Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને CDS અનિલ ચૌહાણ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક શરૂ

ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક અને કડક કાર્યવાહી શરુ કરી દીધી છે. CDS અનિલ ચૌહાણ (Anil Chauhan) એક મહત્વપૂર્ણ બેઠક માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) ના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા છે. વાંચો વિગતવાર
pahalgam terror attack    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને cds અનિલ ચૌહાણ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક શરૂ
Advertisement
  • સંરક્ષણ મંત્રી સાથે CDS Anil Chauhanની મહત્વપૂર્ણ મુલાકાત
  • BSF ચીફ Daljit Singh Chaudhary પણ ગૃહ મંત્રાલય પહોંચ્યા
  • શું સર્જીકલ સ્ટ્રાઈક 3 થઈ શકે છે?

Pahalgam Terror Attack : ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે, જ્યારે NIA આ મામલાની સઘન તપાસમાં રોકાયેલ છે. આ દરમિયાન, સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. રવિવારે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ (Anil Chauhan) એક મહત્વપૂર્ણ બેઠક માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) ના નિવાસસ્થાને પહોંચ્યા.

BSF ડાયરેક્ટર જનરલ Daljit Singh Chaudhary ગૃહ મંત્રાલય પહોંચ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા અને સુરક્ષા સ્થિતિને મજબૂત બનાવવાની રણનીતિ પર કેન્દ્રિત છે. બીજી તરફ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ડાયરેક્ટર જનરલ Daljit Singh Chaudhary ગૃહ મંત્રાલય પહોંચ્યા, જ્યાં આતંકવાદ સામે ચાલી રહેલા ઓપરેશન્સ અને સરહદ સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : ‘યુદ્ધ માટે તૈયાર રહે ભારત’; વધુ એક પાકિસ્તાની મંત્રીએ આપી પરમાણુ હુમલાની ધમકી

સર્ચ ઓપરેશન અને NIA તપાસ

જમ્મુ-કાશ્મીરના જંગલો અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે. ઘણા શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે, અને આતંકવાદીઓને શોધવા માટે સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. NIA ની એક ખાસ ટીમ પણ પહેલગામ પહોંચી ગઈ છે, જે હુમલા પાછળના કાવતરા અને આતંકવાદી નેટવર્કને શોધવામાં રોકાયેલી છે.

પાકિસ્તાન સામે કઠોર નિર્ણયો

પહેલગામ હુમલામાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન TRF દ્વારા જવાબદારી લેવામાં આવી છે અને પાકિસ્તાનના શંકાસ્પદ જોડાણને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પહેલાથી જ ઘણા કડક પગલાં લીધા છે. જેમાં 1960 ની સિંધુ જળ સંધિને રદ કરવી, અટારી સરહદ ચેકપોસ્ટ બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે વિઝા રદ અને ભારતમાં પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ શામેલ છે. આ ઉપરાંત ભારતે ઇસ્લામાબાદમાં પોતાનું દૂતાવાસ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : IGNOUનો હોનહાર વિદ્યાર્થી, આદિલ હુસૈન આતંકવાદી બન્યો

(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
Advertisement

.

×