ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ

22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack બાદ ભારતે આકરું વલણ દાખવ્યું છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે તમામ ટ્રેકિંગ (Trekking) અને હાઈકિંગ (Hiking) એક્ટિવિટીઝ સ્થગિત કરી દીધી છે. વાંચો વિગતવાર.
03:37 PM Apr 28, 2025 IST | Hardik Prajapati
22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack બાદ ભારતે આકરું વલણ દાખવ્યું છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે તમામ ટ્રેકિંગ (Trekking) અને હાઈકિંગ (Hiking) એક્ટિવિટીઝ સ્થગિત કરી દીધી છે. વાંચો વિગતવાર.
Pahalgam Terror Attack Hiking banGujarat First-----

Pahalgam Terror Attack : અત્યારે ભારત સુરક્ષા ક્ષેત્રે કોઈ કસર છોડવા માંગતું નથી. ભારતીય સેનાની તડામાર તૈયારીઓથી પાકિસ્તાન ધૃજી ઉઠ્યું છે. જો કે ભારત સરકાર અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર પણ સાવધ, સતર્ક અને સાબદું થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ (Trekking) અને હાઈકિંગ (Hiking) ની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર પણ સાવધ, સતર્ક અને સાબદું

22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack મુદ્દે ભારત દેશ અત્યારે વળતા પ્રહાર માટે તૈયાર છે. ભારતે ડિજિટલ સ્ટ્રાઈક અને ડિપ્લોમસી સ્ટ્રાઈક કરી દીધી છે. જે અંતર્ગત સિંધુ જળ સંધિ રદ (Indus Water Treaty cancellation) , પાકિસ્તાનીઓના વિઝા રદ, અટારી બોર્ડર બંધ વગેરે આકરા નિર્ણયો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત Pahalgam Terror Attack બાદ ભારતની સંરક્ષણ ક્ષેત્રે પણ ચહલ પહલ વધી ગઈ છે. ભારતમાં થઈ રહેલી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભારત સરકારના સીધા દિશા-નિર્દેશ હેઠળ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર પણ સાવધ, સતર્ક અને સાબદું બની ગયું છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : BBC એ ફેરવી તોળીને કરેલા રિપોર્ટિંગ પર ભારત સરકાર ખફા

Adventure tourism ની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ

સતર્ક બનેલા જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગ જેવી Adventure tourism ની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તમામ ટ્રેકિંગ અને હાઈકિંગ પ્રવૃત્તિઓને સ્થગિત કરી દેવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે બધા ટ્રેકર્સને જમ્મુ અને કાશ્મીરમાં ટ્રેકિંગથી દૂર રહેવાના નિર્દેશ કરાયો છે. આ પગલાથી સાહસિક પ્રવાસન ક્ષેત્ર પર નોંધપાત્ર અસર થવાની ધારણા છે. જે આ પ્રદેશના મુલાકાતીઓ માટે એક મુખ્ય આકર્ષણ ટ્રેકિંગ અને હાઈકિંગ છે.

આ પણ વાંચોઃ  Pahalgam Attack : 'પાકિસ્તાન પ્રેગ્નેન્ટ છે, ગમે ત્યારે થઈ શકે છે બલુચિસ્તાન...', ડો. વિકાસ દિવ્યકીર્તિનો વીડિયો વાયરલ

(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
Adventure tourismAttari border closureDiplomatic ActionGujarat FirstGUJARAT FIRST NEWSHiking banIndia counter-terrorism responseIndian Army preparednessIndus Water Treaty cancellationJammu and KashmirJammu Kashmir safety alertpahalgam terror attackSecurity MeasuresTourist restrictionsVisa cancellation for Pakistanis
Next Article