Odisha : નકસલવાદીઓએ વિસ્ફોટકો ભરેલી ટ્રક લૂંટી લેતા ચકચાર મચી ગઈ, 2 રાજ્યોની પોલીસ એલર્ટ મોડ પર
- નકસલવાદીઓએ આજે વિસ્ફોટકો ભરેલ ટ્રક લૂંટી લીધી છે
- Odisha ના રાઉરકેલામાં નકસલવાદીઓ ત્રાટક્યા
- ટ્રક લૂંટીને સારંડાના ગાઢ જંગલમાં ભાગી છુટ્યા છે
Odisha : રાઉરકેલામાં નકસલવાદીઓ (Naxalites) ત્રાટ્ક્યા અને દોઢ ટન જેટલા વિસ્ફોટકોથી ભરેલ ટ્રક લૂંટી ગયા છે. નકસલવાદીઓ આ ટ્રકને લૂંટીને સારંડના ગાઢ જંગલ (Dense forest of Saranda) માં ભાગી છુટ્યા છે. નકસલવાદીઓએ ટ્રક લૂંટી અને ડ્રાયવરને બંધક બનાવી લીધો છે. આ ઘટના રાઉરકેલાના કેબલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટી છે. નકસલવાદીઓએ કરેલા હુમલાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
નકસલવાદીઓ ત્રાટક્યા
ઓડિશાના રાઉરકેલામાં નકસલવાદીઓએ ફરીથી માથું ઉંચક્યું છે. નકસલવાદીઓએ દોઢ ટન જેટલા વિસ્ફોટકોથી ભરેલ ટ્રક લૂંટી ગયા છે. નકસલવાદીઓ આ ટ્રકને લૂંટીને સારંડના ગાઢ જંગલમાં ભાગી છુટ્યા છે. નકસલવાદીઓએ ટ્રક લૂંટી અને ડ્રાયવરને બંધક બનાવી લીધો છે. લૂંટાયેલ ટ્રક કેબલંગ પોલીસ સ્ટેશન (Cablang police station) વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી. આ ઘટના બાદ ઓડિશા સહિત ઝારખંડ પોલીસ પણ એલર્ટમોડ પર છે.
આ પણ વાંચોઃ YouTubers અને Bloggers પર કડક કાર્યવાહી! રેલવે સ્ટેશન પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ
ભારત સરકાર ઝડપથી ખતમ રહી છે નક્સલવાદ
ઉલ્લેખનીય છે કે, ભારતના છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના ભાગોમાં નકસલવાદ વકરી ગયો હતો. તાજેતરના વર્ષોમાં ભારત સરકાર નક્સલવાદને ખતમ કરવા મોટા મોટા ઓપરેશન હાથ ધરી રહી છે. જેમાં ઘણા મોટા નક્સલવાદી કમાન્ડરો માર્યા ગયા છે અથવા આત્મસમર્પણ કર્યુ છે. 21 મે 2025 ના રોજ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં એક મોટા એન્કાઉન્ટરમાં નક્સલવાદી સંગઠન સીપીઆઈ (માઓવાદી) ના મહાસચિવ, નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ (Basavaraju) માર્યો ગયો હતો. જેના પર કુલ 10 કરોડ રૂપિયાનું ઈનામ હતું. આમ, ભારત સરકારના પ્રયત્નોથી નક્સલવાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાંથી નકસલવાદને વર્ષ 2026 સુધી નાબૂદ કરવાનું મિશન હાથ ધર્યુ છે. તે સંદર્ભે અનેક ઓપરેશન પણ ચાલી રહ્યા છે.
STORY | Suspected Maoists loot truckload of explosives in Odisha's Sundergarh
READ: https://t.co/xk1Rynk3eG pic.twitter.com/kXVmE5paia
— Press Trust of India (@PTI_News) May 28, 2025
આ પણ વાંચોઃ કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં SIT એ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો, આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી