હવે MCD માં ચાલશે AAP નું રાજ! મહેશ ખીંચી બન્યા દિલ્હીના નવા મેયર
- મહેશ ખીંચી બન્યા MCD ના નવા મેયર, શૈલી ઓબરોયની લેશે જગ્યા
- AAP ના મહેશ ખીંચી MCD માં બન્યા મેયર, 3 મતથી ભાજપને હરાવ્યું
- શૈલી ઓબરોયને બદલીને કરોલબાગના દેવનગરના કોર્પોરેટર મહેશ ખીંચી બન્યા મેયર
- MCD માં આમ આદમી પાર્ટીનો ફરીથી વિજય, મહેશ ખીંચી બન્યા મેયર
MCD Mayor Election Result : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માટે આજના દિવસે મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં મુખ્યરીતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ટક્કર જોવા મળી હતી. હવે આ ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમા મેયર પદ માટે આમ આદમી પાર્ટી (AAP) ના મહેશ ખીંચીએ વિજય મેળવ્યો છે. તેમણે ભાજપ ઉમેદવાર કિશન લાલને 3 મતથી હરાવ્યા છે. કુલ 265 મતોમાંથી 2 મત અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે માન્ય 263 મતમાંથી મહેશ ખીંચીને 133 મત મળ્યા અને કિશનલાલને 130 મત મળ્યા હતા. આ પરિણામ બાદ MCD માં હવે AAP નું રાજ જોવા મળશે.
મેયર શૈલી ઓબરોયની જગ્યા લેશે મહેશ ખીંચી
શૈલી ઓબરોય બાદ હવે કરોલબાગના દેવનગરના કોર્પોરેટર મહેશ ખીંચી MCD પદ સંભાળશે. અત્યાર સુધી હાજર મેયર શૈલી ઓબરોય એક્સટેંશન પર હતા. એપ્રીલ 2024 માં મહાપૌરની ચૂંટણી સમયે BJP અને AAP ઉમેદવારોની જાહેરાત કરી હતી, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર નિશ્ચિત કરનારી ફાઇલ તેમ કહીને પરત મોકલી આપવામાં આવી કે, CM નું રેકમેન્ડેશન નથી. નવા મેયરની પસંદગી સુધી હાજર મેયરને પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
MCD માં ચાલશે AAPનું રાજ!
MCD માં એકવાર ફરીથી આમ આદમી પાર્ટીના મેયર બન્યા છે. આમ આમદી પાર્ટી ઉમેદવાર મહેશ ખીંચી ચૂંટણી જીતીને મેયર બની ગયા છે. તેમણે ભાજપ ઉમેદવાર કિશન લાલને 3 મતથી હરાવ્યા છે. ગુરૂવારે દિલ્હી નગર નિગમના મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી થઇ હતી. મેયર પદ માટે કૂલ 265 મત પડ્યાં. જેમાંથી 2 મત અમાન્ય ઠેરવાયા હતા. જ્યારે 263 મતમાંથી આપ ઉમેદવાર મહેશ ખીંચીને 133 મત મળ્યા અને ભાજપ ઉમેદવાર કિશનલાલને 130 મત મળ્યા.
#WATCH | AAP's Mahesh Kumar Khichi elected as Delhi's new mayor
Visuals from the Delhi's Civic Centre pic.twitter.com/0YrvwTeole
— ANI (@ANI) November 14, 2024
મહેશ ખીંચી એમસીડી મેયર પદ સંભાળશે
શૈલી ઓબરોય બાદ હવે કરેલબાગના દેવનગરથી પાર્ષદ મહેશ ખીંચી એમસીડી મેયર પદ સંભાળશે. અત્યાર સુધી હાલમાં મેર શૈલી ઓબરોય એક્સટેંશન પર હતા. એપ્રીલ 2024 માં મહાપૌર ચૂંટણી સમયે ભાજપ અને આપ ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા. જો કે પીઠાસીન અધિકારી નિશ્ચિત કરનારી ફાઇલ તેમ કહીને પરદ કરી દીધી કે ફાઇલમાં CM નું રેકમેન્ડેશન નથી.
આ પણ વાંચો: Prayagraj Movement : વિદ્યાર્થીઓના આંદોલનની થઇ જીત! UPPSC એ ઉમેદવારોની માંગ સ્વીકારી


