Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam attack: પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારના દરેક એક્શન પર વિપક્ષનું સમર્થન

પહલગામ હુમલાને લઈ યોજાઈ સર્વપક્ષીય બેઠક મળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં રહ્યા ઉપસ્થિત રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક વિદેશમંત્રી એસ.જયશંકર બેઠકમાં રહ્યા ઉપસ્થિત ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, નાણાં મંત્રી રહ્યા હાજર કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી બેઠકમાં રહ્યા હાજર...
pahalgam attack  પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ  સરકારના દરેક એક્શન પર વિપક્ષનું સમર્થન
Advertisement
  • પહલગામ હુમલાને લઈ યોજાઈ સર્વપક્ષીય બેઠક મળી
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં રહ્યા ઉપસ્થિત
  • રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • વિદેશમંત્રી એસ.જયશંકર બેઠકમાં રહ્યા ઉપસ્થિત
  • ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, નાણાં મંત્રી રહ્યા હાજર
  • કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી બેઠકમાં રહ્યા હાજર

Pahalgam attack: ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી અને પાકિસ્તાની અધિકારીઓને હાંકી કાઢવાનો સમાવેશ થાય છે. ભારતે સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ આપવામાં આવતા વિઝા પણ રદ કર્યા છે.

પહલગામ હુમલાને લઈ યોજાઈ સર્વપક્ષીય બેઠક મળી

ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સર્વપક્ષીય બેઠક દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સ્મરણાર્થે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર,સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સર્વપક્ષીય બેઠક લગભગ બે કલાક ચાલી. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલા અંગે માહિતી આપી હતી.

Advertisement

Advertisement

તમામ પક્ષોએ આ ઘટનાની નિંદા કરી

બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ પક્ષોએ આ ઘટનાની નિંદા કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સરકારના કોઈપણ પગલાને સમર્થન આપશે. ટીએમસીના સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે સુરક્ષા ખામીઓ પર ચર્ચા થઈ, આતંકવાદનો સામનો કરવામાં તમામ પક્ષો સરકાર સાથે છે.

કાર્યવાહી વિશે CCS બેઠકમાં માહિતી આપી

સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, "રક્ષા મંત્રીએ પહેલગામમાં બનેલી ઘટના અને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે CCS બેઠકમાં માહિતી આપી. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. જેના કારણે દેશમાં દરેક વ્યક્તિ ચિંતિત છે, આ વાતને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પણ આજે વધુ કડક કાર્યવાહી કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે."

આ પણ  વાંચો -Pahalgam હુમલા બાદ વાયુસેનાએ યુદ્ધાભ્યાસ કર્યો શરૂ, પાકિસ્તાન મુકાયુ ચિંતામાં

સર્વપક્ષીય બેઠક ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ,કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, વિદેશ મંત્રી એસ જયશંકર, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે,કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધી અને અન્ય અગ્રણી નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.આ ઉપરાંત રામ ગોપાલ યાદવ (SP), સુપ્રિયા સુલે (NCP-SP), શ્રીકાંત શિંદે (NCP), પ્રફુલ પટેલ (NCP), પ્રેમ ચંદ ગુપ્તા (RJD), તિરુચી સિવા (DMK), સસ્મિત પાત્રા (BJD), સંજય સિંહ (AAP), સુદીપ બંદોપાધ્યાય (TMC), મિથુન રેડ્ડી (BJP) અને એનઆરસી વાય (BJP) સભામાં પણ હાજર હતા.

આ પણ  વાંચો -VIDEO: મિસાઈલ ટેસ્ટની તૈયારીમાં હતું પાકિસ્તાન, ભારતે પહેલા જ અરબ સાગરમાં બતાવી દીધી તાકાત

સુરક્ષામાં ખામી શા માટે થઈ? સંજય સિંહે પ્રશ્ન પૂછ્યો

કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ AAP સાંસદ સંજય સિંહે કહ્યું, "આખો દેશ ગુસ્સે છે, દુઃખી છે અને દેશ ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર આતંકવાદીઓને તેમની જ ભાષામાં યોગ્ય જવાબ આપે. જે રીતે તેમણે નિર્દોષ લોકોની હત્યા કરી છે, તેમના કેમ્પોનો નાશ થવો જોઈએ અને પાકિસ્તાન સામે પણ કાર્યવાહી થવી જોઈએ."

તેમણે કહ્યું કે આ ઘટના 22 એપ્રિલના રોજ બની હતી અને સુરક્ષા એજન્સીઓની જાણ વગર 20 એપ્રિલના રોજ આ સ્થળ ખોલવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓને આ અંગે કોઈ માહિતી નહોતી. અમે માંગ કરી છે કે જવાબદારી નક્કી થવી જોઈએ અને સુરક્ષામાં ખામી શા માટે થઈ તે અંગે પગલાં લેવા જોઈએ.

Tags :
Advertisement

.

×