Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારતે 13 પાકિસ્તાની યુદ્ધવિમાનો, 11 બેઝ તબાહ કર્યા: Operation Sindoor પર નવા ખુલાસા

Operation Sindoor : ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર સૈન્ય અધિકારીઓએ મોટા ખુલાસા કર્યા છે. પહલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના 13 યુદ્ધવિમાનો તોડી પાડ્યા, 11 સૈન્ય બેઝ તબાહ કર્યા અને 100થી વધુ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. ત્રણેય સેનાઓના વડાઓએ આ ઓપરેશનને આતંકવાદ વિરુદ્ધ ભારતની ઝીરો ટોલરન્સ નીતિ અને સ્વદેશી શક્તિનું 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' ગણાવ્યું છે.
ભારતે 13 પાકિસ્તાની યુદ્ધવિમાનો  11 બેઝ તબાહ કર્યા  operation sindoor પર નવા ખુલાસા
Advertisement

. ભારતે પાકિસ્તાનના 13 ફાઈટર જેટ્સ તોડી પાડ્યા અને 11 લશ્કરી ઠેકાણાઓને સંપૂર્ણપણે બરબાદ કર્યા
. ઓપરેશનમાં 65% થી વધુ સ્વદેશી સંરક્ષણ ઉપકરણોનો ઉપયોગ થયો, જે 'આત્મનિર્ભર ભારત'ની તાકાત દર્શાવે છે
. નૌસેનાએ પાકિસ્તાની વ્યાપાર માર્ગો પર નિયંત્રણ મેળવી આર્થિક અને રણનીતિક દબાણ સર્જ્યું હતું

Operation Sindoor : ભારતીય સૈન્ય દળોના વરિષ્ઠ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ને ભારતના ઈતિહાસના એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાવી છે. ગત વર્ષ પહેલગામ (Pahelgam) માં થયેલા આતંકી હુમલા (Terrorist Attack) માં 26 નિર્દોષ લોકોના મોતના એક વર્ષ બાદ સેના (Army) , વાયુસેના (Airforce) અને નૌસેના (Nevy) ના ઉચ્ચાધિકારીઓએ આ ઓપરેશનની સફળતા અને તેના બોધપાઠ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.

Advertisement

લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘઈ (Lt. Gen. Rajiv Ghai) , એર માર્શલ અવધેશ ભારતી (Air Marshal Avdesh Bharti) અને વાઈસ એડમિરલ એ. એન. પ્રમોદે (Vice Admiral A.N. Pramod) સંયુક્તપણે કહ્યુ છે કે આ ઓપરેશન આતંકવાદીઓ અને તેમના સમર્થક ઢાંચાની વિરુદ્ધ ભારતની દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રતીક છે. ભારતે 13 પાકિસ્તાની વિમાનો તોડી પાડયા, 11 બેઝને બરબાદ કર્યા અને 100થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.

Advertisement

લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘઈ, જેઓ તે સમયે DGMO હતા, તે સૌથી પહેલા પહલગામમાં શહીદ થયેલા 26 પરિવારોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યુ કે આ ઓપરેશન ભારતના ઈતિહાસની એક મોટી ક્ષણ સાબિત થઈ. સરકારે સેનાને સ્પષ્ટ દિશા-નિર્દેશ અને પ્રોફેશનલ ફ્રીડમ આપી, જેનાથી આખી કાર્યવાહી બેહદ પ્રોફેશનલ રીતે પાર પાડવામાં આવી. પાકિસ્તાન (Pakistan) તરફથી ભારતીય સૈન્ય ઠેકાણાઓને નુકશાન પહોંચાડવાની કોશિશને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દેવામાં આવી.

લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ધઈએ ઓપરેશન સિંદૂરને સૈન્ય અને રણનીતિક દ્રષ્ટિકોણથી ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાવ્યું. તેમણે કહ્યુ છે કે આ દરમિયાન 65 ટકાથી વધારે સંરક્ષણ ઉપકરણ સ્વદેશી હતા, જે આત્મનિર્ભર ભારતની શક્તિ દર્શાવે છે. પાકિસ્તાનને મજબૂરીમાં વાટાઘાટો માટે આગળ આવવું પડયું અને તેણે ઓપરેશન રોકવાની અપીલ કરી. જનરલ ઘઈએ સ્પષ્ટ કહ્યું કે ભારત પોતાની સાર્વભૌમતાની સુરક્ષા હંમેશા દ્રઢતા, પ્રોફેશનલ રીતે અને ઉચ્ચત્તમ સ્તરની વ્યાવસાયિકતાથી કરશે. તેમણે ભારપૂર્વક કહ્યુ છે કે ઓપરેશન સિંદૂર અંત નથી, પરંતુ આ એક નવી શરૂઆત છે.

આ પણ વાંચો : 10,000 KM રેન્જની મહાવિનાશક AGNI-VI નો ટેસ્ટ કરશે ભારત, વિશ્વની ઉંઘ હરામ!

Air Force ની ભૂમિકા અને "જીવો અને જીવવા દો" ની નીતિ

વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ અવધેશ ભારતીએ જણાવ્યુ કે ઓપરેશન સિંદૂરને હાલ રોકવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે ભારતીય સેનાની સાધારણ ફિલોસોફી છે - લિવ એ્ડ લેટ લિવ એટલે કે જીવો અને જીવવા દો. પરંતુ જો કોઈ આ આપણી શાંતિને કમજોરી સમજવાની ભૂલ કરે છે, તો અમે નિર્ણાયકપણે કાર્યવાહી કરીએ છીએ.

તેમણે કહ્યુ છે કે સેનાઓને સંપૂર્ણપણે ઓપરેશનલ સ્વતંત્રતા આપવામાં આવી હતી. પાકિસ્તાનમાં જ્યારે ટાર્ગેટ હિટ કરતા તે પળે ભારતીય સૈનિકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ અને શહીદ પરિવારોને આંશિક ન્યાય મળ્યો. અમારો સંઘર્ષ આતંકવાદીઓ અને તેમના સપોર્ટ ઈન્ફ્રસ્ટ્ર્કચરથી હતો.

જ્યારે પાકિસ્તાને હુમલો કરવાની કોશિશ કરી, ત્યારે અમે તાત્કાલિક જવાબ આપ્યો. આ ઓપરેશનમાં વાયુશક્તિનું પ્રાધાનન્ય ફરી એકવાર સાબિત થયું. અમે દુશ્મનની દરેક ચાલને પહેલા જ ઓળખી લીધી હતી.

આત્મનિર્ભરતા અને મિશન સુદર્શન ચક્ર (Mission Sudarshan Chakra)

એર માર્શલ ભારતીએ કહ્યુ કે આત્મનિર્ભરતા જ આગળનો માર્ગ છે. ભારતીય વાયુસેના આ દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. તે મિશન સુદર્શન ચક્રની મુખ્ય ભાગીદાર છે. તેમણે ભારપૂર્વક કહ્યુ કે વાયુસેાની ભૂમિકાએ આખા ઓપરેશનને મજબૂત બનાવ્યું.

આ પણ વાંચો : Indo-Pak નું આગામી ઘર્ષણ હશે વધુ ખતરનાક, ટ્રમ્પના જશ ખાંટવાથી મુશ્કેલી વધી!

નૌસેનાની ભૂમિકા અને સમુદ્રી શક્તિનું પ્રદર્શન

વાઈસ એડમિરલ એ. એન. પ્રમોદ, ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) એ જણાવ્યુ કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌસેનાએ બેટલ કેરિયર ગ્રુપ, સબમરીનો અને અન્ય નેવલ એસેટ્સને તેનાત કરી. નૌસેનાએ સ્ટ્રાઈક્સમાં પણ સક્રિયપણે હિસ્સો લીધો. પાકિસ્તાની વ્યાપાર માર્ગોને નિયંત્રિત કરવામાં આવ્યા, તેનાથી પાકિસ્તાન પર દબાણ વધ્યું.

આ ઓપરેશને ભારતની સમુદ્રી ક્ષમતા અને તૈયારીને આખી દુનિયા સામે સાબિત કરી દીધી. ભારતીય સંરક્ષણ દળો અને નૌસેના હજીપણ આગળની તેનાતી તરફ છે. કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ પણ વાંચો : ભારતના Great Nicobar પ્રોજેક્ટની જાસૂસી, બંગાળની ખાડીમાં ચીનનું જહાજ!

ભારતની નવી સંરક્ષણ નીતિ

ઓપરેશન સિંદૂરે દર્શાવ્યું કે ભારતીય સશસ્ત્ર દળો હવે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ પર ચાલી રહ્યા છે. ત્રણેય સેનાઓના સારા સમન્વય, સ્વદેશી શસ્ત્રોનો ઉપયોગ, પૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા અને નિર્ણાયક કાર્યવાહી આ ઓપરેશનની ખાસિયત રહી છે.

વરિષ્ઠ અધિકારીઓએ એકમતથી કહ્યુ કે આ માત્ર શરૂઆત છે. ભારત પોતાના સાર્વભૌમત્વની સુરક્ષા કોઈપણ કિંમતે કરશે અને ભવિષ્યમાં આવનારા કોઈપણ પડકારનો મુકાબલો કરવા માટે તૈયાર છે. ઓપરેશન સિંદૂર ભારતીય સૈન્ય ઈતિહાસમાં એક સુવર્ણિમ અધ્યાય તરીકે યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો : Operation Sindoor: US ડિફેન્સ એક્સપર્ટે જણાવ્યું-72 કલાકમાં ભારતે પાકિસ્તાનને કેવી રીતે ચટાડી ધૂળ?

Tags :
Advertisement

.

×