Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Operation Sindoor : સેનાએ જાહેર કર્યો નવો ‘પુરાવો’, Videoમાં જુઓ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓની બરબાદીનો મંજર!

ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર'નો એક નવો અને અત્યંત આક્રમક વીડિયો પુરાવા તરીકે જાહેર કર્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાન સરહદની અંદર આવેલા આતંકી લોન્ચ પેડ્સ અને મિલિટરી રડાર સિસ્ટમને પળવારમાં રાખમાં ફેરવાતી જોઈ શકાય છે. પહલગામમાં થયેલા નિર્દોષોના નરસંહારનો બદલો કેવી રીતે લેવાયો અને આ ઑપરેશન દરમિયાન પાકિસ્તાની એરબેઝની શું હાલત થઈ, તેની અંદરની વિગતો સૌને ચોંકાવી દે તેવી છે.
operation sindoor   સેનાએ જાહેર કર્યો નવો ‘પુરાવો’  videoમાં જુઓ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓની બરબાદીનો મંજર
Advertisement
  • સેનાએ જાહેર કર્યો Operation Sindoor નો નવો 'પુરાવો
  • પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકી ઠેકાણાઓ કર્યા નેસ્તનાબૂદ
  • પહલગામમાં 26 નિર્દોષોની હત્યાનો ભારતે લીધો બદલો
  • સર્જિકલ સ્ટ્રાઈકમાં 100 થી વધુ આતંકવાદીઓનો કર્યો સફાયો
  • પાકિસ્તાની એરબેઝ અને રડાર સિસ્ટમ પળવારમાં કરી તબાહ

Operation Sindoor : ભારતીય સેનાએ સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. વાયરલ થયેલા ફૂટેજમાં જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ભારે ગોળીબાર બાદની સ્થિતિ અને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ સ્પષ્ટપણે જોવા મળે છે. વીડિયોમાં ભારતીય જવાનો દ્વારા દુશ્મન દેશના ડ્રોનને તોડી પાડતા અને તેમની મિલિટરી પોસ્ટ્સને નિશાન બનાવી નષ્ટ કરતા બતાવવામાં આવ્યા છે.

Operation Sindoor : એર ડિફેન્સ રડાર અને એરબેઝ પર હુમલો

આ ફૂટેજમાં ભારતીય સેનાની ક્ષમતા પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં સરહદ પાર રહેલા એર ડિફેન્સ રડાર સિસ્ટમ અને મહત્વના એરબેઝ પર સચોટ હુમલા કરવામાં આવ્યા છે. વીડિયોના અંતમાં દુશ્મનોને સ્પષ્ટ ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે, "આ અમારા દુશ્મનો માટે ચેતવણી છે, તેમણે તેમની કાયરતાની કિંમત ચૂકવવી જ પડશે.".

Advertisement

Advertisement

શા માટે શરૂ કરાયું Operation Sindoor ?

આ ઓપરેશન પાછળનું મુખ્ય કારણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલો ક્રૂર આતંકી હુમલો હતો. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ પહલગામમાં લોકોના ધર્મ પૂછીને 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. સરકારે આ હુમલાને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો હીન પ્રયાસ ગણાવ્યો હતો. આ લોહીયાળ ઘટનાનો બદલો લેવા માટે જ 'ઓપરેશન સિંદૂર' ની યોજના ઘડવામાં આવી હતી.

7 મે 2025: 100થી વધુ આતંકીઓનો સફાયો

7 મે, 2025 ના રોજ ભારતે પાકિસ્તાનમાં સ્થિત નવ આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવા માટે આ ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. વળતા પ્રહારમાં પાકિસ્તાને ડ્રોન મોકલીને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે રહેણાંક વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં ભારતીય વાયુસેના અને સેનાએ પાકિસ્તાનના અનેક રડાર ઈન્સ્ટોલેશન અને મુખ્ય એર બેઝને તોડી પાડ્યા હતા.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં ED vs મમતા સરકાર: I-PAC દરોડા મામલે સુનાવણીમાં ભારે ઘર્ષણ, જાણો કોર્ટે શું કહ્યું?

Tags :
Advertisement

.

×