ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

odisha : ભૂતપૂર્વ CM નવીન પટનાયકની અચાનક તબિયત લથડી

odisha : ઓડિશામાં (odisha)બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા નવીન પટનાયક(Naveen Patnaik)ની અચાનક તબિયત લથડી હતી. તેઓને ડિહાઇડ્રેશનની ફરિયાદ થતા SUM હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની હાલત સ્થિર જણાવવામાં આવી છે. નવીન પટનાયકને સાંજે દાખલ કરવામાં...
07:32 PM Aug 18, 2025 IST | Hiren Dave
odisha : ઓડિશામાં (odisha)બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા નવીન પટનાયક(Naveen Patnaik)ની અચાનક તબિયત લથડી હતી. તેઓને ડિહાઇડ્રેશનની ફરિયાદ થતા SUM હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની હાલત સ્થિર જણાવવામાં આવી છે. નવીન પટનાયકને સાંજે દાખલ કરવામાં...
Naveen Patnaik,

odisha : ઓડિશામાં (odisha)બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા નવીન પટનાયક(Naveen Patnaik)ની અચાનક તબિયત લથડી હતી. તેઓને ડિહાઇડ્રેશનની ફરિયાદ થતા SUM હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની હાલત સ્થિર જણાવવામાં આવી છે. નવીન પટનાયકને સાંજે દાખલ કરવામાં આવ્યા હતા.

સ્વાસ્થ્યમાં થયો સુધાર

બીજુ જનતા દળના નેતાઓએ જણાવ્યુ હતુ કે, 78 વર્ષીય ઓડિશાના ભૂતપૂર્વ સીએમ નવીન પટનાયકે બેચેની અંગે ફરિયાદ કરી હતી. નિર્જલીકરણના કારણે ભુવનેશ્વરના એસયૂએમ અલ્ટીમેટ મેડિકેયરમાં સારવાર અપાઇ રહી છે. જે બાદ તબીબો તેમના નિવાસ સ્થાન પર આવ્યા હતા. અહીં તેમને પ્રાથમિક ઉપચાર આપ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પાર્ટીના નેતા અને કાર્યકરોએ તેમની જલદી જ સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. નવીન પટાનાયકે થોડા સમય પહેલા સ્પાઇનલ સર્જરી કરી હતી. તેમને સર્વાઇકલ આર્થરાઇટિસની સમસ્યા હતી. જેને લઇને તેમની સર્જરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની ગેરહાજરીમાં કામકાજ સંભાળવા માટે 15 સભ્યોની સમિતી રચવામાં આવી હતી. જેની અધ્યક્ષતા પાર્ટીના ઉપાધ્યક્ષ દેવી પ્રસાદ મિશ્રાએ કરી હતી.

આ પણ  વાંચો -Modi-Putin Call : ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પુતિને PM મોદીને લગાવ્યો ફોન, જાણો શું થઈ વાતચીત

રાજનેતાની સાથે લેખક પણ છે નવીન પટનાયક

નવીન પટનાયક ઓડિશાના લોકપ્રિય નેતા છે. તેમની કાર્ય પદ્ધતિ સૌ કોઇને આકર્ષિત કરે છે. બીજુ જનતા દળના તેઓ અધ્યક્ષ છે. વર્ષ 2000થી સતત તેઓ ઓડિશાના સીએમ તરીકે કાર્યરત રહ્યા છે. સૌથી લાંબા સમય સુધી સીએમ તરીકે સેવા આપનારા સીએમમાં તેમની ગણતરી કરવામાં આવે છે. તેમનો જન્મ 16 ઓક્ટોબર 1946ના રોજ કટકમાં થયો હતો. તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓડિશાના દિગ્ગજ નેતા બીજૂ પટનાયકના પુત્ર છે. નવીન પટનાયક સારા રાજનેતાની સાથે યોગ્ય લેખક પણ છે. તેઓએ અંગ્રેજીમાં પુસ્તકો પણ લખ્યા છે.

આ પણ  વાંચો -PM મોદીના નિવાસસ્થાને યોજાશે મહત્વની બેઠક, 7 કેન્દ્રીય મંત્રીઓ રહેશે હાજર!

નવીન પટનાયક 24 વર્ષથી મુખ્યમંત્રી છે

ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના બીજુ જનતા દળને મોટો ફટકો પડ્યો છે. નવીન પટનાયક છેલ્લા 24 વર્ષમાં એક પણ ચૂંટણી હાર્યા નથી. જોકે, આ વખતે તેમને તેમની વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો. તેમણે ઓડિશાની હિંજીલી અને કાંટાબંજી બેઠકો પરથી ચૂંટણી લડી હતી. તેમણે હિંજીલી બેઠક જીતી હતી. તેઓ કાંટાબંજી બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.

Tags :
BJDbreaking newsHospitalNaveen PatnaikOdisha
Next Article