Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Quetta Blast : પાકિસ્તાનમાં ટ્રેનની બોગીમાં આગ, 23 ના મોત! જાણો શું છે ક્વેટા બ્લાસ્ટની આખી ઘટના

પાકિસ્તાનના ક્વેટામાં રવિવારે સવારે જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવીને બલૂચ લિબરેશન આર્મીની મજીદ બ્રિગેડ દ્વારા ભયાનક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટમાં 23 લોકોના મોત થયા છે અને 53 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રેનની એક બગી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.
quetta blast   પાકિસ્તાનમાં ટ્રેનની બોગીમાં આગ  23 ના મોત  જાણો શું છે ક્વેટા બ્લાસ્ટની આખી ઘટના
Advertisement
  • ક્વેટામાં ચામન ફાટક નજીક ટ્રેનને ઉડાવી, 23 લોકોના મોત
  • BLA ની મજીદ બ્રિગેડ દ્વારા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી
  • ટ્રેનની એક બોગી સંપૂર્ણ રીતે બળીને ખાખ, આસપાસના મકાનોને નુકસાન
  • 53 થી વધુ ઘાયલ, મૃત્યુઆંક વધવાની ભીતિ
  • પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હુમલો

પાકિસ્તાનના ક્વેટા (Quetta) માં રવિવારે સવારે આતંકવાદીઓએ એક અત્યંત ઘાતક ફિદાયીન હુમલો (Suicide Attack) કર્યો છે. બલૂચ લિબરેશન આર્મી (Baloch Liberation Army - BLA) ની મજીદ બ્રિગેડ (Majeed Brigade) ના એક આત્મઘાતી હુમલાખોરે ચામન ફાટક (Chaman Phatak) પાસે જાફર એક્સપ્રેસ (Jaffer Express) ટ્રેનને નિશાન બનાવી હતી. આ વિસ્ફોટમાં 23 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 53 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Advertisement

Quetta Jaffer Express Blast : ટ્રેનની બોગી બની રાખ

આ હુમલો એટલો શક્તિશાળી હતો કે ટ્રેનની એક આખી બોગી (Bogey) આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રેક નજીક આવેલા મકાનોની દીવાલો પણ ધરાશાયી થઈ ગઈ અને આસપાસ ઉભેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ પછી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. BLA ના પ્રવક્તા જીયંદ બલૂચે આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું હતું કે, આ ટ્રેન ક્વેટા કેન્ટ (Quetta Cantt) થી પાકિસ્તાની સેનાના જવાનોને લઈ જઈ રહી હતી, જેને મજીદ બ્રિગેડ દ્વારા નિશાન બનાવવામાં આવી છે.

Advertisement

રાહત અને બચાવ કામગીરી

ઘટના બાદ તરત જ પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણા લોકોની સ્થિતિ નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ આત્મઘાતી હુમલાખોર કોણ હતો અને તેને આટલી સુરક્ષિત જગ્યાએ પ્રવેશ કેવી રીતે મળ્યો. આ ઘટનાએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : Russia Attack Kyiv : કીવમાં મધ્યરાત્રિએ વિનાશ! રશિયાએ હાઈપરસોનિક મિસાઈલથી કર્યો હુમલો

Tags :
Advertisement

.

×