ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

‘ન તો વિજળી મળશે, ન તો બિલ આવશે’, બિહારમાં નીતિશ કુમારની ફ્રી વિજળીની જાહેરાત પર યુપી મંત્રી એ.કે. શર્માની ટિપ્પણી

નીતિશ કુમારે વિજલી બિલ અંગે શું જાહેરાત કરી છે?
06:41 PM Jul 19, 2025 IST | Mujahid Tunvar
નીતિશ કુમારે વિજલી બિલ અંગે શું જાહેરાત કરી છે?

‘ન તો વિજળી મળશે, ન તો બિલ આવશે’, બિહારમાં નીતિશ કુમારની ફ્રી વિજળીની જાહેરાત પર યુપી મંત્રી એ.કે. શર્માની ટિપ્પણી

પટણા/લખનૌ: ઉત્તર પ્રદેશના ઊર્જા મંત્રી અરવિંદ કુમાર (એ.કે.) શર્માએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકાર દ્વારા જાહેર કરાયેલી ફ્રી બિજલી યોજના પર ટિપ્પણી કરી છે. શર્માએ આ યોજના અંગે કહ્યું, “ન તો વિજળી મળશે, ન તો બિલ આવશે,” જેનો ઈશારો એ હતો કે આવી મફત યોજનાઓ વાસ્તવિકતાથી દૂર છે અને ગામડાઓમાં મોટા પાયે વિજલી કાપનો સામનો થઈ રહ્યો છે.

આ ટિપ્પણી ખાસ કરીને એટલે મહત્ત્વની છે કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહાર બંને રાજ્યો રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના નેતૃત્વ હેઠળ છે. આવી સ્થિતિમાં એક જ ગઠબંધનના બે રાજ્યોની સરકારો વચ્ચે વિજલી અને ઊર્જા યોજનાને લઈને આ ટિપ્પણી પાર્ટીના આંતરિક મતભેદોને પણ ઉજાગર કરે છે.

આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને પડોશી રાજ્યના ઊર્જા મંત્રી દ્વારા વિજળી પર કરવામાં આવેલી ટિપ્પણી સારા સંકેતો નથી આપતી. આ ટિપ્પણી બિહારની સત્તાધારી નીતિશ સરકાર માટે એક નવી ચૂંટણી પડકાર બની શકે છે, ખાસ કરીને જ્યારે વાત ઊર્જા જેવા મહત્ત્વના મુદ્દાની હોય.

નીતિશ કુમારે વિજલી બિલ અંગે શું જાહેરાત કરી?

નીતિશ કુમારે આગામી વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જાહેરાત કરી કે બિહારમાં ઘરગથ્થુ ઉપભોક્તાઓને દર મહિને 125 યુનિટ વિજળી સંપૂર્ણપણે મફત આપવામાં આવશે. આ નિર્ણય 1 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. આ યોજનાથી લગભગ 1.67 કરોડ ઘરોને લાભ થશે.

સરકારે અંદાજો લગાવ્યો છે કે આ યોજના પર આશરે ₹3,800 કરોડનો ખર્ચ થશે, જેમાં ઉપભોક્તાઓની વધારાની સબસિડીનો પણ સમાવેશ થાય છે.

કોંગ્રેસે લીધી મજા

કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુપીના ઊર્જા મંત્રી દ્વારા બિહાર સરકાર પર કરવામાં આવેલી ટિપ્પણીની મજા લીધી છે. કોંગ્રેસે X પર લખ્યું, “આ તો ખેલા હો ગયા.”

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર બંને પોતપોતાની રીતે ઊર્જા સંકટનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આવી બયાનબાજીથી રાજકીય માહોલ થોડો ગરમ થઈ શકે છે.

આ પણ વાંચો- રશિયા સાથેના વેપાર અંગે NATOની ચેતવણી પશ્ચિમી દેશોના બેવડા ધોરણો દર્શાવે છે: ભારત

Tags :
A.K. SharmaBihar assembly electionsFree Electricity Schemenitish kumarUP Energy Minister
Next Article