પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઈન બેગની ભારતમાં જ નહીં પડોશી દેશમાં પણ થઇ રહી છે ચર્ચા
- પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઈન બેગ પર રાજનીતિ તેજ
- પાકિસ્તાનમાં પણ પ્રિયંકા ગાંધીની બેગની થઇ રહી છે ચર્ચા
- ભાજપના પ્રહારોની સામે પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
- પેલેસ્ટાઈન બેગ પર ભાજપના આકરા વલણ
- પ્રિયંકા ગાંધીની બેગને લઈને પાકિસ્તાનના પૂર્વ મંત્રીના વખાણ
Priyanka Gandhi : વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેલેસ્ટાઈન લખેલી બેગ હવે માત્ર ભારતમાં નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને પ્રિયંકાની બેગના વખાણ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે પ્રિયંકાની બેગના સંદર્ભમાં પાકિસ્તાની સંસદમાં આ પ્રકારની હિંમત કોઈ પણ સાંસદ ન કરી શકે.
પ્રિયંકા ગાંધીના પાકિસ્તાને કર્યા વખાણ
ચૌધરીએ X પર લખ્યું, 'મહાન સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ નેહરુની પૌત્રી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? પ્રિયંકા ગાંધીએ વામન લોકોમાં પોતાનું ઊંચું કદ બતાવ્યું છે. શરમજનક બાબત છે કે આજ સુધી પાકિસ્તાનના કોઈ સાંસદે આવી હિંમત દાખવી નથી. આભાર.' હકીકતમાં સોમવારે કોંગ્રેસના સાંસદ પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા.
પ્રિયંકાની બેગ પર વિવાદ ભારતમાં વિવાદ
પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઈન બેગની સામે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કટાક્ષ કર્યો. તેમનો દાવો છે કે, પ્રિયંકા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અપરાધોને લઈને એક શબ્દ પણ નથી બોલ્યા, પરંતુ પેલેસ્ટાઈન લખેલી બેગ સાથે ફેશન સ્ટેટમેન્ટ આપવા માંગે છે. તેમના આ આરોપ પર પ્રિયંકાએ કહ્યું કે, સરકારે બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરીને એ વિસ્તારની હિંસાને બંધ કરવું જોઈએ.
પ્રિયંકાએ કહ્યું કોને બેગ આપી?
કોંગ્રેસના સાંસદો સંસદ સંકુલમાં વિરોધ કરી રહ્યા હતા ત્યારે પણ પ્રિયંકાના હાથમાં બેગ હતી. પ્રિયંકાએ કહ્યું કે પેલેસ્ટાઈનના તેના એક મિત્રએ તેને બેગ આપી હતી. જ્યારે ભાજપ અને ટ્રોલ્સ સક્રિય થયા ત્યારે પ્રિયંકા ગાંધીએ તેને પોશાકનો એક ભાગ ગણાવ્યો હતો. લખ્યું – કોણ નક્કી કરશે કે હું કેવો પોશાક પહેરીશ? હું જે ઈચ્છું તે પહેરીશ. પ્રિયંકા ગાંધીની પ્રો પેલેસ્ટાઈન બેગએ સંસદની અંદર અને બહાર હલચલ મચાવી દીધી હતી.
સંબિત પાત્રાએ પ્રિયંકા ગાંધી પર કર્યો કટાક્ષ
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી ગાંધી પરિવારના સભ્યોની વાત છે, આ કંઈ નવું નથી. નેહરુથી લઈને પ્રિયંકા વાડ્રા સુધી, ગાંધી પરિવારના સભ્યો તુષ્ટિકરણની બેગ લઈને ફરે છે. તેમણે ક્યારેય દેશભક્તિની બેગ પોતાના ખભા પર લટકાવી નથી. આ બેગેજ તેમની હાર પાછળનું કારણ છે. ખાસ વાત એ છે કે નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન એમ્બેસી ચીફ આબિદ અલઝાક અબુ જાજર ગયા અઠવાડિયે પ્રિયંકા ગાંધીને મળ્યા હતા અને કોંગ્રેસ નેતાને કેરળના વાયનાડથી તાજેતરમાં ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.