Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Noida Fire News : નોઈડાના એક ફ્લેટમાં ભીષણ આગ, 12મા માળે મચી અફરાતફરી

Noida Fire News : નોઈડાના સેક્ટર-74 સ્થિત IVY કન્ટ્રી સોસાયટીમાં આવેલા એક ફ્લેટમાં 12મા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડો દૂર સુધી દેખાતા રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા તેમજ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
noida fire news   નોઈડાના એક ફ્લેટમાં ભીષણ આગ  12મા માળે મચી અફરાતફરી
Advertisement

Noida Fire News : નોઈડા (Noida)ના સેક્ટર-74 સ્થિત IVY કન્ટ્રી (IVY Country) રહેણાંક સોસાયટીમાં આવેલા એક ફ્લેટમાં ગુરુવારે અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આગ ઈમારતના 12મા માળે આવેલા ફ્લેટમાં લાગી હતી અને થોડી જ વારમાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફ્લેટની બારીઓમાંથી ઉંચી આગની જ્વાળાઓ તેમજ કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Tags :
Advertisement

.

×