મહુઆ ભાભી માટે ઢાકામાં સાડીનો શૉ રુમ ખોલાવો: નિશિકાંત દુબેનો TMC MP પર કટાક્ષ
. Mahua Moitra એ નિશિકાંત દુબેની પત્ની દ્વારા ઢાકાઈ સાડીની શોધ કરવા બાબતે સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો
. Nishikant Dubey એ મહુઆને 'ભાભી' કહીને સંબોધ્યા અને ઢાકામાં તેમના નામે સાડીનું કેન્દ્ર ખોલાવવાની વ્યંગાત્મક સલાહ આપી
. બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુદ્દાઓ વચ્ચે હવે સાડીના મુદ્દે બંને દિગ્ગજ નેતાઓ આમને-સામને આવ્યા છે
Nishikant Dubey Mahua Moitra Saree Row: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો (West Bengal election results) બાદ ભાજપના સાંસદ નિશિકાંત દુબે (BJP MP Nishikant Dubey) અને ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા (TMC MP Mahua Moitra) વચ્ચે ફરી એકવાર વાકયુદ્ધ ચાલુ થયું છે. મોઈત્રાએ ભાજપના સાંસદ પર બાંગ્લાદેશી (Bangladeshi) ટીપ્પણીને લઈને પાખંડ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે નિશિકાંત દુબેએ વ્યંગાત્મક અંદાજમાં જામદાની સાડીની દુકાન (Jamdani saree shop)નો કટાક્ષ કરીને પલટવાર કર્યો છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા પર કટાક્ષ કર્યો છે. આ વખતે વાકયુદ્ધ કોઈ રાજકીય મુદ્દા પર નહીં, પરંતુ બાંગ્લાદેશી સાડીને લઈને થયું છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રાની એક જૂની પોસ્ટનો આકરો જવાબ આપ્યો છે. મહુઆ મોઈત્રાએ નિશિકાંત દુબેની પત્નીની સાડીને લઈને નામ લીધા વગર વાકપ્રહાર કર્યો હતો. નિશિકાંત દુબે પણ ક્યાં મોકો છોડવાના હતા, તેમણે પણ આ પોસ્ટ પર પલટવાર કર્યો છે.
આ પણ વાંચો : Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન
મહુઆ મોઈત્રાએ શું કહ્યું હતું?
ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ ત્રણ દિવસ પહેલા સોશયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક પોસ્ટ કરતા લખ્યું હતું કે ભાજપના પ્રોફેશનલ ઉદ્રવી સાંસદ અમને બાંગ્લાદેશી (Bangladeshi) અને રોહિંગ્યા (Rohingya) કહે છે, જ્યારે તેમના પત્ની તેમની સાતે બંગાળમાં ચૂંટણી પ્રચાર કરે છે અને લોકોને ફોન કરીને પુછે છે કે તેમને અસલી ઢાકાઈ જામદાની સાડીઓ (Dhakai Jamdani sarees) ક્યાં મળી શકે છે.ભાજપનો અસલી ચહેરો છે આ.
मैंने महुआ जी के इस ट्वीट पर गहन चिंतन किया । पिनाकी मिश्रा जी मेरे पुराने दोस्त हैं इसलिए महुआ मोइत्रा जी मेरी अब भाभी हैं,बंगाल में @AITCofficial के चुनाव हारने के बाद मैंने बांग्लादेश के नव नियुक्त राजदूत @DinTri जी से आग्रह किया है कि महुआ भाभी के लिए ढाका में जमदानी साडी का… pic.twitter.com/0WDuUE8evL
— Dr Nishikant Dubey (@nishikant_dubey) May 5, 2026
આ પણ વાંચો : જનાદેશનો અનાદર કરનારા મમતા બેનર્જીને West Bengal ના CMO માંથી તાત્કાલિક તગેડો
નિશિકાંત દુબે (Nishikant Dubey) નો પલટવાર
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે મેં મહુઆજીના આ ટ્વિટ પર ગહન ચિંતન કર્યું. પિનાકી મિશ્રાજી (Pinaki Misra ji) મારા જૂના મિત્ર છે, માટે મહુઆ મોઈત્રાજી મારા હવે ભાભી છે, બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના ચૂંટણી હાર્યા બાદ મેં બાંગ્લાદેશમાં નવનિયુક્ત રાજદૂતને આગ્રહ કર્યો છે કે મહુઆ ભાભી માટે ઢાકામાં જમદાની સાડીનો શૉ રુમ અથવા સાડી વણાટનું કેન્દ્ર ખોલાવી દે. કોઈને પણ કોઈને પુછવાની જરૂર નહીં પડે, સીધી મહુઆજીની દુકાનથી સાડી મળશે.
આ પણ વાંચો : Future of TMC after Bengal Election 2026: હવે મમતા બેનર્જીની TMC નું શું થશે?
મહુઆ મોઈત્રા (Mahua Moitra) કોણ છે?
મહુઆ મોઈત્રા અખિલ ભારતીય તૃણમૂલ કૉંગ્રેસના એક જાણીતા નેતા અને પૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે.
તેઓ પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર લોકસભા બેઠક પરથી ટીએમસીના સાંસદ છે. તેમણે 2019માં લોકસભાની ચૂંટણીમાં કૃષ્ણાનગર બેઠક પરથી જીત મેળવી હતી.
આના પહેલા 2016થી 2019 સુધી કરીમપુર મતવિસ્તારમાંથી તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહી ચુક્યા છે.
તેઓ સંસદમાં પોતાના આક્રમક અને જોશીલા ભાષણો માટે જાણીતા છે.
તેઓ મોટાભાગે સંસદમાં કેન્દ્ર સરકાર પર અલગ-અલગ સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકીય પ્રહારો કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : ઈટાલીના PM Giorgia Meloni ની નકલી 'નગ્ન' તસ્વીરો વાયરલ!


