Operation Sindoor 2.0 : સેના પ્રમુખની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, ભારત કરી રહ્યું છે જોરદાર તૈયારી!
Operation Sindoor 2.0 : ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (General Upendra Dwivedi) એ શનિવારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે એક અત્યંત આક્રમક અને કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર 2.0 (Operation Sindoor 2.0) માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ રહ્યું છે. પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની નાપાક કરતોતોનો જવાબ આપવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ જે કડક વલણ અપનાવ્યું હતું, તે આજે પણ એટલું જ મજબૂત છે.
સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની ખાસ વાતચીતમાં આર્મી ચીફે ભારપૂર્વક જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હજુ પણ સત્તાવાર રીતે ચાલુ જ છે અને સરહદ પરની વર્તમાન શાંતિ એ માત્ર દુશ્મનાવટમાં આવેલો એક હંગામી વિરામ છે.
Operation Sindoor 2.0 : ત્રણેય સેનાઓ 24 કલાક એલર્ટ પર
જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના ભારતની સૈન્ય સજ્જતાનો ઉલ્લેખ કરીને મોટો હુંકાર કર્યો છે. તેમણે સંકેત આપ્યો કે જો કોઈ નવા સૈન્ય ઓપરેશનની જરૂર પડશે, તો માત્ર આર્મી જ નહીં પરંતુ ભારતીય વાયુસેના (Indian Air Force) અને ભારતીય નૌસેના (Indian Navy) પણ સંયુક્ત રીતે દુશ્મન પર તૂટી પડવા તૈયાર છે. સેના પ્રમુખે ઉમેર્યું, "જો સ્થિતિ ઊભી થશે તો ત્રણેય પાંખો ઓપરેશન સિંદૂર 2.0 માટે સજ્જ છે. અત્યારે અમારું મુખ્ય ધ્યાન ત્રણેય સેનાઓ વચ્ચે પરસ્પર તાલમેલ (Tri-Services Synergy) વધારવા અને આગામી યુદ્ધ માટે પોતાને 24 કલાક તૈયાર રાખવા પર છે."
સરહદ પર અત્યંત સતર્કતા અને ઇન્ફોર્મેશન વોરફેયર
આજના આધુનિક યુદ્ધના મેદાન અંગે વાત કરતા તેમણે કહ્યું કે, હાલમાં બોર્ડર પર એટલી ખુલ્લી સ્થિતિ છે કે દરેક હિલચાલ પર બંને તરફથી નજર રાખવામાં આવે છે. તેથી, સૈન્યની તૈનાતી, વ્યૂહાત્મક ઉપયોગ અને બોર્ડર વિસ્તારમાં રહેતા નાગરિકોની સુરક્ષા (Border Security) બાબતે આપણે ખૂબ જ સતર્ક રહેવું પડશે. ઇન્ફોર્મેશન વોરફેયર (Information Warfare) ની સફળતા અંગે તેમણે જણાવ્યું કે જ્યારે આખો દેશ એક સામાન્ય નેરેટિવ પાછળ એક થઈને સેના પર અતૂટ ભરોસો રાખે છે, ત્યારે તે દેશ યુદ્ધમાં હંમેશા વિજયી બને છે.
ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ
ગયા વર્ષે 7 અને 8 મે, 2025 ના રોજ ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે કડક જવાબી કાર્યવાહીના ભાગરૂપે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. ૨૨ એપ્રિલે દક્ષિણ કાશ્મીર (South Kashmir) ના પહલગામની સુંદર બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં ૨૬ લોકોના મોત થયા હતા, જેનો બદલો લેવા માટે સેનાએ આ મોટો આક્રમક પ્લાન અમલમાં મૂક્યો હતો.
આ પણ વાંચો : PM Narendra Modi ના 12 વર્ષ પૂર્ણ! જાણીતા એસ્ટ્રોલોજર જય મદને ખોલ્યું વડાપ્રધાનના શાસનનું મોટું રહસ્ય!


