Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજમાં ભીષણ આગ, ICUમાં રહેલા 10 દર્દીઓના મોત
- Odisha Hospital Fire: કટકની SCB હોસ્પિટલમાં મધરાતે અગ્નિકાંડ
- ICU માં રહેલા 10 દર્દીઓના કરૂણ મોત
- શોર્ટ સર્કિટને કારણે ટ્રોમા સેન્ટરમાં 10થી વધારે લોકોના મોત
- ધગધગતા ધુમાડામાં ગૂંગળાયા દર્દીઓ,હોસ્પિટલના 2 સ્ટાફ સભ્યો પણ ગંભીર ઇજાગ્રસ્ત
Odisha Hospital Fire: ઓડિશા (Odisha) ના કટકમાં આવેલી પ્રતિષ્ઠિત SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (SCB Medical College and Hospital) માં સોમવારે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. હોસ્પિટલના ટ્રોમા કેર ICU (Trauma Care ICU) વોર્ડમાં અચાનક આગ ફાટી નીકળતા સારવાર લઈ રહેલા 10 દર્દીઓના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Odisha Hospital Fire: વહેલી સવારે સર્જાઈ દુર્ઘટના
સોમવારની વહેલી સવારે આશરે 3 વાગ્યાના સુમારે મેડિસિન વિભાગના પહેલા માળે આવેલા ICUમાં આગ લાગી હતી. જોતજોતામાં આખો વોર્ડ કાળા ધુમાડાથી ભરાઈ ગયો હતો. તે સમયે વોર્ડમાં કુલ 23 દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાંથી મોટાભાગના દર્દીઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ (Life Support System) પર હતા.
જો કે બચાવ કામગીરી શરૂ થાય તે પહેલાં જ 7 દર્દીઓના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય 3 દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ સમગ્ર ઘટનમાં 5 દર્દીઓ અને હોસ્પિટલના 2 સ્ટાફ સભ્યો ગંભીર રીતે દાઝ્યા છે, જેમને અન્ય ICUમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Odisha Chief Minister Mohan Charan Majhi visited S.C.B. Medical College and Hospital in Cuttack this morning and held a discussion with the hospital authorities and Police officers. A fire broke out in the Trauma Care ICU here.
(Pics: Odisha CMO) https://t.co/o3FurMyuwV pic.twitter.com/auguQlaQbS
— ANI (@ANI) March 16, 2026
મુખ્યમંત્રી દ્વારા આર્થિક સહાયની જાહેરાત (Government Response)
ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી મોહન માઝી (CM Mohan Majhi) એ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મૃતકોના પરિવારોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય (Compensation) આપવામાં આવશે. આગ લાગવાના કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ (High-level Enquiry) ના આદેશ અપાયા છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી પ્રોટોકોલ (Fire Safety Protocol) ના ઉલ્લંઘન અંગે તપાસ કરવામાં આવશે.
આગનું સંભવિત કારણ (Cause of Fire)
પ્રાથમિક તપાસ મુજબ, ICU માં લાગેલી આગનું કારણ એર કન્ડીશનીંગ (Air Conditioning) સિસ્ટમમાં થયેલું શોર્ટ સર્કિટ (Short Circuit) અથવા તબીબી સાધનોમાં ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Odisha Storm: ઓડિશામાં ભયંકર વાવાઝોડું, 2ના મોત, 200થી વધુ ઘર ધરાશાયી થતા ભારે તબાહી


