ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એકવાર ફરી PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી!

મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેસેજ રાજસ્થાનના અજમેરથી મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં ISI એજન્ટો અને બોમ્બ બ્લાસ્ટની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને એલર્ટ પર છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે ધમકી મોકલનાર વ્યક્તિ માનસિક રીતે પરેશાન અથવા દારૂના નશામાં હોઈ શકે છે.
06:51 PM Dec 07, 2024 IST | Hardik Shah
મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેસેજ રાજસ્થાનના અજમેરથી મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં ISI એજન્ટો અને બોમ્બ બ્લાસ્ટની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને એલર્ટ પર છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે ધમકી મોકલનાર વ્યક્તિ માનસિક રીતે પરેશાન અથવા દારૂના નશામાં હોઈ શકે છે.
PM Narendra Modi Death Threat

PM Narendra Modi Death Threat : મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ શનિવારે મળ્યો હતો. આ મેસેજમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના બે એજન્ટો વડાપ્રધાન પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેસેજ મળતાની સાથે જ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, ધમકીભર્યો મેસેજ વહેલી સવારે મળ્યો હતો અને તપાસ દરમિયાન જાણ થઇ હતી કે, મેસેજ મોકલનારનો નંબર રાજસ્થાનના અજમેરનો છે. પોલીસની એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન જવા રવાના થઈ હતી.

ISI એજન્ટો દ્વારા કાવતરું ઘડાયાની આશંકા

ધમકીભર્યા મેસેજમાં PM મોદીને નિશાન બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, મેસેજ મુજબ ISIના એજન્ટો વડાપ્રધાન પર બોમ્બ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, પોલીસનું માનવું છે કે મેસેજ મોકલનાર વ્યક્તિ દારૂના નશામાં અથવા માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે. આ મામલે ભારતીય ન્યાયિક સંહિતાની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. મુંબઈ પોલીસની હેલ્પલાઈન પર અગાઉ પણ આવા ધમકીભર્યા મેસેજ મળ્યા છે, જે સીરિયસ હોવાની શક્યતા ઓછી રહેતી હોય છે.

સલમાન ખાનને મળી ધમકીઓની વાત પણ સામે આવી

મહત્વનું છે કે, ધમકીભર્યા મેસેજનો વધુ એક મામલો અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલો છે. છેલ્લા 10 દિવસમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની 2 ધમકીઓ મળી છે. શનિવારે મળેલા મેસેજમાં બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માગવાની અને 5 કરોડ રૂપિયાનું દાન આપવાની શરત મૂકવામાં આવી હતી. આ ધમકીથી અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે કહ્યું કે, આ ધમકીઓ ગંભીર હોવાની શક્યતા ઓછી છે, પરંતુ તેને અવગણવી શક્ય નથી. સાયબર ક્રાઈમ ટીમ આ મેસેજ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે આ મેસેજ વાસ્તવમાં બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે કે પછી માત્ર મજાક તરીકે મોકલાયો છે.

આ પણ વાંચો:  'સામાન્ય લોકોની લૂંટ, કોર્પોરેટ્સને છૂટ!' રાહુલનો કેન્દ્ર સરકાર પર સીધો કટાક્ષ

Tags :
Ajmer Threat MessageAjmer-Origin Threat MessageBJPBomb Blast Plan AllegationFake Threat MessagesFIR Filed Against ThreatGujarat FirstHardik ShahISI Agents Bomb PlotISI Agents Mentioned in ThreatISI Involvement AllegedMental State of SuspectMumbai Police AlertMumbai Police AlertedMumbai Police received callMumbai Police received death treat callMumbai Traffic Police HelplineNarendra ModiNational Security Alertpm modiPM Modi Assassination PlotPM Modi Security Alertpm narendra modiPM Narendra Modi death threatPM Targeted in Threat MessagePolice Action on PM ThreatSecurity agencies on high alertThreat Investigation OngoingWhatsapp Death Threat
Next Article