Pahalgam Terror Attack : PM મોદી સાથે ઓમર અબ્દુલ્લાએ કરી મુલાકાત
Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. સોશિયલ મીડિયા (Social Media) માં પહેલગામમાં થયેલા હુમલા પર લોકો પાકિસ્તાન (Pakistan) ને તેની જ ભાષામાં જવાબ આપવાની સલાહ આપતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ભારત તરફ પાકિસ્તાન પર સીધો હુમલો (Attack) તો નથી કરવામાં આવી રહ્યો પણ ડિપ્લોમેટિક રીતે તેમને જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન હાલમાં ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યું છે. ત્યારે અમેરિકાના ભારતને સંપૂર્ણ સમર્થનથી હતાશ પાકિસ્તાન હવે ચીન અને ગલ્ફ દેશો પાસેથી મદદ માંગી રહ્યું છે. આ દરમિયાન, પાકિસ્તાને કડક કાર્યવાહી કરી છે અને POKમાં કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાનને ડર છે કે ભારત POK પર હુમલો કરી શકે છે. આ જ કારણ છે કે, તેણે POKમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેલમ ખીણમાં લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, લગ્નોમાં સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
PM મોદી સાથે ઓમર અબ્દુલ્લાએ મુલાકાત
May 3, 2025 9:47 pm
પહલગામ હુમલા બાદ પહેલીવાર PM મોદી સાથે ઓમર અબ્દુલ્લાએ મુલાકાત કરી હતી. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે CM ઓમર અબ્દુલ્લાએ 30 મિનિટ સુધી વાતચીત કરી હતી. પહલગામ હુમલાને લઈને ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. PM મોદીએ કાશ્મીરની સ્થિતિ અંગે CM ઓમર અબ્દુલ્લા સાથે વાતચીત કરી હતી.
NSA અજીત ડોભાલ અને નેવી ચીફની PM આવાસે મહત્વની બેઠક
May 3, 2025 9:04 pm
દુશ્મન પાકિસ્તાનને ઘૂંટણીએ પાડવાનો ભારતે વધુ એક તખ્તો તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને નેવી ચીફની મોટી બેઠક યોજી હતી. NSA અજીત ડોભાલ અને નેવી ચીફની PM આવાસે મહત્વની બેઠક મળી હતી. વડાપ્રધાન નિવાસસ્થાને 1 કલાક સુધી રણનીતિ ઘડાઈ હતી. નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીની 1 કલાક સુધી બેઠક ચાલી હતી. NSA અજીત ડોભાલે પણ રણનીતિ અંગે કરી ચર્ચા હતી.
ભારતના હુમલાના ડરથી પાક સેનામાં હડકંપ
May 3, 2025 9:04 pm
ભારતના હુમલાના ડરથી પાક સેનામાં હડકંપ મચી જવા પામ્યો છે. આનન-ફાનનમાં મિસાઈલ પરિક્ષણ કર્યું હતું. પાકિસ્તાને અબ્દાલી મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. લુંટારુ અબ્દાલીના નામ પરથી મિસાઈલનું નામ રાખ્યું.
ભારતના યુદ્ધના પ્રયાસનો જવાબ આપીશુંઃ આસીમ મુનીર
May 3, 2025 9:04 pm
ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની સેનામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ચોતરફથી ઘેરાયેલા પાકિસ્તાની સેના પ્રમુખની તત્કાલ બેઠક યોજી હતી. પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરની કોર કમાન્ડરો સાથે બેઠક કરી હતી. કોર કમાન્ડરોની વિશેષ બેઠકમાં મુનીરે આપી ગીદડ ભરી ધમકી આપી. ભારતના યુદ્ધના પ્રયાસનો જવાબ આપીશું.
BLAએ પાકિસ્તાની આર્મીના મેજરની કરી દીધી હત્યા
May 3, 2025 8:50 pm
ચારેકોરથી ઘેરાયેલા પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા. 1971 બાદ ફરીથી પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા. હવે 2025 માં પાકિસ્તાનના બે ટુકડા થવાને આરે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો પાકિસ્તાન પર ભયંકર હુમલો. BLA એ પાકિસ્તાની આર્મીના મેજરની હત્યા કરી દીધી. BLA પાકિસ્તાની આર્મીના મેજરની ગળુ કાપી હત્યા કરી. અનેક સ્થળે પાકિસ્તાની આર્મી, પોલીસની એન્ટ્રી પર બેન. BLA એ પાકિસ્તાનની અનેક જવાનોનો કિડનેપ કર્યા. પાકિસ્તાનની અનેક જગ્યા પર BLA એ કબ્જો કરી લીધો છે. અનેક સ્થળે પાકિસ્તાની આર્મી, પોલીસ પર ચોકડી લાગી ગઈ છે.
Pahalgam Terror Attack : પાકિસ્તાન પર ભારતની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક
May 3, 2025 6:25 pm
પાકિસ્તાન પર ભારતે વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનના સૂચના મંત્રીનું X એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું X એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી
May 3, 2025 5:27 pm
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. ભારત પર હુમલો કરનાર પાકિસ્તાનને નાબૂદ કરવા આહવાન કર્યું હતું. હું શાંતિ ઈચ્છું છું. પરંતું ભારત પર હુમલો કરનાર પાકિસ્તાનને ચેતવું છું. ભારત પર હુમલો કરી પાકિસ્તાને ભૂલ કરી છે. અમેરિકા ભારતીયોને ચાહે છે એટલે અમે ભારતનું સમર્થન કરીએ છીએ. પાકિસ્તાનની સાથે સાથે ચીનને પણ ચેતી જવાની જરૂર છે.
યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર
May 3, 2025 3:57 pm
યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી છે. એક તરફ યુદ્ધનો ડર, બીજી તરફ આર્થિક તંગી. પાકિસ્તાને IMF પાસે નાણાં માગ્યા, ભારતે ઝટકો આપ્યો હતો. ભારતે પાકિસ્તાન માટે વધુ એક મુશ્કેલી ઉભી કરી છે. ભારતે IMF ને ખાસ અપીલ કરી છે. ભારતે પાકિસ્તાન માટેની લોનની સમીક્ષા કરવા કહ્યું.
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફની ગીદડભભકી - સિંધુ નદી પર કોઇ બાંધ બનાવ્યો તો હુમલો કરીશું
May 3, 2025 2:08 pm
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવતા સિંધુ જળ સંધિને લઈને ખોખલી ધમકીઓ આપી છે. તેમણે જણાવ્યું કે જો ભારતે સિંધુ નદી પર કોઈ બાંધકામ કર્યું તો તેને પાકિસ્તાન પર સીધો હુમલો ગણીને જવાબી કાર્યવાહી કરવામાં આવશે. આસિફે એમ પણ દાવો કર્યો કે સિંધુ નદીના પાણીનો પ્રવાહ રોકવો એ પણ હુમલા સમાન છે અને ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે. આ નિવેદનો પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયના સંદર્ભમાં આવ્યા છે, જેને પાકિસ્તાને "યુદ્ધની કાર્યવાહી" ગણાવી છે.
ભારતમાં પાકિસ્તાનથી આવનારા સામાન પર પ્રતિબંધ
May 3, 2025 12:46 pm
Pahalgam Terror Attack : ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક, ડિપ્લોમસી સ્ટ્રાઈક કરી દીધી છે. હવે ભારતે Pakistan પર આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. Pahalgam Terror Attack બાદ ભારત સરકારે હવે Pakistan નું નાક દબાવવાનો નિર્ણય લઈ લીધો છે. મોદી સરકારે પાકિસ્તાન સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ (Import-export ban on Pakistan) લાદ્યો છે. સરકારે આ નિર્ણય અંગે નોટિફિકેશન પણ જાહેર કર્યુ છે.
ભારત-પાક. તણાવ વચ્ચે પાકિસ્તાનનું મોટું નિવેદન
May 3, 2025 10:59 am
પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને ભારત તરફથી હુમલાનો ડર છે, તેથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાન સતત સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યું છે. ફરી એકવાર, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, આસીમ ઇફ્તિખાર અહેમદે કહ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ વધુ વણસે છે, તો પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠક બોલાવવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ મુદ્દા પર UNSC ના વર્તમાન અને ભૂતપૂર્વ પ્રમુખો તેમજ અન્ય સભ્ય દેશો સાથે વાતચીત કરી રહ્યું છે.
મને એક સુસાઈડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ: કર્ણાટકના મંત્રી
May 3, 2025 9:45 am
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. દરમિયાન, કર્ણાટક સરકારના ગૃહ અને લઘુમતી મંત્રી ઝમીર અહેમદ ખાનનું એક નિવેદન વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં, મંત્રી પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે આત્મઘાતી બોમ્બ સાથે એકલા પાકિસ્તાન જવા માટે કહી રહ્યા છે.
LOC પર પાકિસ્તાનનું સીઝફાયર ઉલ્લંઘન યથાવત
May 3, 2025 9:39 am
પાકિસ્તાનની નાપાક હરકતો રોકાવાનું નામ નથી લેતી, કારણ કે સતત નવમા દિવસે તેણે લાઇન ઓફ કન્ટ્રોલ (LOC) પર સીઝફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ નિર્દોષ નાગરિક વિસ્તારોને નિશાન બનાવતાં વધુ એક વાર નિર્દયતાપૂર્વક ફાયરિંગ કર્યું. ભારતીય સેનાએ પણ ગંભીરતાથી આ કાર્યવાહીનો તાત્કાલિક અને જડબાતોડ જવાબ આપ્યો છે. સંયમ સાથે પણ સજાગતા અને ચપળતાનો પરિચય આપતી ભારતીય સેના પાકિસ્તાની ઉશ્કેરણીનો દરેક સ્તરે યોગ્ય પ્રતિસાદ આપી રહી છે. હુમલાઓ છતાં LOC પર ભારતીય સેનાની સ્થિતિ મજબૂત અને નિયંત્રણમાં છે.
પાકિસ્તાની ક્રિકેટરોને ઇન્સ્ટાગ્રામ પર બેન કરાયા
May 3, 2025 9:08 am
હવે 'કાયદાકીય અનુરોધ' બાદ ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરો બાબર આઝમ, હરિસ રૌફ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. ભારતમાં આ ખેલાડીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરનારાઓને સંદેશ મળી રહ્યો છે કે, 'આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી.' આ નિર્ણય આ સંબંધમાં કાનૂની વિનંતીને પગલે લેવામાં આવ્યો હતો.
મંત્રીના વીડિયો બાદ લેવાયો નિર્ણય
May 3, 2025 9:08 am
મંત્રી તરારે બે દિવસ પહેલા રાત્રે લગભગ 2 વાગ્યે તેમના X હેન્ડલ પર એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ભારત 26-36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરશે. આ પ્રકારના દાવાને સમુદાય માર્ગદર્શિકા વિરુદ્ધ ગણવામાં આવ્યો હતો, તેથી તેમનું X એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. ભારતમાં ઘણી પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ્સ ઓફલાઇન થઈ ગઈ છે. જે પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ્સને ઓફલાઇન કરવામાં આવી છે તેમાં Dawn, Geo, ARY, Samaa TV, Bol News નો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતુલ્લાહ તરારનું X એકાઉન્ટ કરાયું બ્લોક
May 3, 2025 8:26 am
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે સતત કડક વલણ અપનાવી રહ્યું છે. ભારત સરકાર દરરોજ પાકિસ્તાન વિરુદ્ધ મોટા નિર્ણયો લઈ રહી છે અને દુશ્મન દેશને આંચકા આપી રહી છે. ગઈકાલે સાંજે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતુલ્લાહ તરારનું X એકાઉન્ટ મોડી રાત્રે બ્લોક કરી દેવામાં આવ્યું. હવે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ભારતમાં ખોલવામાં આવશે નહીં.
POKમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
May 3, 2025 8:17 am
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના કડક વલણને કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. પાકિસ્તાનને ડર છે કે ભારત POK પર હુમલો કરી શકે છે. આ જ કારણ છે કે તેણે POKમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેલમ ખીણમાં લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, લગ્નોમાં સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગંગા એક્સપ્રેસ-વે પર વાયુસેનાની મોટી કવાયત
May 3, 2025 8:17 am
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ ઉત્તર પ્રદેશના ગંગા એક્સપ્રેસ-વે પર લશ્કરી કવાયત કરી હતી. 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રિપ પર “ટચ એન્ડ ગો” પ્રકારની યુદ્ધસજ્જતા અભ્યાસની સાથે પહેલી વાર રાત્રી દરમિયાન લેન્ડિંગનું પણ સફળ ટ્રાયલ કરવામાં આવ્યું. રાફેલ, સુખોઈ, મિરાજ, મિગ અને જેગુઆર જેવા લડાકૂ વિમાનોની ગર્જનાએ વાતાવરણમાં રણહંકાર પેદા કર્યો હતો, જ્યારે C-130J સુપર હરક્યૂલિસ અને AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનોનું પણ અભ્યાસમાં શક્તિશાળી પ્રદર્શન જોવા મળ્યું. સાથે સાથે MI-17 V5 હેલિકોપ્ટરો દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું, જેને ભારતની વાયુસેનાની ચપળતા અને યુદ્ધસ્તર પર ઝડપથી પ્રતિક્રિયા કરવાની ક્ષમતા દર્શાવતી રીતે જોવામાં આવી રહી છે.