ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : કાશ્મીરમાં આતંકવાદીઓના 9 ઠેકાણા ભોંય ભેગા, હવે પાકિસ્તાનનો વારો... Gujarat First નો Exclusive Report

Pahalgam Terror Attack બાદ ઈન્ડિયન આર્મીએ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (Operation All Out) અંતર્ગત આતંકવાદીઓના વિવિધ ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે. હવે બહાદૂર ઈન્ડિય આર્મી પાકિસ્તાન (Pakistan) નો વારો કાઢશે તે નક્કી જ છે. વાંચો Gujarat First નો Exclusive Report.
07:00 PM Apr 27, 2025 IST | Hardik Prajapati
Pahalgam Terror Attack બાદ ઈન્ડિયન આર્મીએ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (Operation All Out) અંતર્ગત આતંકવાદીઓના વિવિધ ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે. હવે બહાદૂર ઈન્ડિય આર્મી પાકિસ્તાન (Pakistan) નો વારો કાઢશે તે નક્કી જ છે. વાંચો Gujarat First નો Exclusive Report.
Pahalgam Terror Attack Pakistan Gujarat First

Pahalgam Terror Attack : ઈન્ડિયન આર્મીએ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (Operation All Out) અંતર્ગત 14માંથી 9 આંતકવાદીઓના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા છે. કાશ્મીરમાં આતંકવાદીઓને વીણી વીણીને પાઠ ભણાવ્યા બાદ હવે ઈન્ડિયન આર્મી પાકિસ્તાનો વારો કાઢશે. Gujarat First ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr.vivekkumar Bhatt) ગ્રાઉન્ડ ઝીરો પરથી Exclusive Reporting કરી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, કાશ્મીરમાં જ્યાં જ્યાં આતંકવાદીઓના ઠેકાણા, છુપાવવાના સ્થળો અને ઘરો છે ત્યાં ઈન્ડિયન આર્મીએ બોમ્બ અને લોન્ચરથી આ ઈમારતોને જમીન દોસ્ત કરી દીધી છે.

આતંકવાદીઓના 9 ઠેકાણા જમીન દોસ્ત

Gujarat First ના Exclusive Repor માં જણાવાયું છે કે, કાશ્મીર ઘાટીમાં આતંકને જડબાતોડ જવાબ આપવાની માટે ઈન્ડિયન આર્મીએ આતંકવાદીઓના 9 ઠેકાણા ભોંય ભેંગા કરી દીધા છે. સ્થાનિક કાશ્મીરીઓ આતંકવાદના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. આતંકીઓને નેસ્તનાબુદ કરવાની માગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓએ હાથમાં તિરંગા સાથે Hindustan Zindabad અને Pakistan Murdabad ના નારા લગાવ્યા છે. પ્રદર્શનકારીઓએ આતંકવાદીઓને જાહેરમાં ફાંસી આપવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : આતંકવાદ વિરુદ્ધ લડતમાં PM Narendra Modi ને દરેક દેશનું મળ્યું સમર્થન

ઈન્ડિયન આર્મીની કાર્યવાહી

કાશ્મીરમાં ઈન્ડિયન આર્મીએ 14 વોન્ટેડ પૈકી 9 આંતકીના છુપાવાના સ્થળો, ઘરો અને કાર્યસ્થળોને ધ્વસ્ત કરી દીધા છે. લશ્કર, જૈશ અને હિઝબુલ્લાહના આતંકી પર સકંજો બરાબરનો કસી દેવામાં આવ્યો છે. IED વિસ્ફોટ કરીને આતંકીઓના ઘર ઉડાવાયા છે. બાંદીપોરામાં આતંકી જમીલ અહમદનું ઘર ધ્વસ્ત, જૈનાપોરામાં આતંકી અદનાન શફીનું ઘર ધ્વસ્ત, અનંતનાગમાં આતંકી ફારૂકનું મકાન ઉડાવાયું, થોકરપારામાં આદિલ થોકરનું ઘર ઉડાવી દેવાતા આતંકવાદીઓ જ નહિ પરંતુ Pakistan પણ ફફડી ઉઠ્યું છે. ઈન્ડિયન આર્મીએ ઘર આંગણે વીણી વીણીને આતંકીઓની શાન ઠેકાણે લાવ્યા બાદ હવે ભારતીય સેના Pakistan નો વારો કાઢશે.

આ પણ વાંચોઃ  Ahmedabad: ગેરકાયદ રહેતા લોકો સામે કાર્યવાહી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીની અટકાયત કરી

(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
Dr.Vivek Kumar BhattGujarat FirstGujarat First Exclusive ReportGUJARAT FIRST NEWSHezbollahIndian-ArmyjaishKashmir Terror ProtestsKashmir terrorist crackdownOperation All Outpahalgam terror attackPakistanTerrorist hideouts destroyed
Next Article