ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Northeast Flood and Landslides: અત્યાર સુધી 34ના મોત, તૂટ્યો 132 વર્ષનો રેકોર્ડ

પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ 4 રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન જેમાં 34 લોકોના મોત થયા આસામમાં વરસાદનો 132 વર્ષનો રેકોર્ડ તૂટયો Northeast Flood and Landslides: પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ છે.આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ જેવા રાજ્યોમાં 3 દિવસથી પૂર અને ભૂસ્ખલનને...
05:34 PM Jun 02, 2025 IST | Hiren Dave
પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ 4 રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન જેમાં 34 લોકોના મોત થયા આસામમાં વરસાદનો 132 વર્ષનો રેકોર્ડ તૂટયો Northeast Flood and Landslides: પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ છે.આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ જેવા રાજ્યોમાં 3 દિવસથી પૂર અને ભૂસ્ખલનને...
IMD issues alert,

Northeast Flood and Landslides: પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ છે.આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ જેવા રાજ્યોમાં 3 દિવસથી પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. જેમાં 34 લોકોના મોત થયા છે. આસામમાં તો વરસાદનો 132 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે એરફોર્સ અને આસામ રાઇફલ્સ જોડાઇ છે. ત્યારે શું છે પૂર્વોત્તરમાં ભૂ્સ્ખલન અને પૂર વરસાદનું કારણ.

સમગ્ર પ્રદેશની રચના માટે ઘાતક

પૂર્વોત્તરમાં ભારે વરસાદ થવો તે નવી વાત નથી પરંતુ દર વર્ષ કરતા આ વખતે વધુ પ્રમાણ છે, તેનુ એક કારણ છે જળવાયુ પરિવર્તન અને જંગલોનો આડેધડ નાશ અને ગેરકાયદેસર ખનન. વળી વાતાવરણ પરિવર્તનને કારણે વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે.ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા (IITM) ના એક અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2000 થી 2020 સુધીમાં આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં દરરોજ 100 મીમીથી વધુ વરસાદના કેસોમાં 33 ટકાનો વધારો થયો છે. વરસાદમાં આવી અનિયમિતતા સમગ્ર પ્રદેશની રચના માટે ઘાતક છે, કારણ કે આ વિસ્તારની કુદરતી રચના ઘણી નાજુક છે. હદ તો

આ પણ  વાંચો - Chhatisgrah: સુકમામાં 16 નક્સલીઓએ કર્યુ આત્મસમર્પણ, 25 લાખનું હતુ ઇનામ

48 કલાકમાં 650 મીમી વરસાદ પડ્યો

જૂન 2023માં થઇ હતી. જ્યારે આસામના હાફલોંગમાં માત્ર 48 કલાકમાં 650 મીમી વરસાદ પડ્યો હતો. તેના કારણે ઘરો અને રસ્તાઓ બધા ડૂબી ગયા હતા. એજ રીતે મે 2024 માં, મેઘાલયમાં 370 મીમી વરસાદ પડ્યો હતો, જેના કારણે શિલોંગ સુધીના રસ્તાઓ નાશ પામ્યા હતા.આ વર્ષે પણ ઓછા સમયમાં વધુ વરસાદની પેટર્ન ઉત્તરપૂર્વમાં જોવા મળી રહી છે. જૂનના પહેલા દિવસે સિલચરમાં માત્ર 24 કલાકમાં 415.8 મીમી વરસાદ પડ્યો હતો. આનાથી એક દિવસમાં વરસાદનો 132 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. 1893માં ત્યાં એક દિવસમાં 290.3 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે 28 મે થી 1 જૂન 2025 દરમિયાન મેઘાલયના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. આમાંથી, સોહરા (ચેરાપુંજી) અને માવસિનરામમાં 796 મીમી અને 774.5 મીમી વરસાદ નોંધાયો છે.

આ પણ  વાંચો - Bihar: ચિરાગ પાસવાન લડશે વિધાનસભાની ચૂંટણી? જાણો પ્રતિક્રિયા

પૂર્વોત્તરમાં પૂરથી શું છે નુકસાન ?

  1. આ ભારે વરસાદને કારણે ઉત્તર સિક્કિમમાં 1200 થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે.
  2. રવિવારે (1 જૂન 2025) ફરીથી ભૂસ્ખલન શરૂ થવાને કારણે તેમને બહાર કાઢી શકાયા નથી.
  3. 29 મે થી વાહન તિસ્તા નદીમાં પડી ગયા બાદ આઠ પ્રવાસીઓ ગુમ છે.
  4. મેઘાલયના 10 જિલ્લા પૂર અને ભૂસ્ખલનનો ભોગ બન્યા છે.
  5. ત્રિપુરામાં 10 હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.
  6. આસામના 19 જિલ્લાઓના 764 ગામોના 3.6 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. અહીં મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે.
  7. દિબ્રુગઢ, નીમાટીઘાટ સહિત ઘણા વિસ્તારોમાં બ્રહ્મપુત્ર નદી ભયના નિશાનથી ઉપર વહી રહી છે.
  8. અન્ય પાંચ નદીઓ પણ પૂરમાં છે.
  9. 10 હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
  10. અરુણાચલ પ્રદેશમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે.

મૃતકોને સહાયની જાહેરાત

મહત્વનું છે કે આ વખતે અરુણાચલ પ્રદેશમાં વિશ્વનો સૌથી વધારે વરસાદ પડ્યો છે. ત્યારે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ કે અરુણાચલ પ્રદેશમાં નવ લોકોના મોત થયા છે. આમાંથી પૂર્વ કામંગમાં સાત અને નીચલા સુબાનસિરી જિલ્લામાં બે લોકોના મોત થયા છે. દરમિયાન, અરુણાચલ પ્રદેશ સરકારે ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારાઓના પરિવારોને 4 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. આસામ સરકારે મૃતકોના પરિવારોને4 લાખ રૂપિયાની રાહત આપવાની પણ જાહેરાત કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી મદદની ખાતરી

આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે આસામ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ તેમજ મણિપુરના રાજ્યપાલ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ X પરની એક પોસ્ટમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ઉત્તર-પૂર્વના લોકોને મદદ કરવા માટે ખડકની જેમ ઉભી છે.

Tags :
Arunachal Pradesh floodAssam floodIMD issues alertmanipur floodNortheast floodNortheast landslideSikkim floodWhat causes flood Landslides in Northeast
Next Article