Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pamban Bridge at a Glance: દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ વિશે અગત્યની માહિતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને રામેશ્વરમ ટાપુને જોડતો દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. આ બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ આવ્યો, તેનું પરિમાણ અને તેના નિર્માણમાં આવેલ પડકારો વિશે જાણો વિગતવાર.
pamban bridge at a glance  દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ વિશે અગત્યની માહિતી
Advertisement
  • પંબન બ્રિજને સમુદ્રમાંથી પસાર થતા 2,070 મીટર લાંબા રેલ્વે ટ્રેક પર બનાવવામાં આવ્યો છે
  • આ વર્ટિકલ બ્રિજની લંબાઈ 72.5 મીટર છે. જેને 17 મીટર સુધી ઉંચો કરી શકાય છે
  • પંબન બ્રિજ 550 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે

આજે વડાપ્રધાન મોદીએ દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. આ બ્રિજ ભારત અને રામેશ્વરમ ટાપુને જોડે છે. આ બ્રિજની મદદથી રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ બ્રિજ ટ્રેક પર પસાર થતી રેલવે અને બ્રિજ નીચેથી પસાર થતા જહાજોને યોગ્ય પરિવહન મળી રહે તે હેતુથી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવા પંબન રેલ્વે બ્રિજનું બાંધકામ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થયું હતું. રામેશ્વરમને દક્ષિણ ભારત સાથે જોડતો પંબન બ્રિજ સૌપ્રથમ 1914માં બનાવવામાં આવ્યો હતો. તે સમુદ્ર પર બનેલો ભારતનો પહેલો રેલ્વે બ્રિજ હતો. 111 ​​વર્ષ પછી, આ બ્રિજ હવે નવા દેખાવ સાથે તૈયાર છે.

Pamban Bridge at a Glance

દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું બહુમાન જેને મળ્યું છે તેવા પંબન બ્રિજને સમુદ્રમાંથી પસાર થતા 2,070 મીટર લાંબા રેલ્વે ટ્રેક પર બનાવવામાં આવ્યો છે. આ વર્ટિકલ બ્રિજની લંબાઈ 72.5 મીટર છે. જેને 17 મીટર સુધી ઉંચો કરી શકાય છે. આમ કરવાથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકે છે. પંબન સી બ્રિજના ખર્ચની વાત કરીએ તો આ બ્રિજ 550 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

Advertisement

કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરાયો ?

પંબન સી બ્રિજ સમુદ્રમાં બનેલો છે. તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલો છે. જેથી તે કોઈપણ પ્રકારના હવામાનમાં સારી સ્થિતિમાં રહે. આ પુલ પર હાઈક્વોલિટીવાળા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે તેને કાટ લાગતો નથી. ઉપરાંત, પુલના ભાગોને જોડવા માટે હાઈ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ રામ નવમી પર PM મોદીની ભેટ! રામેશ્વરમમાં પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, ટ્રેનને પણ લીલી ઝંડી આપી

શું છે પંબન બ્રિજનો ઈતિહાસ ?

તમિલનાડુના મંડપમને રામેશ્વરમ ટાપુ સાથે જોડતો આ બ્રિજ બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજે 100 વર્ષથી વધુ સમય સુધી દેશની સેવા કરી છે. જ્યારે સમયના થપેડા અને દરિયાઈ મોજાઓએ તેને જર્જરિત બનાવી દીધો, ત્યારે તેને 2022 માં બંધ કરી દેવામાં આવ્યો. આ નવો પંબન બ્રિજ બ્રિટિશ શાસન દરમિયાન બનેલા પંબન બ્રિજની સમાંતર બનાવવામાં આવ્યો છે. બ્રિટિશ શાસન દરમિયાન પંબન બ્રિજ લગભગ 111 વર્ષ જૂનો છે.

ભવ્ય લોકાર્પણ સમારોહ

આજે વડાપ્રધાન મોદીએ દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. આ પ્રસંગે ખાસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ હાજર રહ્યા હતા. તમિલનાડુના નાણામંત્રી થંગમ તેન્નારસુ, કેન્દ્રીય રાજ્યમંત્રી એલ મુરુગન, ભાજપ તમિલનાડુ એકમના વડા કે. અન્નામલાઈ, એચ રાજા અને વનથી શ્રીનિવાસન સહિતના વરિષ્ઠ ભાજપ નેતાઓએ શ્રીલંકાથી મોદીના આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યુ.

આ પણ વાંચોઃ  Ram Navami : અયોધ્યા, કાશી, દિલ્હી, નાગપુર... સમગ્ર દેશમાં રામ નવમી ઉજવણી, જાણો કેવો છે ઉત્સવનો માહોલ

Tags :
Advertisement

.

×