Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

"બેસી જા, તું હજુ બાળક છે": જાણો નીતીશ કુમાર ભરી સભામાં તેજસ્વી યાદવ પર કેમ બગડ્યા?

બિહાર વિધાનસભામાં આજે એવું દ્રશ્ય સર્જાયું જે ભાગ્યે જ જોવા મળે છે. હંમેશા શાંત રહેતા મુખ્યમંત્રી નીતીશ કુમાર અચાનક વિપક્ષ નેતા તેજસ્વી યાદવ પર એવા વરસ્યા કે આખું ગૃહ સ્તબ્ધ થઈ ગયું. વાત સુશાસનથી શરૂ થઈ હતી પણ પહોંચી ગઈ 'પિતા' અને 'પૈસા' સુધી. નીતીશે તેજસ્વીને 'બાળક' કહીને ચૂપ તો કરાવ્યા, પણ સાથે એક એવો ગંભીર આરોપ લગાવ્યો જેનાથી બિહારના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે.
 બેસી જા  તું હજુ બાળક છે   જાણો નીતીશ કુમાર ભરી સભામાં તેજસ્વી યાદવ પર કેમ બગડ્યા
Advertisement
  • બજેટ સત્રમાં સીએમ નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે જોરદાર ટક્કર (nitish kumar scolds tejashwi)
  • "બેસી જા, તું હજુ બાળક છે": નીતીશે તેજસ્વીને ભરી સભામાં ખખડાવ્યો
  • "6 ધારાસભ્યો તોડવા પૈસા ક્યાંથી લાવ્યા?": સીએમનો સનસનીખેજ આરોપ
  • "તમારા રાજમાં લોકો ડરતા હતા": નીતીશે લાલુના શાસનને વખોડ્યું
  • 2025 સુધીમાં 50 લાખ નોકરીઓના વાયદા સાથે વિકાસનો દાવો કર્યો

Nitish Kumar Scolds Tejashwi : બિહાર વિધાનસભા (Bihar Assembly) ના બજેટ સત્ર (Budget Session) ના ચોથા દિવસે ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી. રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન જ્યારે તેજસ્વી યાદવે સરકારના વિકાસ અને સુશાસન (Good Governance) ના દાવાઓ પર કટાક્ષ કર્યો, ત્યારે નીતીશ કુમારનો પિત્તો ગયો હતો. તેમણે તેજસ્વીને વચ્ચે અટકાવતા કહ્યું હતું કે, "અરે બેસી જા, તું હજુ બાળક (Kid) છે, તું પહેલાની વાતો નથી જાણતો."

Bihar Assembly

Advertisement

"તારા પિતા મારા સમયના છે": નીતીશનો આક્રોશ (Nitish Kumar Scolds Tejashwi)

નીતીશ કુમારે તેજસ્વી યાદવ પર ગુસ્સે થતા કહ્યું, "તારા પિતા (લાલુ યાદવ) મારા સમયના છે. તું શું જાણે છે? અમે તને ખૂબ માનીએ છીએ, ચાલ બેસી જા." એટલું જ નહીં, નીતીશ કુમારે તેજસ્વી પર ગંભીર આરોપ લગાવતા પૂછ્યું કે, "છ માણસો (ધારાસભ્યો) ને ખેંચવા માટે કેટલા પૈસા (Money for Horse Trading) આપ્યા હતા? આ પૈસા ક્યાંથી આવ્યા?" આ સાંભળીને વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

Advertisement

જંગલરાજ vs સુશાસન: અંધારાથી અજવાળા સુધી

પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવતા સીએમ નીતીશ કુમારે કહ્યું કે, "જ્યારે તમારું રાજ હતું ત્યારે લોકો સાંજે ઘરની બહાર નીકળતા ડરતા હતા. તમે લોકો પણ ઘરમાં જ બેસી રહેતા હતા. સમાજમાં હિન્દુ-મુસ્લિમ (Hindu-Muslim) વિવાદો થતા હતા." તેમણે ઉમેર્યું કે અમારી એનડીએ સરકાર (NDA Government) આવ્યા પછી માહોલ બદલાયો છે. હવે ડરની જગ્યાએ પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ છે.

Tejashwi Yadav

Tejashwi Yadav

રોજગાર અને વિકાસના દાવા

નીતીશ કુમારે દાવો કર્યો કે પહેલા પટના (Patna) માં પણ વીજળી રહેતી ન હતી, જે સમસ્યા હવે ઉકેલાઈ ગઈ છે. રોજગાર ક્ષેત્રે પણ મોટું કામ થયું છે. "2025 સુધીમાં 50 લાખ નોકરીઓ (Jobs) અને રોજગાર આપવાનું કામ થયું છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દરેક બ્લોકમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે અને ખાનગી હોસ્પિટલો (Private Hospitals) ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે," તેમ નીતીશ કુમારે અંતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : PM Modi Speech : કોંગ્રેસ પાસે વિઝન નહોતું, ભારત બનશે ત્રીજી મોટી ઈકોનોમી

Tags :
Advertisement

.

×