'મધ્યસ્થીની કોઈ ઔપચારિક પ્રક્રિયા થઈ નથી', શશિ થરૂરના ટ્રમ્પ પર આકરા પ્રહાર
- શશિ થરૂરની આગેવાનીમાં સર્વપક્ષીય ડેલિગેશન અમેરિકા જઈ રહ્યું છે
- શશિ થરૂરે યુદ્ધવિરામનો શ્રેય લેવા બદલ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા
- તમે અમારી સરકારના સ્ટેન્ડથી સારી રીતે વાકેફ છો-થરૂર
India US Relations: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે (Shashi Tharoor) શુક્રવારે (23 મે, 2025) ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેવા બદલ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આ કેસમાં કોઈ ત્રીજા પક્ષ સાથે મધ્યસ્થી કરવાની કોઈ ઔપચારિક પ્રક્રિયાની અપીલ કરવામાં આવી ન હતી કે ન તો આવું કંઈ થયું છે.
શશિ થરૂરે કહ્યું કે, સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી (operation sindoor) અંગે વૈશ્વિક નેતાઓને જાણ કરી અને ઘણા દેશોના વિદેશ મંત્રીઓને પણ આ કાર્યવાહી વિશે જાણ કરવામાં આવી.
મધ્યસ્થીની કોઈ ઔપચારિક પ્રક્રિયા થઈ નથી
કોંગ્રેસ સાંસદે કહ્યું કે તમે અમારી સરકારના સ્ટેન્ડથી સારી રીતે વાકેફ છો. કોઈપણ સંકટ દરમિયાન, હંમેશા એ દેશોનો સંપર્ક કરવામાં આવે છે જે કોલ કરે છે અને સંપર્ક કરે છે. અમે દરેક જગ્યાએ એક જ રસ્તો અપનાવ્યો છે. મધ્યસ્થીની કોઈ ઔપચારિક પ્રક્રિયા થઈ નથી, કે કોઈ વિનંતી પણ કરવામાં આવી નથી.
ટ્રમ્પના દાવા પર થરૂરનો કટાક્ષ
તેમણે કહ્યું કે જો તમે મને ફોન કરશો તો હું તમને કહીશ કે હું શું કરી રહ્યો છું અને કેમ કરી રહ્યો છું. આ પણ આવી જ રીતે બન્યું છે. જો તમે જઈને બીજા કોઈને આ વાત કહેવા ઈચ્છતા હોય અને પરિણામે તેઓ ચોક્કસ પરિણામો ભોગવે છે, તો શું તે મધ્યસ્થી કહેવાય? મને એવું નથી લાગતું.
આ પણ વાંચો : FATF's Grey List : પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં સામેલ કરાવવા ભારતે તૈયાર કર્યુ ડોઝિયર
શશિ થરૂરે કહ્યું કે જો કોઈ સંકટ ચાલી રહ્યું છે તો અમે કોઈપણ વ્યક્તિ સાથે ખૂબ જ રચનાત્મક રીતે વાત કરીએ છીએ. જ્યારે પણ અમારા વિદેશ મંત્રી અન્ય વિદેશ મંત્રી સાથે વાત કરતા, ત્યારે તેઓ તેમના ટ્વિટર (X) એકાઉન્ટ પર તેની માહિતી આપતા.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય ડેલિગેશન પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા અમેરિકા જઈ રહ્યું છે. જેમાં TDPના નેતા જીએમ હરીશ બાલયોગી, BJP નેતા શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા, શિવસેનાના નેતા મિલિંદ દેવરા, BJP સાંસદ તેજસ્વી સૂર્યા અને પૂર્વ રાજદ્વારી તરનજીત સંધુનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં BAPS મંદિરની મુલાકાત લીધી