Operation Sindoor 2 :ભારતે લાહોરમાં પાકિસ્તાનની એરડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી, સેનાના ડ્રોન હુમલાનો કહેર
- મધરાત્રે નાપાકે ભારત પર નિષ્ફળ હુમલાનો કર્યો પ્રયાસ
- ભારતના 15 કરતા વધુ સ્ટ્રેટેજી સ્થળ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ
- ભારતે પાકિસ્તાનની લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ ન્યૂટ્રલાઈઝ કરી
- PIB દિલ્હી દ્વારા ભારતની જવાબી કાર્યવાહીની અપાઈ માહિતી
- ભારતના ઓપરેશન સિંદૂર વચ્ચે સૌથી મોટા સમાચાર
- પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ભારતે કરી તબાહ
Operation Sindoor 2.0: પહેલગામ આતંકી હુમલાનો ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. જોકે, પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો અને ભુજ સહિત 15 સ્થળો પર ડ્રોન હુમલો કર્યો હતો. જોકે, ભારતે તેને નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતે તે બાદ પાકિસ્તાનમાં 9 સ્થળોએ ડ્રોનથી હુમલો કર્યો હતો. આ ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાની એર ડિફેન્સ યૂનિટને ભારે નુકસાન થયું છે.
ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી
ભારત સરકારે ઓફિશિયલ નિવેદન જાહેર કરતા જણાવ્યુ, "આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં કેટલાક સ્થળો પર એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાનને જવાબી કાર્યવાહીમાં તેની ભાષામાં જ જવાબ આપ્યો છે. લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે." અને 8 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઇ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને કાઉન્ટર યૂએએસ ગ્રિડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નષ્ટ કરવામાં આવી હતી. આ હુમલાના કાટમાળ કેટલાક સ્થળોથી જપ્ત પણ કરવામાં આવ્યા છે.
ભારત સરકારે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, "આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાનને એ જ રીતે જવાબ આપ્યો છે. લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે.
ગુજરાતની સરહદે પાકિસ્તાનનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ
ભુજમાં સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવીને હુમલાનો પ્રયાસ
ખાવડા પાસે પાકિસ્તાની ડ્રોન-મિસાઈલને તોડી પડાયું
ભારતે પહેલીવાર S-400 મિસાઈલ સિસ્ટમ ઉપયોગ કરી@vishvek11 @IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia… pic.twitter.com/oaEcJ1ytTD— Gujarat First (@GujaratFirst) May 8, 2025
ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો
પીઆઈબીની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "આજે, 8 મેના રોજ સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાન જેટલી જ તીવ્રતાથી જવાબ આપ્યો છે. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે.વધુમાં જણાવાયું છે કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર ગોળીબાર વધારી દીધો છે.
'પાકિસ્તાને નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા...
ભારત સરકારે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત સોળ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પણ ભારતે પાકિસ્તાન તરફથી થતા મોર્ટાર અને તોપમારા રોકવા માટે જવાબ આપવો પડ્યો.પ્રેસ રિલીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોએ તણાવ ન વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, જો પાકિસ્તાની સેના તેનું સન્માન કરે તો.