12 લાખની ઇનકમ પર કોઇ ટેક્સ નહીં... જાણોકેટલી કમાણી પર કેટલી બચત? ફુલ કેલ્ક્યુલેશન
- 12 લાખ રૂપિયા સુધીની ઇનકમને ટેક્સ ફ્રી બનાવાઇ
- તમારા વિવિધ રોકાણો દર્શાવાયા બાદ તમને ટેક્સમાં મળશે માફી
- જો રોકાણ કે લોન નહી દર્શાવો તો 10 ટકા ટેક્સ ભરવો પડી શકે છે
FM Nirmala Sitharaman એ બજેટ 2025 માં મોટા ફેરફારની જાહેરાત કરતા મિડલ ક્લાસને મોટી રાહત આપી છે અને 12.75 લાખ રૂપિયાની ઇનકમ ટેક્સને ફ્રી કરી દીધો છે.
મિડલ ક્લાસને આપી મોટી રાહત
મોદી 3.0 પહેલા પૂર્ણ બજેટમાં મિડલ ક્લાસને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. નાણા મંત્રી સિતારમણે પોતાના બજેટ ભાષણમાં 12 લાખ રૂપિયા સુધીની ઇનકમને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ 75 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો મળશે. આવો જાણીએ કે ટેક્સ સ્લેબમાં સરકારની તરપથી કરાયેલા હાલના ફેરફાર બાદ હવે કેટલી કમાણી પર કેટલો ટેક્સ ચુકવવો પડશે અને કેટલી બચત થશે?
આ પણ વાંચો : LIVE: Union Budget 2025 Live : હવે 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે
12 લાખની ઉપર ઇનકમ ટેક્સ પર આટલો હશે ટેક્સ
Nirmala Sitharaman એ પોતાના બજેટ ભાષણમાં નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતા કહ્યું કે, હવે 12.75 લાખ રૂપિયા સુધીની કમાણીને ટેક્સ ફ્રી કરી દીધી છે. જેમાં સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શનનો પણ સમાવેશ થાય છે. સરકારે આ નિર્ણય બાદ મિડલ ક્લાસના હાથમાં હવે વધારે પૈસા આવશે. વાત કરીએ ટેક્સ સ્લેબમાં થયેલા ફેરફાર બાદ ટેક્સ કેલકુલેશન અંગે તો 0 થી 12 લાખ રૂપિયા સુધી જીરો ટેક્સ થઇ ગઇ. જો કે કમાણી 13 લાખ રૂપિયા થશે અથવા તો 16 લાખ રૂપિયા સુધીની ઇનકમ પર 15 ટકા ટેક્સ સ્લેબ થશે.
25 ટકા નો ટેક્સ સ્લેબ આવ્યો
સરકાર તરફથી ઇનકમ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફારમાં નાણામંત્રી નિર્મલા સિતારમણની તરફથી 25 ટકા નો નવો ટેક્સ સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. નવા ટેક્સ સ્લેબમાં જોઇએ તો 16 થી 20 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સ એપ્લાઇ કરવામાં આવશે. બીજી તરપ 20 થી25 લાખ રૂપિયા સુધીની કમાણી પર 25 ટકા ટેક્સ લાગશે અને તેનાથી વધારેની કમાણી પર 30 ટકા ટેક્સ લાગશે.
આ પણ વાંચો : Budget 2025 : બજારને પસંદ ન આવી ટેક્સ સંબંધિત જાહેરાત! તેજી બાદ અચાનક કડાકો