ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack: દિલ્હીમાં હલચલ તેજ!આવતીકાલે તાબડતોબ ચાર બેઠક

દિલ્હીમાં આવતીકાલે તાબડતોબ ચાર બેઠક યોજાશે PM,ગૃહ અને રક્ષામંત્રી સહિતના નેતાઓ થશે સામેલ PM મોદીના નેતૃત્વ હેઠળ સીસીએસની બેઠક યોજાશે   Pahalgam Terror Attack: પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર...
04:01 PM Apr 29, 2025 IST | Hiren Dave
દિલ્હીમાં આવતીકાલે તાબડતોબ ચાર બેઠક યોજાશે PM,ગૃહ અને રક્ષામંત્રી સહિતના નેતાઓ થશે સામેલ PM મોદીના નેતૃત્વ હેઠળ સીસીએસની બેઠક યોજાશે   Pahalgam Terror Attack: પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર...
Cabinet Meeting,

 

Pahalgam Terror Attack: પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi)નેતૃત્વ હેઠળ ચાર મહત્ત્વની બેઠકો યોજાશે. આ બેઠકોમાં પાકિસ્તાન વિરૂદ્ધ વધુ કડક પગલાં લેવાઈ શકે છે. જેની બ્લૂપ્રિન્ટ તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.બુધવારે સવારે 11 વાગ્યે સૌથી પહેલા કેબિનેટ (Cabinet Meeting)સુરક્ષા કમિટીની બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સીસીએસની બેઠક યોજાશે. આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. પહલગામ હુમલા બાદ આ બીજી સીસીએસ બેઠક યોજાશે.

કોણ ભાગ લેશે

CCS બાદ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સીસીપીએ- રાજકીય બાબતોની કેબિનેટ કમિટી (કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ)ની બેઠક થશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી જિતનરામ માંઝી, સર્વાનંદ સોનેવાલ, રાજમોહન નાયડૂ સહિતના અન્ય સભ્ય સામેલ થશે.

પહલગામ હુમલા બાદ બીજી વખત CCSની બેઠક

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારની આ બીજી CCS બેઠક યોજાવવા જઈ રહી છે. જેમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર સુરક્ષા એજન્સીઓ પાસેથી વિગતવાર અને વિસ્તૃત માહિતી લઈ રહી છે. રાજકીય બાબતો પર પણ ચર્ચાવિચારણા થશે. તેમજ સિંધુ જળ સંધિ પર રોક મામલે કેવી રીતે આગળ વધવું તેના પણ નિર્ણયો લેવાશે.

ગઈકાલે પણ યોજાઈ હતી મિટિંગ

ગઈકાલે સોમવારે પણ રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તે પહેલાં તેમણે આર્મી ચીફ સાથે મુલાકાત કરી કામગીરીની માહિતી મેળવી હતી. બેઠક સાથે સંબંધિત તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. આ આતંકી હુમલાની તપાસ એનઆઈએ કરી રહી છે. તપાસ ટીમે અત્યારસુધી 25 લોકોના નિવેદનો લીધા છે. જેમાં પીડિત અને પ્રત્યક્ષદર્શી સમાવિષ્ટ છે. બૈસરન ખીણમાં એન્ટ્રી અને એક્ઝિટ બંને દરવાજા પર આતંકવાદીઓ હોવાથી લોકો ભાગી શક્યા ન હોવાનો ખુલાસો થયો છે. પહલગામમાં કુલ ત્રણ આતંકવાદીઓએ નરસંહાર કર્યો હતો. જ્યારે એક આતંકવાદી એક્ઝિટ ગેટ પર હતો.

Tags :
Cabinet-meetingCCSmeetingsNarendra Modipahalgam attackSecurity Preparations
Next Article