Operation Sindhu: યુદ્ધ વચ્ચે ફસાયેલા 3,180 ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી
- ઈઝરાયેલ-ઈરાન જંગની વચ્ચે ભયંકર યુધ્ધ
- ભારતે ઓપરેશન સિંધુની શરૂઆત કરી
- ભારતીય નાગરિકોને સુરક્ષિત વતન વાપસી
Operation Sindhu : ઈઝરાયેલ-ઈરાન જંગની વચ્ચે ભારતે ઓપરેશન સિંધુની (Operation Sindhu)શરૂઆત કરી હતી. જેની હેઠળ 3,180 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમને કહ્યું કે અમારી સરકાર જરૂરિયાતના સમયે દરેક શક્ય મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઈરાનથી લાવવામાં આવેલી 11મી બેચ છે. ઈરાનથી બહાર કાઢવામાં આવેલા લોકોની કૂલ સંખ્યા 2580 છે.
ભારતીય નાગરિકોને વાયુસેનાના C-17 વિમાનથી પરત લવાયા
ત્યારે ઈઝરાયેલથી 3 ઉડાનોમાં 594 ભારતીય, 2 નેપાળી અને 4 શ્રીલંકન નાગરિકોને લાવવામાં આવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 3,180 ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ઓપરેશન સિંધુ 18 જૂન 2025એ શરૂ થયું હતું. જો વાત કરીએ તો આજે 292 ભારતીય નાગરિકોને ઈઝરાયેલથી લાવવામાં આવ્યા છે. આ ફ્લાઈટ 24 જૂને સવારે 3.30 વાગ્યે નવી દિલ્હી પહોંચી. ત્યારે ઈઝરાયેલથી 165 ભારતીય નાગરિકોને ભારતીય વાયુસેનાના C-17 વિમાનથી જોર્ડનના રસ્તાથી લાવવામાં આવ્યા. આ ફ્લાઈટ 24 જૂને સવારે 8.45 વાગ્યે દિલ્હી પહોંચી. આ સિવાય મંગળવારે બપોરે 268 ભારતીય નાગરિકોને લઈને ત્રીજું વિમાન પહોંચ્યું.
વિશેષ રાહત અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું
ઓપરેશન સિંધૂનો ઉદ્દેશ્ય ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે વધતા સૈન્ય તણાવના કારણે આ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે કાઢવા અને તેમને સ્વદેશ પરત લાવવાનો છે. આ વિશેષ રાહત અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેની હેઠળ ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય યુદ્ધવાળા વિસ્તારોમાંથી નાગરિકો, વિદ્યાર્થીઓ અને મજૂરોને સુરક્ષિત સ્થળો જેવા કે આર્મેનિયા, જોર્ડન કે અન્ય પડોશી દેશોના માધ્યમથી સુરક્ષિત ભારત લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.