Odisha Heavy Rain: ક્યોંઝરમાં ભૂસ્ખલન, માટીમાં દટાવાથી 3 શ્રમિકના મોત
- ઓડિશામાં વરસાદે તબાહી મચાવી
- ક્યોઝરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન
- માટીમાં દબાઇ જવાથી 3 શ્રમિકોના મોત
Odisha Heavy Rain : ઓડિશામાં વરસાદે (Odisha Heavy Rain)તબાહી મચાવી છે. ક્યોઝરમાં (Keonjhar)ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયુ છે. જેમાં માટીમાં દબાઇ જવાથી 3 શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલન મંગળવારે સાંજ થયુ હતું.
બિચાકુંડી ક્ષેત્રમાં મૂશળધાર વરસાદ
મહત્વનું છે કે ક્યોઝર જિલ્લામાં બિચાકુંડી ક્ષેત્રમાં કેટલાક દિવસોથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ કારણે અહીંની આસપાસ ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી હતી.આ ભૂસ્ખ્લનમાં માટીમાં દબાઇ જવાથી જીવ ગુમાવનારા શ્રમિકોની ઓળખ બિચાકુંડી ક્ષેત્રના ગુરુ ચંપિયા, સંદીપ મુર્તી અને કાંદે મુંડા તરીકે થઇ છે. ત્રણેય શ્રમિકો સ્થાનિક છે. તેઓ ઘટના સ્થળ પર મેંગનીઝ ખનનનું કામ કરી રહ્યા હતા.
આ પણ વાંચો -National Herald Case: 2000 કરોડની મિલકત હડપવાનું કાવતરું, સોનિયા-રાહુલ ગાંધી પર EDનો મોટો આરોપ
રેસક્યુ ઓપરેશન શરૂ કર્યુ
આ માઇનિંગ બૈતરણી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં થઇ રહી હતી. ભારે વરસાદને કારણે પથ્થરોના નાના નાના ટુકડા અને માટી વહેવા લાગી જેમાં નીચે કામ કરી રહેલા શ્રમિકો દબાઇ ગયા. સૂચના મળતા જ પોલીસની રેસ્ક્યૂની ટીમ પહોંચી અને રેસક્યુ ઓપરેશન શરૂ કર્યુ. બચાવ કામગીરી દરમિયાન 3 શ્રમિકોના મૃતદેહ મળ્યા.
આ પણ વાંચો -Cab Fare Rules : પીક અવર્સમાં ચૂકવવું પડશે બમણું ભાડું, કેન્દ્ર સરકારે કેબ કંપનીઓને આપી મોટી છૂટ
મૃતકોના પરિવારજનોને જાણ કરી
અકસ્માતની માહિતી મળતા જ જોડા પોલીસ સ્ટેશન અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળને ઘેરી લીધું છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ અને વન વિભાગની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આ દુ:ખદ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.


