ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor : યુદ્ધ વિરામ ભંગનું સ્થળ નેસ્તોનાબૂદ કરાયું, ભારતીય સેનાએ નવો વીડિયો કર્યો જાહેર

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) નો નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં યુદ્ધ વિરામનો ભંગ જે સ્થળે થયો તેને નેસ્તોનાબૂદ કરી દેવામાં આવ્યું હોવાનું જણાય છે. વાંચો વિગતવાર.
05:19 PM May 18, 2025 IST | Hardik Prajapati
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) નો નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં યુદ્ધ વિરામનો ભંગ જે સ્થળે થયો તેને નેસ્તોનાબૂદ કરી દેવામાં આવ્યું હોવાનું જણાય છે. વાંચો વિગતવાર.
Indian ArmyGujarat First

Operation Sindoor : ભારતીય સેના ( Indian Army) એ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં પાકિસ્તાનને જે સ્થળેથી યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો તે દુશ્મન ચોકીનો નાશ કરવામાં આવ્યો હોવાનું દર્શાવાયું છે. આજે રવિવારે ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડ (Western Command) એ X એકાઉન્ટ પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતો વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, પ્લાન બનાવાયો, ટ્રેનિંગ અપાઈ અને ન્યાય કર્યો.

પીગળેલા લાવા જેવો ગુસ્સો

આજે રવિવારે Indian Army ના પશ્ચિમી કમાન્ડે X એકાઉન્ટ પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતો વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાંએક સુરક્ષા કર્મચારી એવું કહેતો સાંભળી શકાય છે કે, Operation Sindoor પાકિસ્તાન માટે એક પાઠ હતો. એક એવો પાઠ જે તેણે દાયકાઓથી શીખ્યો ન હતો. સેનાના જવાને કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલાથી શરૂઆત થઈ હતી. ગુસ્સો પીગળેલા લાવા જેવો હતો. મનમાં ફક્ત એક જ વિચાર હતો - આ વખતે, આપણે તેમને એવો પાઠ ભણાવીશું જે તેમની પેઢીઓ યાદ રાખશે. તે બદલો લેવાનું કાર્ય નહોતું, તે ન્યાય હતો. 9 મેના રોજ રાત્રે 9 વાગ્યે, ભારતીય સેનાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરનાર દુશ્મન ચોકીનો નાશ કર્યો.

વીડિયો થયો વાયરલ

Indian Army ના પશ્ચિમી કમાન્ડે X એકાઉન્ટ @westerncomd_IA પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ થયા બાદ તરત જ વાયરલ થઈ ગયો છે.  ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો પર યુઝર્સ દેશભક્તિથી ભરેલ કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો દરેક ભારતીયોના જુસ્સાને બમણો કરી રહ્યો છે.

 

આ પણ વાંચોઃ  RCP સિંહની પાર્ટી પ્રશાંત કિશોરની પાર્ટી 'જન સૂરજ'માં ભળી ગઈ, કરી દીધી મોટી જાહેરાત

ઓપરેશન સિંદૂર

22મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam terror attack) માં 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ Operation Sindoor શરૂ કર્યું હતું. જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને નિયંત્રણ રેખા પર અને જમ્મુ અને કાશ્મીરમાં ગોળીબાર શરૂ કર્યો. સરહદી વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતે પાકિસ્તાનમાં 11 એરબેઝ પર રડાર સિસ્ટમ, કોમ્યુનિકેશન સેન્ટર્સ અને એરફિલ્ડ્સને નિશાન બનાવ્યા. 10 મેના રોજ, બંને દેશો દુશ્મનાવટનો અંત લાવવા યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા.

આ પણ વાંચોઃ  Gandhinagar: ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ, SMC એ 24 કલાકમાં NDPSના ત્રણ કેસ કરી ડ્રગ્સ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી પાડ્યા

Tags :
Ceasefire violationGujarat FirstGUJARAT FIRST NEWSIndiaIndia Pakistan LOC conflictIndian Army drone strike responseIndian Army ResponseIndian Army viral videoIndian retaliationIndian-Armyjammu and kashmir terrorismJustice not revengeMay 9 Indian Army strikeOperation Sindoorpahalgam terror attackPakistanPOK Terror CampsTerrorist hideouts destroyedWestern Command Indian Army
Next Article