Ajit Doval નું યુવાનોને પ્રેરિત કરતું સંબોધન , ઇતિહાસના અપમાનનો બદલો 'વિકસિત ભારત' બનાવીને લો!
નવી દિલ્હીમાં 'વિકસિત ભારત યુવા નેતા સંવાદ'માં NSA અજિત ડોભાલે યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારતે આઝાદી માટે ભારે કિંમત ચૂકવી છે અને પૂર્વજોએ અનેક અપમાન સહન કર્યા છે. ડોભાલે કહ્યું કે ઇતિહાસનો સાચો 'બદલો' ભારતને ફરીથી તેના મૂલ્યો અને અધિકારો પર આધારિત મહાન રાષ્ટ્ર બનાવવામાં છે. તેમણે ચેતવણી આપી કે સુરક્ષા પ્રત્યેની બેદરકારી અને ઇતિહાસના પાઠ ભૂલવા એ દેશ માટે મોટી દુર્ઘટના બની શકે છે.
Advertisement
- ભારતના NSAએ Ajit Doval આપ્યું મોટું નિવેદન
- ભારતને આઝાદી મળી છે મોટી કિંમત ચૂકવીને : ડોભાલ
- યુવાનો ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રના નિર્માણમાં જોડાય : ડોભાલ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે શુક્રવારે 'વિકસિત ભારત યુવા નેતા સંવાદ' (VBYLD 2026) ના ઉદ્ઘાટન પ્રસંગે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવતું મહત્વનું સંબોધન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારતને આઝાદી ખૂબ મોટી કિંમત ચૂકવીને મળી છે અને હવે સમય આવી ગયો છે કે યુવાનો ઇતિહાસમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રના પુનર્નિર્માણમાં જોડાય.

