ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'સોને કી ચીડિયા' નહીં હવે વાઘ બનવું પડશે, કેરલમાં બોલ્યા RSSના ચીફ મોહન ભાગવત

એક શિક્ષા સંમેલનમાં મોહન ભાગવતે ભારતની ઓળખ વિશે પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી
10:34 PM Jul 27, 2025 IST | Mujahid Tunvar
એક શિક્ષા સંમેલનમાં મોહન ભાગવતે ભારતની ઓળખ વિશે પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી

આરએસએસના ચીફ મોહન ભાગવતે રવિવાર (27 જૂલાઈ 2025)એ કહ્યું કે ભારતને શક્તિશાળી અને આર્થિક રૂપથી મજબૂત બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોચ્ચીમાં એક રાષ્ટ્રીય શિક્ષા સંમેલનને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે દુનિયા માત્ર આદર્શોનું નહીં પરંતુ શક્તિનું પણ સન્માન કરે છે. તેમણે કહ્યું કે, ભારતને હવે અતીતની સોને કી ચિડીયા નહીં પરંતુ હવે તેને શેર બનવું પડશે.

બોલતી વખતે અને લખતી વખતે ભારતને ભારત જ રાખો

આરએસએસ ચીફે કહ્યું કે, ભારતીય શિક્ષણ ત્યાગ અને બીજાઓને જીવવાનું શિખવાડે છે. શિક્ષણ એવું હોવું જોઈએ જે કોઈ વ્યક્તિને ક્યાંય પણ પોતાના દમ પર જીવવા માટે મદદ કરે. જે ચીજ સ્વાર્થને પ્રોત્સાહન આપે છે, તેને સાચું શિક્ષણ કહેવાય નહીં. ભારત એક વ્યક્તિવાચક સંજ્ઞા છે અને આનો અનુવાદ થવો જોઈએ નહીં. આપણે બોલતી અને લખતી વખતે ભારતને ભારજ રાખવું જોઈએ.

દેશની ઓળખને સંરક્ષિત રાખવી જરૂરી- મોહન ભાગવત

સંઘ પ્રમુખે કહ્યું, જો તમે પોતાની ઓળખ ગુમાવી દો છો તો તમારા બાકીના ગુણોનો કોઈ જ મોલ રહેતો નથી. દુનિયામાં તમને સન્માન અને સુરક્ષા મળશે નહીં. આ એક સીધો નિયમ છે. તેમને ભાર આપીને કહ્યું કે, કોઈપણ દેશને પોતાની ઓળખ સુરક્ષિત રાખવી જરૂરી છે, જેથી તેનું સન્માન થાય.

આરએસએસ પ્રમુખે શિક્ષાને ઉદ્દેશ્ય વિશે પણ વિસ્તારપૂર્વક વાત કરી. તેમને કહ્યું કે, શિક્ષાના માધ્યમથી લોકોને સ્વતંત્રરૂપે રહેવા અને સમાજમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવવા જોઈએ. શિક્ષા માત્ર શાળા શિક્ષા પૂરતી સીમિત રહેવી જોઈએ નહીં, પરંતુ આમાં ઘર અને સમાજનું વાતવરણ પણ સામેલ છે.

આરએસએસ ચીફે સમાજને આગ્રહ કર્યો કે તેઓ તે વાત પર વિચાર કરે કે જવાબદરી અને આત્મવિશ્વાસ ભાવી પેઢીઓના ભરણ-પોષણ માટે કેવા માહોલની જરૂરત છે. તેમને શનિવાર (26 જૂલાઈ 2025)એ કહ્યું હતુ કે, ભારતીય દર્શન પર આધારિત શિક્ષા પ્રણાલી સમાજિક સુધાર અને રાષ્ટ્રીય પ્રગતિની ગતિ નક્કી કરશે.

આ પણ વાંચો- ‘હવે કેમ ઉતાવળ? આપત્તિ નોંધાવવા એક મહિનાનો સમય છે’: બિહાર SIR અભિયાન પર ચૂંટણી પંચનો જવાબ

Tags :
chief Mohan BhagwatEducation SystemKeralaRSS
Next Article