત ભાજપ સંગઠને પણ નીતિન નવીનને સમર્થન જાહેર કર્યું છે.
nitin naveen  ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી  સી આર  પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિન નવીનને આપ્યું સમર્થન
Advertisement
  • ભારતીય જનતા પાર્ટીને મળશે નવા અધ્યક્ષ
  • નીતિન નવીને ગુજરાત ભાજપનું સમર્થન
  • ગુજરાત ભાજપ નેતાઓ દિલ્લી પહોંચ્યા

Nitin Naveen: ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) ને નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે. કાર્યકરો અને નેતાઓ પાર્ટીના નવા કર્તાધર્તાની છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ હોદ્દા માટે એકમાત્ર ઉમેદવાર અને બિનહરીફ નીતિન નવીન સંગઠનની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ સંગઠને પણ નીતિન નવીનને સમર્થન જાહેર કર્યું છે.

Nitin Naveen 01_GUJARAT_FIRST

Advertisement

Nitin Naveen: ગુજરાત ભાજપનું સમર્થન

ગુજરાત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નેતાઓ દિલ્લી (Delhi) પહોંચ્યા હતા. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (Union Minister C.R. Patil), પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, મનસુખભાઈ માંડવિયા સહિત ગુજરાત રાજ્ય ભાજપ નેતાઓનો સમાવેશ થાય છે. આ નેતાઓએ દિલ્લીમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને નીતિન નવીનના સમર્થનમાં પત્ર સુપ્રત કર્યું હતું. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નામાંકન પ્રક્રિયામાં ભારતના તમામ રાજ્યોના આમંત્રિત અધિકારીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Nitin Naveen: નીતિન નવીન બનશે નવા અધ્યક્ષ

નોંધનનીય છે કે, નીતિન નવીન ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. વર્ષ 2006માં પોતાની રાજકીય કારકિર્દી (Political career) ની શરૂઆત કરનાર નીતિન નવીન ભાજપના પાયાના અને નિષ્ઠાવાન નેતા માનવામાં આવે છે. તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા નવીન કિશોર સિન્હા ભાજપના દિગ્ગજ ધારાસભ્ય હતા. પિતાના અવસાન બાદ નીતિન નવીને તેમની બેઠક સંભાળી હતી. અને સતત જીત મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.

Nitin Naveen 02_GUJARAT_FIRST

પાર્ટી રાષ્ટ્રીય રાજકારણ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવવા માંગે છે. શાંત અને સંયમિત નવીન આ વર્ષે એપ્રિલમાં તમિલનાડુ, કેરળ અને આસામ સહિત અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે.

Nitin Naveen: આ પણ જાણો

ભાજપ નવા પ્રમુખ તરીકે નીતિન નવીનનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ભાજપ પ્રમુખપદની રેસમાં નવીન એકમાત્ર ઉમેદવાર હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈને ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સુધી, તમામ ભાજપ નેતાઓએ નીતિન નવીનના નામ પર સહમતી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, નવીન સામે બીજા કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી, તેથી ભાજપ પ્રમુખ તરીકે તેમની બિનહરીફ ચૂંટણીની ઔપચારિક જાહેરાત હજુ બાકી છે.

આ પણ વાંચો---- ભાજપમાં હવે 'નવીન' યુગ, 45 વર્ષના નીતિન નવીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ,જાણો તેમના વિશે

Tags :
Advertisement

.

×