Noida Violence : નોઈડાને સળગાવનાર 'હાઈટેક' માસ્ટરમાઇન્ડને તમિલનાડુથી દબોચાયો!
- Noida Violence Arrest : નોઈડા હિંસાનો માસ્ટરમાઇન્ડ એન્જિનિયર આદિત્ય આનંદ તમિલનાડુથી ઝડપાયો
- સોફ્ટવેર એન્જિનિયરે મજૂર આંદોલનના બહાને ઘડ્યું હતું હિંસાનું લોહિયાળ કાવતરું
- હિંસાની સ્ક્રિપ્ટ 30 માર્ચથી લખાઈ હતી, અનેક સંગઠનોના નામ સામે આવ્યા
- યુપી એસટીએફની મોટી કાર્યવાહી: ભાગતા આરોપીને ચેન્નાઈથી પીછો કરી દબોચ્યો
Noida Violence Arrest : નોઈડા (Noida) માં મજૂર વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી અને 1 લાખનું ઈનામ ધરાવતો આદિત્ય આનંદ ઉર્ફે રાસ્તી (Aditya Anand alias Rasti) હવે પોલીસના સકંજામાં છે. ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF) અને નોઈડા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તેની તમિલનાડુના તિરુચિરાપલ્લીથી ધરપકડ કરવામાં આવી છે.
સોફ્ટવેર એન્જિનિયરથી હિંસાના માસ્ટરમાઇન્ડ સુધીની સફર
તપાસમાં બહાર આવ્યું છે કે 28 વર્ષીય આદિત્ય આનંદ મૂળ બિહારના હાજીપુરનો રહેવાસી છે અને તેણે NIT જમશેદપુર થી B.Tech પૂર્ણ કર્યું હતું. તે નોઈડાની જાણીતી કંપની 'જેનપેક્ટ' (Genpact) માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. સોશિયલ મીડિયા દ્વારા તે વિવિધ ઉગ્રવાદી સંગઠનો અને 'મઝદૂર બ્યુગલ' જેવા જૂથોના સંપર્કમાં આવ્યો હતો. ધીમે ધીમે તે મજૂર મુદ્દાઓના બહાને હિંસક પ્રવૃત્તિઓનું આયોજન કરવા લાગ્યો હતો.
13 એપ્રિલની હિંસાનું પૂર્વ આયોજિત કાવતરું
પોલીસના જણાવ્યા અનુસાર, 13 એપ્રિલ 2026 ના રોજ નોઈડામાં થયેલી આગચંપી અને તોડફોડ કોઈ આકસ્મિક ઘટના નહોતી. આ હિંસાની બ્લુપ્રિન્ટ (Blueprint) માર્ચના અંતમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી. આદિત્યએ 'મઝદૂર બ્યુગલ', 'દિશા વિદ્યાર્થી સંગઠન' અને 'નૌજવાન ભારત સભા' જેવા સંગઠનો સાથે બેઠકો કરી હતી. આ બેઠકોનો મુખ્ય હેતુ મજૂર આંદોલનના નામે શહેરમાં અરાજકતા ફેલાવવાનો હતો.
Major Success for UP Police!
UP STF has arrested the main accused, Aditya Anand alias Rasti, from Tamil Nadu for masterminding the violent Noida factory workers' protests.
The accused didn't worked in any factory in Noida but was present in Noida during the protests and is… pic.twitter.com/9iupo9FioD
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 19, 2026
ધરપકડ અને ટ્રાન્ઝિટ રિમાન્ડ
હિંસા બાદ આદિત્ય સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો. તે ચેન્નાઈથી ભાગીને તિરુચિરાપલ્લી રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં STF એ તેને દબોચી લીધો હતો. આરોપીએ પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ્યો છે. હાલમાં પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ (Transit Remand) પર ગૌતમ બુદ્ધ નગર લાવી રહી છે, જ્યાં તેના મોટા નેટવર્ક અને ફંડિંગ (Funding) અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
પોલીસની મોટી કાર્યવાહી
ગૌતમ બુદ્ધ નગર પોલીસ કમિશનરેટ દ્વારા આદિત્ય વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) જારી કરવામાં આવ્યું હતું. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ષડયંત્રમાં અન્ય કયા મોટા સંગઠનો સામેલ છે અને શું આમાં કોઈ બાહ્ય જોડાણો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે.
આ પણ વાંચો----- Women's Reservation Bill : PM Modi એ કેબિનેટ બેઠકમાં કહ્યું વિપક્ષે બિલનું સમર્થન ન કરી ભૂલ કરી


