Pakistan ની નાપાક હરકત, સતત 11મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
- ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યુ
- પાકિસ્તાને સતત 11મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ
- ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો
Pahalgam Attack : પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેણે સતત 11મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની ચોકીઓ તરફથી કોઈપણ ઉશ્કેરણી વિના કરવામાં આવેલા આ ગોળીબારનો ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય જવાબ આપ્યો છે.
વિવિધ સ્થળોઓ ગોળીબાર
4-5 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં LoC પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો.
પાકિસ્તાની સૈનિકો વિવિધ સ્થળોએ ગોળીબાર કરી રહ્યા છે
22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયુ છે. પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 24 એપ્રિલની રાતથી, જ્યારે ભારતે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી, ત્યારથી પાકિસ્તાની સૈનિકો જમ્મુ અને કાશ્મીરમાં LoC પર વિવિધ સ્થળોએ ઉશ્કેરણી વિના ગોળીબાર કરી રહ્યા છે.
આ પણ વાંચો : Blackout Mock Drill: 25 વર્ષ બાદ ભારતીય સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટના રિહર્સલની શરૂઆત