બિહારમાં NDA ઐતિહાસિક વિજ્ય પર CM નીતિશ કુમારે PM મોદીનો આભાર માન્યો, કહ્યું, આ જનતાના વિશ્વાસની મહોર
- NDA Victory: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની ભવ્ય જીત
- બિહારના મુખ્યમંત્રીએ ઐતિહાસિક જીત પર આપી પ્રતિક્રિયા
- NDAના તમામ ગઠબંધનના ભાગીદારોને જીતનો શ્રેય આપ્યો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મળેલી પ્રચંડ અને ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યના મતદારોનો આભાર માનવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ ગઠબંધન ભાગીદારોને જંગી જીતનો શ્રેય આપ્યો હતો.
NDA Victory: મતદારોએ અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો: નીતિશ કુમાર
મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ દ્વારા અને પટનામાં પત્રકાર પરિષદમાં સંબોધન કરતા કહ્યું કે, "રાજ્યના લોકોએ ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં અમને પ્રચંડ બહુમતી આપીને અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે, રાજ્યના તમામ આદરણીય મતદારોનો હું આદર, હૃદયપૂર્વક આભાર અને આભાર માનું છું."NDAની જીતને જનતાના વિશ્વાસની મહોર ગણાવતા તેમણે કહ્યું કે હવે અમારી જવાબદારી અનેકગણી વધી ગઈ છે.નીતિશ કુમારે આ વિજયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનને વિશેષ રૂપે યાદ કર્યું. તેમણે કહ્યું, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સલામ કરું છું અને તેમના સમર્થન બદલ તેમનો હૃદયપૂર્વક આભાર અને આભાર વ્યક્ત કરું છું.
बिहार विधान सभा चुनाव-2025 में राज्यवासियों ने हमें भारी बहुमत देकर हमारी सरकार के प्रति विश्वास जताया है। इसके लिए राज्य के सभी सम्मानित मतदाताओं को मेरा नमन, हृदय से आभार एवं धन्यवाद।
आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी को उनसे मिले सहयोग के लिए उनका नमन करते हुए हृदय…
— Nitish Kumar (@NitishKumar) November 14, 2025
મુખ્યમંત્રીએ NDA ગઠબંધનની સંપૂર્ણ એકતાની પણ પ્રશંસા કરી
મુખ્યમંત્રીએ NDA ગઠબંધનની સંપૂર્ણ એકતાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, "NDA ગઠબંધને આ ચૂંટણીમાં સંપૂર્ણ એકતા દર્શાવી છે અને જંગી જીત મેળવી છે. હું આ જંગી જીત માટે NDA ગઠબંધનના તમામ ભાગીદારો ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાનો પણ આભાર માનું છું.નીતિશ કુમારે પોતાના નિવેદનમાં બિહારના ભવિષ્ય માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "બધાના સમર્થનથી, બિહાર વધુ પ્રગતિ કરશે અને દેશના સૌથી વિકસિત રાજ્યોમાં સામેલ થશે." આ નિવેદન દર્શાવે છે કે નીતિશ કુમારની આગામી સરકારનું મુખ્ય લક્ષ્ય વિકાસ અને પ્રગતિ પર કેન્દ્રિત રહેશે.
આ પણ વાંચો: બિહારમાં NDAની ભવ્ય જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, 'આ વિકાસ અને સુશાસનનો વિજય'


