Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

સંસદમાં PM મોદી પર હુમલાનો કારસો રચી રહી હતી વિપક્ષી મહિલા સાંસદ: મનોજ તિવારીનો દાવો

Manoj Tiwari on Parliament Chaos: લોકસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપવાનો હતો. પરંતુ તેના પહેલા જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. કાર્યવાહી ત્યારે સ્થગિત થઈ, જ્યારે પીએમ મોદી સંસદમાં આવી ચુક્યા હતા. તેમનું સંબોધન શરૂ થવાનું હતું. પરંતુ હંગામો થવાને કારણે કાર્યવાહીને ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી
સંસદમાં pm મોદી પર હુમલાનો કારસો રચી રહી હતી વિપક્ષી મહિલા સાંસદ  મનોજ તિવારીનો દાવો
Advertisement

. લોકસભામાં પીએમ મોદીના ભાષણ પહેલા વિપક્ષનો ભારે હંગામો
. વિપક્ષી હંગામાને કારણે પીએમનું ભાષણ ટળ્યું, કાર્યવાહી ગુરુવારે 11 વાગ્યા સુધી સ્થગિત
. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે પીએમ સંસદમાં આવીને સંબોધન કરવાથી ડરે છે

Manoj Tiwari on parliament Chaos : લોકસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપવાનો હતો. પરંતુ તેના પહેલા જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. કાર્યવાહી ત્યારે સ્થગિત થઈ, જ્યારે પીએમ મોદી સંસદમાં આવી ચુક્યા હતા. તેમનું સંબોધન શરૂ થવાનું હતું. પરંતુ હંગામો થવાને કારણે કાર્યવાહીને ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Advertisement

આ દરમિયાન ભાજપના સાંસદ મનોજ તિવારીએ સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે વિપક્ષી સાંસદ ટ્રેઝરી બેન્ચની તરફ આવી ગયા હતા. તેમણે કહ્યુ કે વિપક્ષી મહિલા સાંસદોએ પીએમની ખુરશીને ઘેરી લીધી હતી. તેમનો ઈરાદો પીએમની ખુરશી પર હુમલો કરવાનો હતો. વિપક્ષે પીએમ મોદીના સંબોધન પહેલા લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવા પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી સંસદમાં આવવાથી ડરી ગયા. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ આરોપ લગાવ્યો કે પીએમ ડરીને ભાગી ગયા.

Advertisement

કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલે (K.C. Venugopal) કહ્યુ કે વડાપ્રધાનને પુછો કે તેઓ કેમ આવી રહ્યા નથી? આ સંસદ છે અથવા કોઈ અન્ય સેન્ટર. સરકાર આને મજાક બનાવવાની કોશિશ કરી રહી છે. અમે આ બધું નહીં થવા દઈએ.

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યુ- પીએમ ડરેલા છે

લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પીએમ મોદી ડરેલા છે. તેમણે સોશયલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યુ કે જેવું મેં કહ્યુ, પીએમ મોદી સંસદમાં નહીં આવે, કારણ કે તેઓ ડરેલા છે અને સચ્ચાઈનો સામનો કરવા ઈચ્છતા નથી.

ગુરુવારે 11 વાગ્યા સુધી ગૃહ સ્થગિત

લોકસભામાં પાંચ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થવાનું હતું. પીએમ મોદી લોકસભા પહોંચી ગયા હતા. પરંતુ વિપક્ષનો હંગામો ચાલુ હતો. વિપક્ષના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી ઘણીવાર સ્થગિત થઈ હતી. પીએમ મોદીના સંબોધન પહેલા વિપક્ષનો હંગામો તેજ થઈ ગયો અને વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યો. તેના પછી લોકસભાની કાર્યવાહીને ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. હવે પીએમ મોદીનું સંબોધન ગુરુવારે થવાની સંભાવના છે.

આ પણ વાંચો : Rahul Gandhi એ ગદ્દાર મિત્ર કહ્યુ, તો મંત્રી બિટ્ટૂએ કૉંગ્રેસી નેતાને ગણાવ્યા દેશના દુશ્મન, સંસદના ગેટ પર બબાલ

Tags :
Advertisement

.

×