ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Back to Pakistan : પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાન પરત ફરવા માટે વાઘા-અટારી બોર્ડર પર પહોંચવા લાગ્યા

ભારત સરકારે તમામ પાકિસ્તાનીઓને 48 કલાકની અંદર ભારત છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું
12:33 PM Apr 25, 2025 IST | Kanu Jani
ભારત સરકારે તમામ પાકિસ્તાનીઓને 48 કલાકની અંદર ભારત છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું

Back to Pakistan : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની હત્યા કર્યા બાદ ભારત સરકારે તમામ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે.

વાઘા બોર્ડર (Wagah Border)પર ભીડ વધી, વેપાર પર અસર થવાની ભીતિ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની ધર્મ પૂછીને હત્યા(Pahelgam Massacre)કર્યા બાદ ભારત સરકારે તમામ પાકિસ્તાનીઓને 48 કલાકની અંદર ભારત છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેની અસર પણ દેખાવા લાગી છે. આજે (ગુરુવારે) મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો અટારી વાઘા બોર્ડર (Back to Pakistan )તરફ કૂચ કરતા જોવા મળ્યા હતા.

'ઈન્ડિયન એક્સપ્રેસ' ના અહેવાલ મુજબ વાઘા બોર્ડર પર ભીડ થવા લાગી છે. તે જ સમયે, વાઘા બોર્ડર બંધ થયા પછી આ સરહદ દ્વારા અફઘાનિસ્તાન સાથે ભારતનો વેપાર શક્ય બનશે કે કેમ તે અંગે શંકાઓ ઉભી થઈ છે. આના પર પણ શંકા છે કારણ કે સરહદ પર તણાવની સ્થિતિ છે.

શું છે સમગ્ર મામલો

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ નિર્દોષ હિન્દુઓને તેમનો ધર્મ પૂછીને માર માર્યા બાદ ભારત સરકારે કડક કાર્યવાહી કરી હતી. વિદેશ મંત્રાલય (MEA) એ પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, ભારત સરકાર દ્વારા માન્ય કરાયેલા અગાઉના તમામ માન્ય વિઝા 27 એપ્રિલ, 2025થી અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. જો કે, પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા મેડિકલ વિઝા 29 એપ્રિલ, 2025 સુધી માન્ય રહેશે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે હાલમાં ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોએ તેમના વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં દેશ છોડવો(Back to Pakistan ) અનિવાર્ય  છે.

ભારતીય નાગરિકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપવામાં આવી 

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્તાનની યાત્રા ન કરવાની કડક સૂચના આપી છે. આ સાથે હાલમાં પાકિસ્તાનમાં રહેતા ભારતીય નાગરિકોને વહેલી તકે ભારત પરત આવવા અપીલ કરવામાં આવી છે, જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

આ પણ વાંચો :India-Pakistan Tensions: ભારત-પાકિસ્તાન યુદ્ધ પરમાણુ યુદ્ધમાં પરિણમી શકે છે, US ગુપ્તચર દસ્તાવેજમાં ખુલાસો

Tags :
Back to PakistanPahelgam MassacreWagah border
Next Article