NO Meat Zone : દેશના આ એરપોર્ટના 10 કિમીમાં Non-Veg પર રોક
- No Meat Zone હેઠળ એરપોર્ટ નજીક આકરા નિયમો લાગુ કરાનાર છે
- નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક 10 કિમીના વિસ્તારમાં આ નિયમ લાગુ
- નિયમની અમલવારી કરવાની જવાબદારી પાલિકાને સોંપવામાં આવશે
No Meat Zone : નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થાય તે પહેલાં વહીવટીતંત્રે ઉડ્ડયન સલામતી અંગે કડક પગલાં લીધાં છે. હવાઈ સલામતીના કારણોસર, એરપોર્ટના 10 કિમીના સુધીમાં માંસની દુકાનો, પ્રાણીઓની કતલ, અને ખુલ્લા કચરાના નિકાલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ લાગુ કરાયેલા આ નિયમોનો હેતુ વિમાન-હેલિકોપ્ટર જોડે પક્ષીઓના અથડામણને રોકવા માટેનો છે, જે ફ્લાઇટ દરમિયાન વિમાન અને મુસાફરોની સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.
મ્યુનિસિપલ અધિકારીઓને જવાબદારી સોંપાઇ (No Meat Zone)
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વિમાન અધિનિયમ હેઠળ ઘડવામાં આવેલા આ નિયમોના ઉલ્લંઘન કરનારને રૂ. 1 કરોડ સુધીનો આકરો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. વહીવટીતંત્રે આ પ્રતિબંધને અસરકારક રીતે લાગુ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત અધિકારીઓને સોંપી છે.
આ પણ વાંચો ------- Indore Dancing Cop Controversy: ઈન્દૌરના ડાંસિંગ કૉપ રંજીત સિંહનું ડિમોશન, મહિલા સાથે અશ્લિલ ચેટમાં ફસાયા
વિમાન માટે જીવલેણ થઇ શકે (No Meat Zone)
અહેવાલમાં જાણવા મળ્યું કે, ઘણા વિસ્તારોમાં, કતલ પછી પ્રાણીઓના અવશેષો ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે. પરિણામે, માંસ અને કચરા તરફ આકર્ષિત પક્ષીઓ એરપોર્ટ વિસ્તારમાં મોટી સંખ્યામાં આવી શકે છે. જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન આ પક્ષીઓ વિમાન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
નવી વ્યૂહરચના વિકસાવવામાં આવી
વહીવટીતંત્ર સામે સૌથી મોટો પડકાર એ હશે કે, ખુલ્લા અને ગેરકાયદેસર માંસની દુકાનોમાં માંસના કચરાના ડમ્પિંગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે. આ માટે, નિયમિત દેખરેખ, સઘન નિરીક્ષણ અને કડક કાર્યવાહીની વ્યૂહરચના વિકસાવવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, ભવિષ્યમાં હવાઈ અકસ્માતોનું જોખમ ઓછું કરવા માટે એરપોર્ટ ખુલતા પહેલા આ નિયમોનો કડક અમલ કરવામાં આવશે.
આ પણ વાંચો ------ કેદારનાથ જાવ છો? Kedarnath Temple Mobile Ban વિશે જાણી લેજો, નહીંતર પસ્તાશો


