Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

હવે બાંગ્લાદેશ ખુદને માને છે પૂર્વ પાકિસ્તાન, ભારત સામે 'THREE FRONT WAR'ની સ્થિતિનો ખતરો?

બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન બાદ ભારત માટે સુરક્ષાના પડકારો વધ્યા છે. દ. એશિયાના મામલાઓના નિષ્ણાત સુશાંત સરીન મુજબ, બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથે સંરક્ષણ કરારો કરી રહ્યું છે, જે ભારત માટે 'થ્રી-ફ્રન્ટ વૉર' (ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ) જેવી સ્થિતિ સર્જી શકે છે. હિંદુઓ પર હિંસા અને પાકિસ્તાની પ્રભાવ વધતા ભારતની પૂર્વીય સરહદો પર વ્યૂહાત્મક જોખમ ઊભું થયું છે.
હવે બાંગ્લાદેશ ખુદને માને છે પૂર્વ પાકિસ્તાન  ભારત સામે  three front war ની સ્થિતિનો ખતરો
Advertisement

.પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે ડિફેન્સ ડીલની મોટી શક્યતા

.પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશ કોઈપણ સમયે પહોંચી શકે: સરીન

.પાકિસ્તાની જહાજો બાંગ્લાદેશ પોર્ટ્સ પર 1971 પછી લાંગર્યા

નવી દિલ્હી: બાંગ્લાદેશ ખુદને પૂર્વ પાકિસ્તાન તરીકે જોઈ રહ્યું છે અને ઈસ્લામિક દેશ પાકિસ્તાન સાથે જોડાયેલા પોતાના જૂના મૂળિયાને શોધી રહ્યું છે. વિદેશ નીતિ અને ખાસ કરીને દક્ષિણ એશિયાના મામલાઓના જાણકાર સુશાંત સરીને આ વાત કહી છે.

Advertisement

THREE FRONT WARની સ્થિતિ ટાળવા અત્યારથી જાગવું પડે

તેના પરથી અત્યાર સુધી બાંગ્લાદેશની ભારત તરફી વિદેશ નીતિના કારણે આપણા દેશને માત્ર પાકિસ્તાન અને ચીન સરહદોથી ટુ ફ્રન્ટ વૉરની સ્થિતિ સામે લડવાની તૈયારી રાખવાનો વ્યૂહાત્મક પડકાર હતો. પણ જો બાંગ્લાદેશ ખુદને પૂર્વ પાકિસ્તાન તરીકે માનીને પાકિસ્તાન સાથે કોઈ ડિફેન્સ ડીલ કરે છે અથવા 1971ની પહેલાની જેમ પાકિસ્તાન સાથે કોઈ સ્થાયી જોડાણ કરે છે, તો ભારતના પશ્ચિમ મોરચાની જેમ પૂર્વીય સરહદો પર પણ રણનીતિક જોખમની સ્થિતિ પેદા થઈ શકે છે.

Advertisement

આમ પણ બાંગ્લાદેશમાં જ્યારથી છાત્ર નેતાઓએ આંદોલન થકી શેખ હસીનાની આવામી લીગની સરકારને હટાવી છે, ત્યારથી ભારત અને હિંદુ વિરોધી સૂર તીવ્ર બન્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓને નિશાન બનાવીને થઈ રહેલી હિંસા તેનો પહેલો તબક્કો છે. બાંગ્લાદેશના છાત્ર નેતા ગ્રેટર બાંગ્લાદેશમાં ઈશાન ભારતના સાત રાજ્યો, બંગાળ, ઓડિશા સહીતના મોટા પ્રદેશને દર્શાવતો નક્શો રજૂ કરી ચુક્યા છે.

આ સિવાય બાંગ્લાદેશમાં જ્યારથી મુહમ્મદ યૂનુસની વચગાળાની સરકાર સત્તામાં આવી છે, ત્યારથી પાકિસ્તાનના ઉચ્ચસ્તરીય નેતાઓ અને સૈન્યાધિકારીઓ ઢાકાની મુલાકાત લઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં હાલ ઢાકા સંપૂર્ણપણે પાકિસ્તાનના પ્રભાવમાં હોવાનું માનવામાં આવે છે. આ સિવાય લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ સહીતના અન્ય આતંકી-કટ્ટરવાદી સંગઠનોના કટ્ટરપંથી મૌલાનાઓની બાંગ્લાદેશ મુલાકાતમાં પણ વધારો થયો છે. જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશનો પણ પ્રભાવ વધ્યો છે. આ તમામ સંકેત છે કે બાંગ્લાદેશ સંપૂર્ણપણે પાકિસ્તાનના ઓછાયા હેઠળ આવી ચુક્યું છે.

એએનઆઈ સાથેની વાતચીતમાં દક્ષિણ એશિયાના મામલાઓના જાણકાર સુશાંત સરીને કહ્યુ છે કે બાંગ્લાદેશ હાલ પોતાના પાકિસ્તાની મૂળિયાને ફરીથી શોધી રહ્યું છે. ત્યાં કોઈ કાયદેસરની સત્તા નથી,જેની પાસે શક્તિ છે, તેઓ પાકિસ્તાનના ખિસ્સામાં છે. હાલ બાંગ્લાદેશની સત્તામાં બેઠેલા લોકો ખુદને પૂર્વ પાકિસ્તાન માનીને ચાલી રહ્યા છે, તે સમયગાળાના મૂળિયા શોધી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાન તરફથી આદેશ અપાઈ રહ્યા છે કે બાંગ્લાદેશે શું કરવું જોઈએ અને શું નહીં?

સુશાંત સરીનનું કહેવું છે કે 1971 બાદ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ડિફેન્સ ડીલ થઈ રહી છે. પાકિસ્તાની સેના સાથે જોડાયેલા બાંગ્લાદેશના સરકારી કાર્યાલયોમાં બેઠેલા છે ને આદેશ આપી રહ્યા છે કે શું કરવામાં આવે. પરિસ્થિતિ એવી છે કે ક્યારેય પણ પાકિસ્તાની સૈનિકો પણ બાંગ્લાદેશ પહોંચી શકે છે. ડિફેન્સ ડીલ હેઠળ એવું થઈ શકે છે અને પાકિસ્તાન ચાહે છે કે બાંગ્લાદેશને ભારતની વિરુદ્ધ ઉભું કરી દેવામાં આવે. ભારતે બાંગ્લાદેશને લઈને ફરીથી નીતિગત વિચારણા હાથ ધરવી પડશે.

સુશાંત સરીને કહ્યુ છે કે બાંગ્લાદેશ સંદર્ભે ભારત જે પણ પગલા ઉઠાવે છે, તેનો મતલબ છે અને રણનીતિક મહત્વ હોય છે. પરંતુ હું ઘણીવાર વિચારું છું કે ભારત જે પ્રકારે શાંત છે, તે રણનીતિક સાવધાની છે અથવા પછી પેરાલિસિસ છે. આપણે કેટલીક બાબતો કરવાની જરૂરત છે, જે ભારત માટે ભવિષ્યમાં એક શીખ બને. આ સિવાય ભારતના પાડોશી દેશો અને દુનિયાભરને પણ એક સંદેશ જાય. તેમણે કહ્યુ છે કે બાંગ્લાદેશમાં જે કંઈ થઈ રહ્યું છે, તે સામાન્ય નથી. ભીષણ હિંસા થાય છે અને હિંદુ સમુદાયના એક યુવકને લટકાવી બાળી નાખવામાં આવે છે. આ એવી બાબત છે, જે જણાવી રહી છે કે બાંગ્લાદેશની શું સ્થિતિ છે અને ત્યાં શું થઈ રહ્યું છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે કોઈપણ સમયે ડિફેન્સ ડીલની શક્યતા

મહત્વપૂર્ણ છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સતત સંબંધો મજબૂત થઈ રહ્યા છે. બાંગ્લાદેશની સત્તા પર કાબિજ મુહમ્મદ યૂનુસના કાર્યકાળમાં પાકિસ્તાની સૈન્યાધિકરીઓ સતત ઢાકાની મુલાકાત લઈ રહ્યા છે. તેના સિવાય ડિફેન્સ ડીલ પણ કરાઈ રહ છે. પહેલીવાર પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશના પોર્ટ્સ પર પહોંચ્યાછે. આવી સ્થિતિ ભારત માટે ચિંતાજનક છે અને એલર્ટ કરનારી છે. ત્યાં સુધી કે 1971ના યુદ્ધને લઈને પહેલીવાર બાંગ્લાદેશે સવાલ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે અમારી મદદને કારણે જ પાકિસ્તાન પર ભારતને જીત પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચો:ભારત સાથે તણાવ વધારી રહેલા બાંગ્લાદેશને રશિયાની સલાહ, 1971ને યાદ કરો

Tags :
Advertisement

.

×