ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પદ્મ વિભૂષણ પરમાણુ વૈજ્ઞાનિક Dr. M.R. Srinivasan નું નિધન, વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

તમિલનાડુના ઊટીમાં પરમાણુ વૈજ્ઞાનિક ડો. માલુર રામાસ્વામી શ્રીનિવાસન (Dr. M.R. Srinivasan) નું નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. સદગત પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા અનેક એવોર્ડ-પુરસ્કારથી સન્માનિત હતા. વાંચો વિગતવાર.
03:05 PM May 20, 2025 IST | Hardik Prajapati
તમિલનાડુના ઊટીમાં પરમાણુ વૈજ્ઞાનિક ડો. માલુર રામાસ્વામી શ્રીનિવાસન (Dr. M.R. Srinivasan) નું નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. સદગત પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા અનેક એવોર્ડ-પુરસ્કારથી સન્માનિત હતા. વાંચો વિગતવાર.
Dr. M.R. Srinivasan Gujarat First

Dr. M.R. Srinivasan : ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમના પ્રમુખ નેતા અને પદ્મ વિભૂષણ ડો. માલુર રામાસ્વામી શ્રીનિવાસન (Dr. M.R. Srinivasan) નું 95 વર્ષની વયે તમિલનાડુના ઊટીમાં નિધન થયું છે. ડો. એમ.આર. શ્રીનિવાસનને ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું હતું. મહત્વપૂર્ણ પરમાણુ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને લીધે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ભારત હરણફાળ ભરી શક્યું છે. સદગત પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા અનેક એવોર્ડ-પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતીય પરમાણુ યુગના ભીષ્મ પિતામહ

આજે તમિલનાડુના ઊટીમાં પરમાણુ વૈજ્ઞાનિક Dr. M.R. Srinivasan નું નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. તેમણે ભારતની ઊર્જા સ્વાવલંબન અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમના મહત્વપૂર્ણ યોગદાનને લીધે ભારત ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ હરણફાળ ભરી શક્યું છે. પ્રેસરાઈઝ્ડ હેવી-વોટર રિએક્ટર (Pressurized Heavy-Water Reactor) ના વિકાસમાં તેમની મુખ્ય ભૂમિકા રહી હતી. પરમાણુ વૈજ્ઞાનિક હતા Dr. M.R. Srinivasan ને પોતાની કારકિર્દીમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને મર્યાદિત વિદેશી ટેક્નોલોજીની ઉપલબ્ધતા જેવા પડકારોનો સમાવેશ થાય છે. તેમણે આ પડકારોનો હિમ્મતભેર સામનો કર્યો અને ભારતના પરમાણુ કાર્યક્રમને સ્વાયત્ત અને મજબૂત બનાવ્યો. સ્વ ડો. માલુર રામાસ્વામી શ્રીનિવાસનના નેતૃત્વમાં ભારતે ઊર્જા સ્વાવલંબન તરફ મહત્વની પ્રગતિ હાંસલ કરી છે.

આ પણ વાંચોઃ  સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં TMCના નેતા અભિષેક બેનર્જી સામેલ, CM મમતા બેનર્જીએ લીધો નિર્ણય

વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ડો. એમ.આર. શ્રીનિવાસનના નિધન પર વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) એ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને કહ્યું કે, ડો. એમ.આર. શ્રીનિવાસનના નિધનથી ખૂબ દુઃખ થયું. મહત્વપૂર્ણ પરમાણુ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા આપણા ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે પાયારૂપ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, પરમાણુ ઊર્જા આયોગના પ્રેરણાદાયી નેતૃત્વ માટે તેમને યાદ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પ્રગતિને આગળ વધારવા અને ઘણા યુવા વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપવા બદલ ભારત હંમેશા તેમનો આભારી રહેશે.

ડો. માલુર રામાસ્વામી શ્રીનિવાસનની જીવન ઝરમર

1930માં બેંગાલુરુમાં ડો. એમ.આર. શ્રીનિવાસનનો જન્મ થયો
1950માં UVCEમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ હતું
1954માં મેકગિલ યુનિવર્સિટીમાંથી Ph.D. પૂર્ણ કર્યુ હતું
1955માં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE)માં જોડાયા
1956માં ભારતના પ્રથમ રિસર્ચ રિએક્ટરના નિર્માણમાં યોગદાન
1967માં ચિફ પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે સ્વાયત્ત ક્ષમતા વિકસાવી
1987માં ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સ્થાપક-ચેરમેન
1987માં એટોમિક એનર્જી કમિશનના ચેરમેન અને DAE સેક્રેટરી બન્યા
1990-92માં IAEAમાં વરિષ્ઠ સલાહકાર બન્યા હતા
1996-98 દરમિયાન ભારતના પ્લાનિંગ કમિશનના સભ્ય તરીકે સેવાઓ આપી

 

આ પણ વાંચોઃ  કાયદો Waqfને બચાવવા નહીં પણ તેને હડપ કરવા માટે બનાવવામાં આવ્યો છે - SCમાં સિબ્બલની દલીલ

Tags :
Atomic Energy Commission of IndiaDr. M.R. SrinivasanDr. M.R. Srinivasan death Bhishma Pitamah of Indian nuclear ageDr. Malur Ramaswamy SrinivasanGujarat FirstGUJARAT FIRST NEWSIndian nuclear energy programnuclear scientistPadma VibhushanPressurized Heavy-Water Reactor India
Next Article