Indus Waters Treaty : સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને કોઈ રાહત નહીં, યુદ્ધવિરામ છતાં સમજૂતી પર પ્રતિબંધ ચાલુ રહેશે
- સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ચાલુ રહેશે
- બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સમજૂતી થઈ હતી
- આતંકવાદને કોઈ હિસાબે છોડવામાં આવશે નહીં
Indus Waters Treaty : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ગોળીબારને રોકવા માટે, શનિવારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર (Ceasefire agreement) થયો હતો. આના કારણે, બંને બાજુના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ, 6-7 મેની રાત્રે, ભારતે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor)શરૂ કર્યું PoK અને પંજાબમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ પછી, બંને દેશો વચ્ચે તોપમારો અને હવાઈ હુમલાનો દોર શરૂ થયો. બંને દેશો વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, અમેરિકાએ મધ્યસ્થી કરી અને 10 મેના રોજ સાંજે 5.30 વાગ્યાથી યુદ્ધવિરામ અમલમાં આવ્યો.
સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય ચાલુ રહેશે
પહેલગામ હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સામે અનેક દંડાત્મક પગલાં લાદ્યા, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. હવે સરકારી સૂત્રોના હવાલાથી અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ચાલુ રહેશે. ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા બાદ આ સ્પષ્ટતા આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત દ્વારા 23 એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ જાહેર કરાયેલા પગલાં અસરકારક રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદને કોઈ હિસાબે છોડવામાં આવશે નહીં અને આતંકવાદ અંગે ભારતનો સંકલ્પ મક્કમ છે.
આ પણ વાંચો : China નું Pak ને ખુલ્લુ સમર્થન, વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું - અમે પાકિસ્તાન સાથે ઉભા રહીશું
ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા
બંને પક્ષો વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે થયેલા કરાર અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને તેને દ્વિપક્ષીય વ્યવસ્થા તરીકે વર્ણવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરારની જાહેરાત કરનારા સૌપ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા અને તેનો શ્રેય પણ તેમણે લીધો હતો. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં કહ્યું, 'યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી રાતોરાત વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.' સમજણ અને મહાન વિવેક દર્શાવવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.
આ પણ વાંચો : Trump card કામ ન આવ્યું! પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો; હવે શાહબાઝ અને આર્મી ચીફ મુનીર વચ્ચે ટકરાવ