Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

LoC પર ફરી પાકિસ્તાની ડ્રોન દેખાતા ભારતીય સેનાએ કર્યું ફાયરિંગ, સુરક્ષા એજન્સીઓ 'હાઈ એલર્ટ' પર!

જમ્મુ-કાશ્મીરના પૂંચ અને સામ્બા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન ઘૂસણખોરીની નાપાક હરકત સામે આવી છે. ૧૫ જાન્યુઆરીની રાત્રે સરહદ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા ભારતીય જવાનોએ તાત્કાલિક ફાયરિંગ કરીને પલટવાર કર્યો હતો, જેના કારણે ડ્રોન પરત ભાગી ગયા હતા. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન હવે આમને-સામને લડવાને બદલે ડ્રોન દ્વારા હથિયારો અને નશીલા પદાર્થો મોકલવાની સાજિશ કરી રહ્યું છે.
loc પર ફરી પાકિસ્તાની ડ્રોન દેખાતા ભારતીય સેનાએ કર્યું ફાયરિંગ  સુરક્ષા એજન્સીઓ  હાઈ એલર્ટ  પર
Advertisement
  • પાકિસ્તાનની ફરી એકવાર LoC પર નાપાક હરકત (LoC Drone Infiltration) 
  • LoC પર જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન
  • ભારતીય જવાનો પલટવાર કરતા કર્યું ફાયરિંગ

જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ ફરી એકવાર તેજ થઈ છે. 15 જાન્યુઆરી, ગુરુવારે મોડી સાંજે પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) અને સામ્બા જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય સુરક્ષા દળોએ આ શંકાસ્પદ હિલચાલ જોતા જ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી હતી.

LoC Drone Infiltration : LoC પર જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન

પૂંચ અને સામ્બામાં હાઈ એલર્ટ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂંચના દિગ્વાર સેક્ટરમાં એક પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને ઘણી મિનિટો સુધી આકાશમાં ફરતું રહ્યું હતું. સતર્ક ભારતીય જવાનોએ તરત જ ફાયરિંગ શરૂ કરતા ડ્રોન પરત ભાગી ગયું હતું. બીજી તરફ, સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પણ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ ડ્રોનની હિલચાલ નોંધાઈ હતી. આ ઘટના બાદ આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા દળોને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે.

Advertisement

ભારતીય સેનાએ કર્યું ફાયરિંગ, સર્ચ ઓપરેશન હાથ ધર્યું

સર્ચ ઓપરેશન અને દેખરેખ તેજ કોઈપણ સંભવિત ખતરાને રોકવા માટે સેના અને સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને દેખરેખ વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ડ્રોન દ્વારા કોઈ હથિયાર કે નશીલા પદાર્થોનું કન્સાઈનમેન્ટ પડ્યું છે કે કેમ તે ચકાસવા માટે શુક્રવાર સવારથી જ આસપાસના જંગલો અને ખેતરોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પહેલા પણ પાકિસ્તાન  કરી ચૂક્યો છે નાપાક હરકત

અગાઉની વિગતો અને વધતો ખતરો નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની એજન્સી ISI દ્વારા સરહદ પર ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. અગાઉ પણ રાજૌરી અને કઠુઆ સેક્ટરમાં ડ્રોન દ્વારા વિસ્ફોટકો અને હથિયારો મોકલવાના પ્રયાસો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સામ્બા સેક્ટરમાં ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. પાકિસ્તાન હવે આમને-સામને લડવાને બદલે આવી લો-કોસ્ટ ટેકનોલોજી દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે, જેના જવાબમાં ભારતીય સેનાએ હવે સરહદ પર 'એન્ટી-ડ્રોન સિસ્ટમ' પણ તૈનાત કરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો :  Operation Sindoor : સેનાએ જાહેર કર્યો નવો ‘પુરાવો’, Videoમાં જુઓ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓની બરબાદીનો મંજર!

Tags :
Advertisement

.

×