Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Nitish Kumar Rajya Sabha Nomination : 'સુશાસન બાબુ' હવે રાજ્યસભામાં જશે, ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં નીતિશ કુમારે ભર્યું ફોર્મ

બિહારમાં છેલ્લા બે દાયકાથી સત્તાના કેન્દ્રસ્થાને રહેલા નીતિશ કુમારના એકાએક લેવાયેલા નિર્ણયે સમગ્ર દેશના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. 10 વખત મુખ્યમંત્રી બનીને રેકોર્ડ સર્જનાર નીતિશ હવે રાજ્યનું સુકાન કોઈ અન્યને સોંપીને દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યા છે. નીતિશ કુમારના આ અચાનક નિર્ણયથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
nitish kumar rajya sabha nomination    સુશાસન બાબુ  હવે રાજ્યસભામાં જશે  ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં નીતિશ કુમારે ભર્યું ફોર્મ
Advertisement
  • બિહારના સીએમ નીતિશ કુમારે રાજ્યસભા માટે નોંધાવી ઉમેદવારી!
  • અમિત શાહની હાજરીમાં નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન ભર્યું
  • 20 વર્ષના શાસન બાદ નીતિશ કુમાર હવે બિહારનું સીએમ પદ છોડશે
  • બિહારમાં પ્રથમવાર ભાજપનો મુખ્યમંત્રી બને તેવી પ્રબળ શક્યતાઓ
  • નીતિશ કુમારે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી જનતાનો માન્યો આભાર

Nitish Kumar Rajya Sabha Nomination : બિહારના રાજકારણના (Bihar Politics) ચાણક્ય ગણાતા અને 10 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર નીતિશ કુમારે (Nitish Kumar) એક ચોંકાવનારો નિર્ણય લઈને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ગુરુવારે (5 માર્ચ) ના રોજ નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણી 2026 (Rajya Sabha Election 2026) માટે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સહિત એનડીએ (NDA) ના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

Advertisement

10 મી વખત CM તરીકે લીધા હતા શપથ

વર્ષ 2005 થી સતત બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર નીતિશ કુમારે ફેબ્રુઆરી 2026 માં જ 10મી વખત સીએમ પદના શપથ લીધા હતા. જોકે, હવે તેમણે સક્રિય મુખ્યમંત્રી પદ છોડીને સંસદના ઉચ્ચ સદનમાં જવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમણે ભાવુક પોસ્ટ લખતા જણાવ્યું કે, "બે દાયકાથી વધુ સમય સુધી તમે મારા પર વિશ્વાસ મૂક્યો છે. મારી ઈચ્છા હતી કે હું બિહાર વિધાનમંડળના બંને સદનોની સાથે સંસદના પણ બંને સદનોનો સભ્ય બનું. આ આકાંક્ષા પૂરી કરવા હું રાજ્યસભામાં જવા માંગુ છું."

Advertisement

રાજકીય સમીકરણો બદલાશે

નીતિશ કુમારના આ નિર્ણય બાદ બિહારના રાજકીય સમીકરણો તેજીથી બદલાયા છે. વર્ષ 2025 ની વિધાનસભા ચૂંટણીમાં એનડીએના ભવ્ય વિજય બાદ હવે નીતિશ કુમાર માર્ગદર્શકની ભૂમિકામાં રહેશે. ચર્ચાઓ મુજબ, બિહારના ઈતિહાસમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીનો (BJP) કોઈ નેતા મુખ્યમંત્રી પદે (New CM of Bihar) બિરાજશે. અત્યાર સુધી હિન્દી ભાષી રાજ્યોમાં બિહાર જ એવું રાજ્ય હતું જ્યાં ભાજપનો મુખ્યમંત્રી નહોતો. આગામી 16 માર્ચે રાજ્યસભાની 5 બેઠકો માટે મતદાન થવાનું છે, જેમાં નીતિશ કુમારનું ચૂંટાવું લગભગ નક્કી મનાય છે.

આ પણ વાંચો : Rajya Sabha Election: કોંગ્રેસે 5 રાજ્યો માટે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, અભિષેક મનુ સિંઘવીને તેલંગાણાથી ટિકિટ

Tags :
Advertisement

.

×