Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India Pakistan Ceasefire: પાકિસ્તાનની ફરી અવળચંડાઈ...ભારતના 4 રાજ્યોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન

પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ ભારતના 4 રાજ્યોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું India Pakistan Ceasefire : યુદ્ધવિરામની જાહેરાત પછી તરત જ પાકિસ્તાને ફરી એકવાર (India Pakistan Ceasefire)અવળચંડાઈ કરી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન તરફથી હજુ પણ...
india pakistan ceasefire  પાકિસ્તાનની ફરી અવળચંડાઈ   ભારતના 4 રાજ્યોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન
Advertisement
  • પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ
  • ભારતના 4 રાજ્યોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન
  • ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

India Pakistan Ceasefire : યુદ્ધવિરામની જાહેરાત પછી તરત જ પાકિસ્તાને ફરી એકવાર (India Pakistan Ceasefire)અવળચંડાઈ કરી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન તરફથી હજુ પણ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર શ્રીનગર, ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.

શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં પણ તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ

આ ઉપરાંત, પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં પણ તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફિરોઝપુરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ રહેવાસીઓને બધી લાઇટ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

આ પણ  વાંચો -India- Pakistan War : પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો, PAK સેના LoC પર ફાયરિંગ

Advertisement

વાયુ સંરક્ષણ પ્રણાલીએ ડ્રોનને તોડી પાડ્યું

ગુજરાત અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા બાદ, વાયુ સંરક્ષણ પ્રણાલીએ તેમને તોડી પાડ્યા. સમગ્ર વિસ્તારને અંધારપટથી ઘેરી લેવામાં આવ્યો છે. એર રેજ સાયરન પણ વગાડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને તેમના ઘરોમાં રહેવા અને લાઇટ ન ચાલુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -India-Pakistan War : શ્રીનગરમાં જોરદાર વિસ્ફોટ સંભળાયા, જમ્મુ-કાશ્મીર સીએમએ ટ્વીટ કરી આપી જાણકારી,જુઓ વીડિયો

આજે યુદ્ધવિરામ કરાર થયો.

તમને જણાવી દઈએ કે આજે સાંજે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. બંને દેશો કોઈપણ પ્રકારના ગોળીબાર કે હવાઈ હુમલાનો આશરો ન લેવા સંમત થયા હતા. થોડા કલાકો પછી, પાકિસ્તાને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ગોળીબાર કર્યા પછી, પાકિસ્તાને ગુજરાત અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પણ ડ્રોન મોકલ્યા છે.

Tags :
Advertisement

.

×