Operation Sindoor: ભારત ન્યૂક્લિયરની ધમકી સહન નહી કરે, CDSનું મોટુ નિવેદન
- પુણે એક કાર્યક્રમમાં ચીફ ઓફ અનિલ ચૌહાણનું મોટું નિવેદન
- ભારતની ડ્રોન ક્ષમતા પાકિસ્તાન કરતા સારી છે
- ભારત ન્યૂક્લિયરની ધમકી સહન નહી કરે :CDS
Operation Sindoor : પુણેમાં ભવિષ્યના યુદ્ધો અને યુદ્ધ'વિષય પર સીડીએસ જનરલ અનિલ ચૌહાણે (CDS General Anil Chauhan)ભાષણ આપ્યું.તેમણે પહેલગામ આતંકવાદી (pahalgam Attack) હુમલો.ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindoor)અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિશે વાત કરી. પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતા અનિલ ચૌહાણે કહ્યું કે ભારત એવો દેશ નથી જે આતંકવાદ અને પરમાણુ હુમલાના (India Defence Strategy)ભય હેઠળ રહે છે.પહેલગામમાં ભારે ક્રૂરતા થઈ હતી.ઓપરેશન સિંદૂર પાછળનો વિચાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને રોકવાનો હતો. વ્યાવસાયિક લશ્કરી દળો નુકસાન વિશે વિચારતા નથી. તેઓ નુકસાનથી પ્રભાવિત થતા નથી.યુદ્ધમાં,પરિણામો મહત્વપૂર્ણ છે.નુકસાનથી નહીં.ભારતની ડ્રોન ક્ષમતા પાકિસ્તાન કરતા સારી છે.તેણે આતંકવાદને કાબુમાં લેવો જોઈએ.
પાકિસ્તાન હુમલો કરશે તો ભારત જડબાતોડ જવાબ આપશે
સાવિત્રીબાઇ ફુલે પુણે યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પાકિસ્તાનને બરાબરનું સંભળાવી દીધું. તેમણે કહ્યું કે પાકિસ્તાન હુમલો કરશે તો ભારત જડબાતોડ જવાબ આપશે. ભારત પરમાણુ બોમ્બની ધમકીથી નહી ડરે. ભારતની ડ્રોન ક્ષમતા પાકિસ્તાન કરતા ઘણી સારી છે. સાથે જ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી કે પાકિસ્તાન આતંકવાદ પરલગામ લગાવે.
નુકસાન નહી પરિણામ મહત્વનું - CDS
સીડીએસ જનરલ અનિલ ચૌહાણે મંગળવારે પુણે યુનિવર્સિટીમાં એક લેક્ચર દરમિયાન જણાવ્યું કે વ્યાવસાયિક લશ્કરી દળો નિષ્ફળતાઓ અને નુકસાનથી પ્રભાવિત થતા નથી. તો સાથે જ ઓપરેશન દરમિયાન ભારતે લડાયક જેટ ગુમાવવાના અહેવાલો પર તેમણે કહ્યું કે યુદ્ધમાં નુકસાન મહત્વપૂર્ણ નથી, મહત્વપૂર્ણ છે કે ઉદ્દેશ્ય પર ખરા ઉતરવુ.
ન્યૂક્લિઅર ધમકીથી નહી ડરે ભારત- CDS
તેમણે વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની વાત છે તો, આ કોઇ બદલાની ભાવના નથી. મને લાગે છે કે આ તો સહનશીલતાની હદ નક્કી કરવાની વાત છે. પાકિસ્તાને આતંક પર લગામ લગાવવો જોઇએ. અને પાકિસ્તાને ભારતને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે બંધન ન બનાવવુ જોઇએ. તેમણે એમ પણ કહ્યુ કે ભારત ન તો આતંકના પડછાયામાં રહેશે કે ન તો ન્યૂક્લિયરની ધમકીથી.
VIDEO | Pune: Chief of Defence Staff (CDS) General Anil Chauhan gives a special lecture on ‘Future Wars and Warfare'.
He says, “War and warfare are synonyms with the political history of mankind. Warfare is as old as human civilisation. Any kind of war has two important elements… pic.twitter.com/LBlgYtJJSv
— Press Trust of India (@PTI_News) June 3, 2025
આ પણ વાંચો -PK ની મુશ્કેલીઓ વધી, નીતિશ કુમારના મંત્રીએ કેસ દાખલ કર્યો, જાણો શું છે આખો મામલો?
અસીમ મુનીરે ઝેર ઓક્યું હતું
સીડીએસ જનરલ ચૌહાણે કહ્યું કે પાકિસ્તાને વિચાર્યું હતું કે 48 કલાક સુધી ચાલનારી આ કાર્યવાહી લગભગ 8 કલાકમાં બંધ થઈ ગઈ. આ પછી પાકિસ્તાને ફોન કરીને કહ્યું કે તેઓ વાત કરવા માંગે છે. ઓપરેશન સિંદૂરમાં યુદ્ધની સાથે રાજકારણ પણ થઈ રહ્યું હતું. યુદ્ધ રાજકારણનો એક ભાગ છે. આતંકવાદ પ્રત્યે પાકિસ્તાનના પ્રેમ પર તેમણે કહ્યું કે તેનો હેતુ ભારતને નુકસાન પહોંચાડવાનો છે. પહેલગામમાં જે બન્યું તેના થોડા અઠવાડિયા પહેલા, પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત અને હિન્દુઓ સામે ઝેર ઓક્યું હતું.
આ પણ વાંચો -UP સરકારનો મોટો નિર્ણય, અગ્નિવીરોને પોલીસ વિભાગમાં 20 ટકા અનામત મળશે
પાકિસ્તાન લોહી વહેવડાવવાનું કાવતરું ઘડે છે
તેમણે કહ્યું કે આ સંઘર્ષની શરૂઆત પહેલગામ આતંકવાદી હુમલો હતો. જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે, તે ભારતને હજાર ઘા આપીને લોહી વહેવડાવવાનું કાવતરું ઘડે છે. 1965માં, ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધિત કરતી વખતે ભારત સામે હજાર વર્ષના યુદ્ધની વાત કરી હતી.
નિષ્ફળતાઓ છતાં, મનોબળ ઊંચું રહેવું જોઈએ
ભારત અને પાકિસ્તાને વિવિધ પ્રકારની ક્ષમતાઓ વિકસાવી છે. અમે જાણતા હતા કે અમારી પાસે વધુ સારી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ છે. વ્યાવસાયિક સેનાઓ યુદ્ધમાં નિષ્ફળતાઓ કે નુકસાનથી પ્રભાવિત થતી નથી. મહત્વની વાત એ છે કે નિષ્ફળતાઓ છતાં મનોબળ ઊંચું રાખવું. તમારે શું ખોટું થયું તે સમજવાની, તમારી ભૂલ સુધારવાની અને ફરીથી આગળ વધવાની જરૂર છે. તમે ડરીને બેસી ન શકો.