ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'One Nation, One Election' બિલમાં વિલંબ! લોકસભામાં આજે રજૂ નહીં થાય

'One Nation, One Election' બિલમાં વિલંબ: લોકસભામાં આજે રજૂ નહીં થાય શિયાળુ સત્રમાં 'વન નેશન વન ઇલેક્શન' માટે માત્ર 4 દિવસનો સમય કેબિનેટની મંજૂરી બાદ સાંસદોને બિલની નકલ મોકલાઈ એક રાષ્ટ્ર, એક ચૂંટણી: ગિરિરાજ સિંહે પ્રસ્તાવને દેશના હિતમાં ગણાવ્યો...
09:34 AM Dec 16, 2024 IST | Hardik Shah
'One Nation, One Election' બિલમાં વિલંબ: લોકસભામાં આજે રજૂ નહીં થાય શિયાળુ સત્રમાં 'વન નેશન વન ઇલેક્શન' માટે માત્ર 4 દિવસનો સમય કેબિનેટની મંજૂરી બાદ સાંસદોને બિલની નકલ મોકલાઈ એક રાષ્ટ્ર, એક ચૂંટણી: ગિરિરાજ સિંહે પ્રસ્તાવને દેશના હિતમાં ગણાવ્યો...
one nation one election

One Nation One Election : 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' (વન નેશન, વન ઇલેક્શન) બિલ, જે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની એકસાથે ચૂંટણી યોજવા માટે પ્રસ્તાવિત છે, તે 16 ડિસેમ્બર, સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે નહીં. આ બિલ સંસદના સુધારેલા ટેબલમાં પણ સૂચિબદ્ધ નથી. વિલંબના કારણે હવે આ બિલને રજૂ કરવા માટે માત્ર 20 ડિસેમ્બર સુધીનો સમય બાકી છે, કારણ કે એ દિવસે સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થાય છે.

કેબિનેટમાંથી મંજૂરી મેળવીને સાંસદોને નકલ મોકલાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 12 ડિસેમ્બરના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે બે ડ્રાફ્ટ કાયદાને મંજૂરી આપી છે. પ્રથમ બિલ દેશભરમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓ માટે એકસાથે ચૂંટણી યોજવા માટેના બંધારણ સુધારાને લગતું છે. બીજું બિલ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી એકસાથે યોજવા માટે સંબંધિત છે. આ બિલની નકલ લોકસભાના તમામ સાંસદોને મોકલવામાં આવી છે, જેથી તેઓ તે અંગે અભ્યાસ કરી શકે. વન નેશન-વન ઇલેક્શનના પ્રસ્તાવ પર રાજકીય વર્તુળોમાં ભિન્ન પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલીક પાર્ટીઓ તેનું સમર્થન કરી રહી છે, તો કેટલીક તેનો વિરોધ કરી રહી છે.

ગિરિરાજ સિંહનું વન નેશન વન ઇલેક્શન પર નિવેદન

કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે આ પ્રસ્તાવની હિમાયત કરતાં જણાવ્યું કે, “‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ દેશના હિતમાં છે. તેનાથી વિકાસમાં કોઈ અવરોધ નહી આવે, તેમજ વહીવટ ખર્ચમાં ભારે ઘટાડો થશે અને નાણાંની બચત થશે.” તેઓએ આગળ કહ્યું કે, 1967 સુધી ભારતમાં 'વન નેશન, વન ઇલેક્શન' અમલમાં હતું, અને તે સમયે સંઘીય માળખા પર કોઈ નકારાત્મક અસર થઈ ન હોતી. તેમના મતે, “આ પ્રસ્તાવ દેશના વિકાસને વેગ આપશે અને સંઘીય માળખાને મજબૂત બનાવશે. જો કોઈ ફેરફાર જરૂરી હશે, તો તે બંધારણના અમલના આધારે કરવામાં આવશે.”

સંઘીય માળખાને નુકસાન થવાનો ભય : કોંગ્રેસ

મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ વન નેશન-વન ઇલેક્શન પ્રત્યે નકારાત્મક અભિપ્રાય આપતા જણાવ્યું કે, “આ દેશમાં સંઘીય માળખું છે, અને ભારત ઐતિહાસિક રીતે ક્યારેય એક જ એકમ તરીકે એકીકૃત રહ્યું નથી. ભારતને બ્રિટિશ શાસન અને મહાત્મા ગાંધીના આંદોલન દ્વારા એકીકૃત કરવામાં આવ્યું હતું.” તેમણે એવી ચિંતા વ્યક્ત કરી કે, આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને અત્યંત સત્તા આપવા અને એકપક્ષીય શાસન લાવવાના પ્રયાસરૂપ છે. તેમણે ઉમેર્યું, “આ પ્રસ્તાવ બંધારણમાં સ્થાન લઇ શકે તેમ નથી અને લોકો તેને સ્વીકારશે નહીં.”

આ પણ વાંચો: "One Nation, One Election" માટે સરકારનો ફરી પ્રયાસ! જાણો પડકારો અને સંભાવનાઓ વિશે

Tags :
Cabinet ApprovalCongress OppositionGiriraj Singh StatementGovernance EfficiencyGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shahlok-sabhaNational Developmentone nation one electionOne Nation One Election BillParliament BillPolitical Debate
Next Article