TV અભિનેત્રીના અશ્લીલ વીડિયો પર હોટલને નોટિસ
- TV અભિનેત્રીનો અશ્લીલ વીડિયો વાયરલ
- હોટલ સંચાલકને ફટકારી નોટિસ
- અશ્લીલ વીડિયો મામલામાં હોટલ સામે કાર્યવાહી
TV Actress Obscene Video Viral : આજે સોશિયલ મીડિયા (Social Media) નો ઉપયોગ વધી ગયો છે. નાના બાળકો (Small Child) થી લઇને વૃદ્ધાવસ્થામાં પહોંચેલા લોકો પણ સોશિયલ મીડિયાથી પોતાને અલગ કરી શક્યા નથી. ત્યારે આ સોશિયલ મીડિયામાં તમને દુનિયાભરનું બધુ જ મળી જશે. સોશિયલ મીડિયાનો જેટલો સારો ઉપયોગ થાય છે તેના કરતા વધુ ખરાબ ઉપયોગ થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા એક ટીવી એક્ટ્રેસ (TV Actress) નો બાથરૂમનો વીડિયો વાયરલ (Bathroom Video Viral) થયો હતો, જોકે બાદમાં જાણ થઇ કે તે એક સ્ટંટ (Stunt) હતો. પણ તાજેતરમાં એક અશ્લીલ વીડિયો વાયરલ (Obscene Video Viral) થયો છે, જેને લઇને ખળભળાટ મચી ગયો છે.
મરાઠી ટીવી એક્ટ્રેસનો અશ્લીલ વીડિયો વાયરલ
મળી રહેલી માહિતી અનુસાર, એક ટીવી એક્ટ્રેસ (TV Acress) નો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ કેસ વારાણસીના ચોક વિસ્તારમાં આવેલી એક હોટલનો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ એક્ટ્રેસ મરાઠી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. આ અશ્લીલ વીડિયો જાહેર થયા પછી, મુંબઈ પોલીસે હોટલ સંચાલકને નોટિસ મોકલી અને જવાબ માંગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મરાઠી ટીવી એક્ટ્રેસ મુંબઈના ગોરેગાંવમાં રહે છે અને તે અનેક ટીવી શોમાં કામ કરી ચૂકી છે. વારાણસીના એક હોટલમાંથી આ અભિનેત્રીનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. એવું કહેવાય છે કે આ વીડિયો વાયરલ કરવા માટે હોટલના Wi-Fi નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજી સુધી એ જાણવામાં આવ્યું નથી કે આ કરતૂત હોટલના મહેમાનની છે કે હોટલના કર્મચારીની. હોટલમાંથી વીડિયો લીક થયા પછી, અભિનેત્રીએ તરત જ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- TV અભિનેત્રીનો અશ્લીલ વીડિયો વાયરલ
- હોટલ સંચાલકને ફટકારી નોટિસ
- અશ્લીલ વીડિયો મામલામાં હોટલ સામે કાર્યવાહી#TVActress #MarathiTVActress #ViralVideo #ObsceneVideoViral #Hotel #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 29, 2024
પૈસા કમાવવાની સલાહ આપી
આ વીડિયો 2023માં વાયરલ થયો હતો. એવી શંકા છે કે 2023માં, એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને, Renown એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ઘરે બેસીને પૈસા કમાવાની સલાહ આપી હતી. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, આ એક્ટ્રેસે પોતાની એક ID પણ બનાવી, જ્યાં એક યુવકએ તેનાં કમાણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. 13 જાન્યુઆરીએ, આ એક્ટ્રેસને કોઈ અજાણ્યા ઈન્સ્ટાગ્રામ ID પરથી મેસેજ મળ્યો કે તેનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ પછી, તે વ્યક્તિએ એક્ટ્રેસને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
સતત ધમકી આપી
વીડિયો વાયરલ કરવાની સતત ધમકી મળી રહી હોવાથી, એક્ટ્રેસે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ એક્ટ્રેસનો અશ્લીલ વીડિયો વારાણસીના ચોકમાં આવેલી હોટલના Wi-Fi નો ઉપયોગ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ ખુલાસા પછી, મુંબઈના બાંગુર નગર એસ.આર. પોલીસ સ્ટેશન દ્વારા હોટલ સંચાલકને નોટિસ મોકલવામાં આવી છે અને આ મુદ્દે યોગ્ય જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: રસ્તા પર અચાનક યુવતીએ પોતાના તમામ કપડા ઉતારી દીધા, NUDE થઇને પછી...