Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : પાકિસ્તાનને પાયમાલ કરતો પ્રતિબંધ, ભારતે આયાત-નિકાસ કરી બંધ

22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack બાદ ભારત પાકિસ્તાનને વિવિધ રીતે પાઠ ભણાવી રહ્યું છે. ભારતે હવે પાકિસ્તાન પર આયાત-નિકાસ પર (Import-export ban on Pakistan) પ્રતિબંધ લાદી દીધો છે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   પાકિસ્તાનને પાયમાલ કરતો પ્રતિબંધ  ભારતે આયાત નિકાસ કરી બંધ
Advertisement
  • ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
  • ભારતની પાકિસ્તાન પર વધુ એક મોટી સ્ટ્રાઈક
  • પાકિસ્તાન આ પ્રતિબંધથી થઈ જશે પાયમાલ

Pahalgam Terror Attack : ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક, ડિપ્લોમસી સ્ટ્રાઈક કરી દીધી છે. હવે ભારતે Pakistan પર આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. Pahalgam Terror Attack બાદ ભારત સરકારે હવે Pakistan નું નાક દબાવવાનો નિર્ણય લઈ લીધો છે. મોદી સરકારે પાકિસ્તાન સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ (Import-export ban on Pakistan) લાદ્યો છે. સરકારે આ નિર્ણય અંગે નોટિફિકેશન પણ જાહેર કર્યુ છે.

પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ

પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદી દેવાથી Pakistan વધુ પાયમાલ બનશે. બંને દેશો વચ્ચે પહેલાથી જ મર્યાદિત વેપાર સંબંધો સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. પાકિસ્તાનથી ભારતની આયાતમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, મસાલા અને કેટલીક ખાદ્ય ચીજોનો સમાવેશ થતો હતો, જે હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. અર્થશાસ્ત્રીઓ અનુસાર નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર કમ્મરતોડ ઘા થશે કારણ કે આ નિર્ણયથી ખાદ્યપદાર્થોની અછત અને ફુગાવો વધશે. અગાઉ 2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી ભારતે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો પહેલાથી જ પ્રતિબંધિત કરી દીધા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Terror Attack બાદ કર્ણાટકના મંત્રીનું નિવેદન, કહ્યું, 'મને સ્યુસાઇડ બોમ્બ આપો, હું પાકિસ્તાન...'

આયાત-નિકાસ થતો સામાન

ભારતમાંથી પાકિસ્તાનમાં ખાંડ, ચા, સુતરઉ દોરો, ટાયર, રબ્બર, પેટ્રોલિયમ ઓઈલ, કાચો કપાસ, ડાઈ, રસાયણ જેવી વસ્તુઓ મોકલવામાં આવે છે. પાકિસ્તાનમાંથી ભારતમાં તાજા ફળો (જામફળ અને અનાનસ) , ખનીજ, તૈયાર ચામડું, અકાર્બનિક રસાયણ, કાચો કપાસ, મસાલા, ઊન વગેરે જેવી વસ્તુઓ મોકલવામાં આવે છે. પાકિસ્તાનથી આવનારા ડ્યુટી ફ્રી સિમેન્ટના આયાત પર સૌથી વધુ અસર પડી શકે છે. જો ભારતે Pakistan સાથે સંપૂર્ણ રીતે વ્યાપાર બંધ કરશે તો તેની આર્થિક સ્થિતિ બગડશે કારણ કે પાકિસ્તાન તાજા ફળો અને સિમેન્ટ સૌથી વધુ ભારતને એક્સપોર્ટ કરે છે.

આ પણ વાંચોઃ    'જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો અમે હુમલો કરીશું', પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી આપી ધમકી

Tags :
Advertisement

.

×