Operation Sindoor : ભારતીય સેનાએ સાબિત કર્યું - હમ સે જો ટકરાયેગા વો મિટ્ટી મે મિલ જાયેગા
- ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકીઓને શિખવાડ્યો સબક
- ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો
- ભારતીય સેનાએ પહેલાગામમાં થયેલા માસૂમ 26 લોકોના મોતનો બદલો લીધો
India’s Airstrike on Pakistan : પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ઘાતક આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સશસ્ત્ર દળોએ ‘Operation Sindoor’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હવાઈ હુમલા કરીને તેમને નષ્ટ કર્યા છે.
પહેલગામનો બદલો પૂરો થયો
સંરક્ષણ મંત્રાલયના નિવેદન મુજબ, આ હુમલા 7 મે, 2025ના રોજ રાત્રે 1:44 વાગ્યે શરૂ કરવામાં આવ્યા, જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના મુખ્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન કોઈપણ પાકિસ્તાની સૈન્ય સ્થળોને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, જે ભારતની સંયમિત અને બિન-ઉશ્કેરણીજનક નીતિને દર્શાવે છે. પહેલગામ હુમલામાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિકના મૃત્યુ બાદ, આ ઓપરેશન દ્વારા ભારતે આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. સેનાએ આ કાર્યવાહીને “ન્યાય પૂર્ણ થયો, જય હિંદ!” તેમ કહીને ટ્વીટ કર્યું, જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે “ભારત માતા કી જય” લખીને દેશભક્તિનો સંદેશો આપ્યો. આજે સવારે 10 વાગ્યે ભારતીય સેના આ ઓપરેશન અંગે વિગતવાર બ્રીફિંગ આપશે, જેમાં વધુ માહિતી જાહેર થવાની અપેક્ષા છે.
હમ સે જો ટકરાયેગા વો મિટ્ટી મે મિલ જાયેગા
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આજે પાકિસ્તાનમાં ઘૂસીને તેમના આકા કહેવાતા આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરી દીધા છે. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઇ રહ્યું હતું કે, કઇંક તો મોટું થશે અને અંતે આજે મોડી રાત્રે ભારતીય એર ફોર્સના જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને તેમના આતંકી ઠેકાણાઓને નષ્ટ કરીને સાબિત કરી બતાવ્યું છે. આજે દેશના જવાનો પોતે કહેતા હશે કે 'હમ સે જો ટકરાયેગા વો મિટ્ટી મે મિલ જાયેગા.'
આ પણ વાંચો : Operation Sindoor : ભારતે એરસ્ટ્રાઇકમાં 100 આતંકીઓને કર્યા ઠાર