Odisha Plane Crash : ઓડિશામાં પ્લેન પટકાયું, હવામાંથી સીધું જમીન પર આવતા મચી ચીસાચીસ!
- ઓડિશામાં 9 સીટર વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત
- ઈન્ડિયા વન એરનું ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત
- ઓડિશાના રાઉરકેલામાં પ્લેન ક્રેશની ઘટના
- વિમાનમાં પાયલટ સમેત 7 લોકો હતા સવાર
- તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઈ જવાયા
Odisha Plane Crash : ઓડિશાના રાઉરકેલાથી ભુવનેશ્વર જઈ રહેલું એક 9-સીટર ચાર્ટર્ડ વિમાન શનિવારે બપોરે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન 'ઈન્ડિયા વન એર' કંપનીનું હતું, જેણે રાઉરકેલા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જોકે, ટેક-ઓફના માત્ર 10-15 કિલોમીટરના અંતરે જ વિમાન કોઈ ટેકનિકલ ખામીને કારણે અકસ્માતનો શિકાર બન્યું હતું. રાહતની વાત એ છે કે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Odisha Plane Crash : પ્લેનમાં સવાર 6 લોકોનો ચમત્કારિક બચાવ
વિમાનમાં બે પાયલટ અને ચાર મુસાફરો મળીને કુલ 6 લોકો સવાર હતા. અકસ્માતમાં તમામ 6 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં કેપ્ટન નવીન કડંગા અને કેપ્ટન તરુણ શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે. ઘટનાના તુરંત બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી અને તમામ ઘાયલોને સુરક્ષિત બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
#WATCH | Odisha, Rourkela: A small private plane crashed at Kansar, Rourkela, in Sundargarh District, with people trapped inside. Upon receiving the information, fire units from Rourkela Fire Station and Panposh Fire Station were rushed to the scene for rescue efforts.
(Source:… https://t.co/wJeK4Ru8Vo pic.twitter.com/Ku6d0tob7e
— ANI (@ANI) January 10, 2026
Odisha Plane Crash : જાલદા પાસે વિમાનનું ક્રેશ લેન્ડિંગ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાને કટોકટીની સ્થિતિમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જાલદા નજીક તે ખૂબ જ ઝડપથી નીચે તરફ પટકાયું હતું. વિમાન પટકાતાની સાથે જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી.
બચાવ કામગીરી અને તપાસનો ધમધમાટ
દુર્ઘટનાની જાણ થતા જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કમાન્ડ સેન્ટર દ્વારા બચાવ કાર્યનું સંકલન કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ત્રણ ટીમોએ પોલીસ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને વિમાનને સુરક્ષિત કર્યું હતું અને સંભવિત આગની ઘટનાને ટાળી હતી.
અકસ્માતનું કારણ હજુ અકબંધ
આ ચાર્ટર્ડ વિમાન બપોરે 1:15 વાગ્યે રાઉરકેલા પહોંચવાનું હતું, પરંતુ તે પહેલા જ આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં નાગરિક ઉડ્ડયન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ પ્રાદેશિક વિમાન સેવાઓની સુરક્ષા (Aviation Safety) અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : Punjab : હોશિયારપુરમાં બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત


