Operation Sindoor હાલ રોકવામાં આવ્યુ, પાકિસ્તાને તો....આતંક પર એક્શન અંગે બોલ્યા રવિશંકર
Ravi Shankar Prasad: સિંદૂર હજી રોકાયુ છે. પાકિસ્તાને પોતાની સ્થિતિનું યોગ્ય રીતે આકલન કરવાની જરૂર છે. ફ્રાન્સના પેરિસમાં હાજર ભાજપના રવિશંકર પ્રસાદના (Ravi Shankar Prasad)નેતૃત્વમાં ભારતીય સાંસદોનું એક પ્રતિનિધિમંડળે આ વાત પર ભાર આપ્યો હતો. તેમણે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક એકતા માટે ભારતના આહ્વાનને પણ રેખાંકિત કર્યુ હતું.
પાકિસ્તાને હિસાબ આપવો પડશે..- રવિશંકર પ્રસાદ
તેમણે ઓપરેશન સિંદૂરને છેલ્લા ઉપાય તરીકે વર્ણવ્યું અને એ વાત પર ભાર મૂક્યો કે ભારત ક્યારેય સંઘર્ષોમાં આક્રમક રહ્યું નથી પરંતુ તેની સાર્વભૌમત્વની રક્ષા માટે નિર્ણાયક રીતે જવાબ આપશે. પેરિસમાં મીડિયાને સંબોધતા ભાજપના સાંસદે કહ્યું કે અમે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું હતું કે છેલ્લા લગભગ ચાર યુદ્ધો અને ઘણા અન્ય અસંખ્ય આતંકવાદી હુમલાઓમાં ભારત ક્યારેય આક્રમક રહ્યું નથી. અમે જવાબ આપ્યો છે. આ વખતે અમે આતંકવાદી છાવણીઓ અને તેમના વાયુસેનાના ઠેકાણા પર હુમલો કરીને ખૂબ જ નિર્ણાયક રીતે ઘાતક શક્તિ સાથે જવાબ આપ્યો છે. જે બાદ પાકિસ્તાને શાંતિ અને દુશ્મનાવટનો અંત લાવવાની માંગ કરી હતી.
VIDEO | Paris: "We had a wonderful interaction yesterday. We spoke to the think tank. We spoke to large number of Indians staying in Paris and other parts of France. They heard with great degree of pain the entire unfortunate tragedy in the killing with barbarism of innocent… pic.twitter.com/LxcgOAmWHG
— Press Trust of India (@PTI_News) May 27, 2025
ઓપરેશનસિંદૂર ફક્ત બંધ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે ઓપરેશનસિંદૂર ફક્ત બંધ કરવામાં આવ્યું છે. પાકિસ્તાને પોતાને સારી રીતે રજૂ કરવુ પડશે. એટલે કે પાકિસ્તાને આતંકવાદ અને સરહદ પારના આતંકવાદને રોકવો પડશે કારણ કે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ટેકો આપે છે. પાકિસ્તાનની સેના આતંકવાદીઓને સમર્થન કરે છે અને પાકિસ્તાન માટે સરહદ પારના આતંકવાદને અટકાવવો ખૂબ જ જરૂરી છે.
આતંકી અને તેના સમર્થકો સામે ઝીરો ટોલરન્સ નીતિ
હાલમાં પેરિસમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આતંકવાદ સામે એકીકૃત સંદેશ આપવા માટે ફ્રેન્ચ નેતાઓ, થિંક-ટેન્ક અને ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ ફ્રેન્ચ પત્રકારોને મળ્યું અને ફ્રેન્ચ સંસદ, રાષ્ટ્રીય સભા અને સેનેટ તેમજ ઈન્ડિયા કોકસના પ્રતિષ્ઠિત સાથીદારોને પણ મળશે. રવિશંકર પ્રસાદે ભાર આપીને કહ્યું કે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ રહેશે અને તેના સમર્થકો વચ્ચે કોઇ ભેદભાવ નહી રાખવામાં આવે.